વહુએ વગોવ્યા મોટાં ખોરડાં ……..

સૌરાષ્ટ્રની રસધાર //બૃહદ આવૃત્તિ//સંપાદક:ઝવેરચંદ મેઘાણી//પાનું 94

મોટાં ખોરડાં ! [ ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઇને સાસરિયાનાં દુઃખો સંભળાવ્યાં.જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઇને કહી,સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા કરી ! વરને સહુએ ઉશ્કેરી મૂક્યો. સોમલ ઘૂંટીને એણે સ્ત્રીને કહ્યું કે, કાં તું પી, કાં હું પીઉં !’મોટાં ખોરડાં’ની આબરૂ ખાતર સ્ત્રીએ ઝેર પી લીધું.]

ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,

 દીકરી કે’જો સખદખની વાત જો,

કવળા સાસરિયામાં જીવવું રે લોલ

સખના વારા તો, માડી વહી ગયા રે લોલ.

 દખના ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો,

 કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ,
વહુ કરેછે આપણા ઘરની વાત જો !

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.
નણદીએ જઇ સાસુને સંભળાવિયું રે લોલ,

વહુ કરેછે આપણા ઘરની વાત જો ! વહુએ…

સાસુએ જઇ સસરાને સંભળાવિયું રે લોલ,

વહુ કરેછે આપણા ઘરની વાત જો ! વહુએ…

સાસરે જઇ જેઠને સંભળાવિયું રે લોલ,

 વહુ કરે છે આપણા ઘરની વાત જો ! વહુએ….

 જેઠે જઇ પરણ્યાને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણા ઘરની વાત જો ! વહુએ….

 પરણ્યે જઇ તેજી ઘોડો છોડિયો રે લોલ,

જઇ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો, વહુએ…

 અધશેરો અમલિયાં તોળાવિયાં રે લોલ,

પાશેરો તોળાવ્યો સુમલખાર જો, વહુએ….

સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,

પીઓ ગોરી, નકર હું પી જાઉં જો, વહુએ….

 ઘટ્ક દઇને ગોરાંદે પી ગયાં રે લોલ,

 ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો, વહુએ…
આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,

ખોખરી હાંડીમાં લીધી આગ જો, વહુએ….

પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,

બીજો વિસામો ઝાંપા બા’ર જો, વહુએ…
ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ,

ચોથો વિસામો સમશાન જો, વહુએ…

 સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ.

 રૂપલા સરખી વહુની રાખ જો, વહુએ….
બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,

હવે માડી મંદિરિયે મોકળાણ જો.
ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ !

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
1 comments on “વહુએ વગોવ્યા મોટાં ખોરડાં ……..
  1. કમલેશ રાજગોર કહે છે:

    મને આ બધું સાહિત્ય મોકલાવો

Leave a comment

વાચકગણ
  • 776,300 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો