Maathaa samaachaar ચાલો, આજે “કાગવાણી”માં ખોવાઇ જઇએ. માઠા સમાચાર કાગવાણી ભાગ:1/ગુર્જર/પાંચમી આવૃત્તિ:1962/પુનર્મુદ્રણ:2005/પાના:61 ને 62 સોરઠની સંપત્તિ સમાન ગીર પ્રદેશમાં શ્રી તુલસીશ્યામનું ધામ છે. મારા એક સાધુ-મિત્ર રહેતા હતા. તે મધ્ય હિંદુસ્તાનના હતા. કર્મજોગે મારે તેમની સાથે ગાઢ મિત્રતા બંધાણી હતી.…