અંતિમ પર્વ:મણકો 44

 

અંતિમ પર્વ:મણકો 44

(અંતિમ પર્વ:સંપાદન:રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન જૂનાગઢ ફોન: 0285-2650505)

મરમ

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેઘયા ન બહુના શ્રુતેન

યમવૈષ વૃણુતે તેન લભ્ય: તસ્યૈસ આત્મા વિવૃણુતે તનું સ્વામ્

કઠોપનિષદ્

આત્મા પ્રવચનો કરવાથી કે સાંભળવાથી , તીક્ષ્ણ બુદ્ધિથી કે ખૂબ ગ્રંથો વાંચવાથી નથી મળતો. (આત્મ સાક્ષાત્કાર નથી થતો. ) પરંતુ જેનું આ આત્મા વરણ કરે છે તેને જ તે મળે છે.આત્મા તેની સમક્ષ પોતાના સ્વરૂપને ખુલ્લું કરી દે છે.(યોગ્ય સાધનાથી તે મળે છે.

000000000000000

     મૃત્યુ વિશે

ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ.

ત્યારે તેમણે કહ્યું: તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે.

પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો? દિવસ પ્રત્યે અંધળું થયેલું નિશાચર ઘુવડ તેજનું રહસ્ય ઉકેલી શકે નહીં.

જો તમે સાચે જ મૃત્યુના આત્માને જોવા ઈચ્છતા હો, તો તમારા હ્રદયને જીવનના શરીર સામે ખુલ્લું મૂકી દો. કેમ કે જીવન અને મૃત્યુ એક જ છે, જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ.

તમારી આશાઓ અને ઈચ્છાઓના મૂળમાં જ તમારું મૃત્યુ પાર વિશેનું જ્ઞાન છુપાઈને રહ્યું છે. અને બરફની નીચે ઢંકાઈ રહેલા બીજની જેમ તમારું હ્રદય વસંતના સ્વપ્ન જુએ છે. એ સ્વપ્નોમં શ્રદ્ધા રાખો, કારણ કે તેમાં જ અમરતાનો દરવાજો છુપાયેલો છે.

તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે: જે, રાજા  એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણવા છતાં, એની સામે ઊભો થતાં ધ્રૂજે છે.પણ એની ધ્રૂજારીની નીચે –રાજાનો અનુગ્રહ થવાનો છે એનો—હર્ષ જ રહેલો નથી કે?

છતાં એ પોતાની ધ્રુજારીને વધારે મહત્ત્વ નથી આપતો કે? કારણ, મરવું એટલે પવનમાં ખુલ્લાં પડવું અને સૂર્યના તાપમાં ઓગળવું એ સિવાય બીજું શું?

અને શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઉતર થવાના કર્મમાંથી મુક્ત કરી નિરૂપાધિક પણે ઈશ્વર શોધવા માટે ઊંચે ચડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું?

મૌનની નદીનાં જળ પીને જ તમે ગાવાની શક્તિ મેળવી શકો. અને જ્યારે પૃથ્વી તમારા અવયવો પોતામાં સમાવી દેશે, ત્યારે જ તમે સાચું નૃત્ય નાચી શકશો.

ખલિલ જિબ્રાન. અનુ:કિશોરલાલ મશરૂવાળા

00000000000000

        મરજીવા

હું મૃત્યુશૈય્યાપર હોઉં ત્યારે—મિત્રો, આપ બધાં જાણો છોકે મારી બિમારીમાં મેં એલોપેથીક સારવાર લીધી નથી. મને આયુર્વેદમાં શ્રદ્ધા છે, નિસર્ગોપચાર ચિકિત્સા લેવાનો વાંધો નથી. આ કારણસર જો હું ગંભીર રીતે બીમાર પડું અને બેભાન થઈ જાઉં ત્યારે મને આયુર્વેદિક દવાઓ કે નિસર્ગોપચાર સારવાર આપવા વિનંતી છે . મને હોસ્પિટલમાં ખસેડવાનું વિચારશો નહીં . મારું મૃત્યુ હોસ્પિટલમાં થાય તેવું હું ઈચ્છતી નથી.હું બ્લડ ટ્રાન્સફ્યુઝનની વિરુદ્ધ છું . મને પીડાશામક—ઘેન લાવનારી દવાઓ-ઈન્જેકશનો તથા નસ વાટે પ્રવાહી આપીને ત્રાસ આપશો નહીં . તેવું હું ઈચ્છતી નથી. જો હું ગંભીર રીતે બીમાર પડું અને મૃત્યુશૈય્યા પર હોઉં તો મારું મૃત્યુ શાંતિથી થાય તેવું કરશો… મૃત્યુ પછી કોઈ ધાર્મિક ક્રિયાકાંડ કે શિષ્ટાચાર કરવા નહીં.કોઈ સભાનું આયોજન કરવું નહીં… આ મારી ઈચ્છા છે, વિનંતી છે, આદેશ છે.

 

0000000000000

મૌક્તિકમ્  

મેં જિંદગીને બહુ ચાહી છે તેથી

મૃત્યુ માટે મને કોઈ ખેદ નહીં હોય

એમિલિયા બટ

00000000

કલમ પકડવાની મારામાં શક્તિ હોત તો

હું લખત કે મરવું કેટલું સહેલું અને આનંદદાયક છે.

—જ્હોન હંટર

**************

યમદેવ પધાર્યા છે, એમને આસન આપો.

ચેસ્ટરફીલ્ડ

************

      મધુ

અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી !

નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી !

હવે હે મોરલા ! તારો આષાઢી કંઠ ક્યાં મળશે?

ક્વનનાં વૃક્ષ પર ખાલી છે તારી ડાળ, મેઘાણી !

‘ગની’દહીંવાળા, સ્વ.મેઘાણીને…

**********

આમ તો પાંદડું એક જ ખર્યું, ડાળેથી

પરંતુ આખીયે લીલાશ પર ઉઝરડો છે.

રમેશ પારેખ

*********

જે પળમાં સરી ગઈ તે પરછાંઈ, સાધો

હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો.

હરીશ મીનાશ્રુ

***********

વેદનાની રાતમાં આવી ગયું ઝોકું સહજ

મોતમાં પણ ‘શૂન્ય’ રાહત છે, હવે સમજણ પડી !

‘શૂન્ય’ પાલનપુરી

00000

મહેફિલ

કલ તો કહેતેથે કિ બિસ્તર સે ઊઠા જાતા નહીં,

દુનિયાસે ઊઠ જાને કિ તાકત આ ગઈ ?

************************************

પાત્ર  ભરાતું જ નથી !

એક સમ્રાટના દ્વાર પર એક ભિખારી ઊભો હતો. સમ્રાટે પૂછ્યું:’શું જોઈએ છે?’ ભિક્ષુક કહે: ‘મારે વિશેષ કાંઈ નથી જોઈતું. મારું આ ભિક્ષાપાત્ર ભરાઈ જાય એટલું આપો.’

સમ્રાટને થયું આ પાત્ર તો સાવ નાનું છે. તેને અન્નથી ભરવા કરતાં સોનામહોરથી જ ભરી આપું. એમણે તો ખજાનચીને આજ્ઞા કરી અને સુવર્ણમુદ્રાઓ નાખવામાં આવી. પરંતુ આશ્ચર્ય ! પાત્ર ભરાતું જ નથી. ખજાનો ખાલી થઈ ગયો, પણ પાત્રમાં જેટલું નાખે તે ગાયબ થઈ જાય. ભરાય જ નહીં.

સમ્રાટે ભિક્ષુક પાસે પાત્રનું રહસ્ય જાણવા માગ્યું. ભિક્ષુક કહે: :’આ પાત્ર માનવીના હ્રદયમાંથી બનાવવામાં આવ્યું છે. માણસના મન-હ્રદય કદી ભરાયાં છે કે આ પાત્ર ભરાય !’

માનવીની તૃષ્ણાનો અંત જ નથી.

તૃષ્ણા-કામના જ ભવરોગનું કારણ છે.

000000000000

    જાણવું એ જ મુક્તિ

જે જીવનને જાણે છે તેના માટે મૃત્યુ એ અસંભવ ઘટના છે. જે નથી ક્યારેય ઘટી, ન ક્યારેય ઘટે છે અને ન ક્યારેય ઘટી શકે છે… મૃત્યુથી ન તો મુક્ત થવાનું છે કે ન તો મૃત્યુને જીતવાનું છે. કેવળ મૃત્યુને જાણવાનું છે. જાણવું એ જ મુક્તિ બની જાય છે. જાણવું એ જ જીત બની જાય છે.

મૃત્યુ ભવિષ્યમાં ઘટિત નથી થતું, મૃત્યુ પળે પળે ઘટિત થઈ રહ્યું છે.

ઓશો

000000000000

મિજલસ

શતરંજની રમતના બોર્ડ પર રમત રમાતી હોય ત્યારે રાજા, રાણી, વજીર, પાયદળ વગેરે પ્યાદાંઓ હોય છે. દરેકનો પોતપોતાનો મોભો હોય છે. જેવી રમત પૂરે થાય કે બધાં પ્યાદાં એક જ ખોખામાં ! ત્યાં નથી રાજા કે પ્રધાન –સર્વ સરખાં. મૃત્યુના ખોખામાં સર્વ સરખાં !

——————————————————-

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: