કુંવરબાઇ નું મામેરું – પ્રેમાનંદ

Kunvarbai nu maameru

કુંવરબાઇ નું મામેરું(ખિસાપોથી સ્વરૂપે)/પ્રેમાનંદ/લોકમિલાપ ટ્રસ્ટ ,ભાવનગર

 આખ્યાન-કથા; રમેશ જાની/ સંપાદન: મહેન્દ્ર મેઘાણી

 ”બાઇજી !” કુંવરબાઇએ પોતાની સાસુને પગે લાગીને વિનંતી કરતાં કહ્યું, “ખિજાઓ નહિ તો એક વાત કહું?”

”બોલો !શું કહેવું છે?” સાસુએ જરા કડક અવાજે પૂછ્યું.

”આપણા ગોર ખોખલા પંડ્યાને કંકોતરી લઇ જૂનાગઢ ન મોકલો?” કુંવરબાઇએ બીતાં બીતાં પ્રશ્ન કર્યો.

પોતાને સીમંત આવ્યું હોવા છતાં સાસરિયામાંથી કોઇએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોતરી સરખીયે ન લખી તેથી દુ:ખી થઇને, કુંવરબાઇએ સામે ચાલીને સાસુને ઉપર પ્રમાને કહ્યું. પિયરમાં એને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઇ રહ્યું નહોતું. ભાઇ મોટો થઇ, પરનીને મૃત્યુ પામ્યો હતો. અને એની પાછળ મા પન સ્વર્ગે સિધાવી હતી. બાકી રહ્યા હતા એક પિતા. એમને મન હરિની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઇ કાર્ય કરવા જેવું ન હતું. નહિ ખેતી કે નહિ કોઇ ઉદ્યમ-વેપાર. આવા નરસિંહ મહેતાની દરિદ્ર્તાનો પાર નહિ. ઘરમાં ખાવાનું છે કે નહિ, એની પણ એમને ચિંતા નહિ. અને છતાં એમનું ઘર સાધુસંતોથી ઊભરાતું જ હોય ! આવા ગરીબ પિતાની પુત્રીનાં સાસરિયાંમાં માન પણ શાં હોય ?અને સાસરિયાં પન કેવાં ! એમની શ્રીમંતાઇ અને પ્રતિષ્ઠાનો પાર નહિ. શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એ ઘર.

 (કેદારો)

નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ,

જૂનાગઢમાં વાસ.

(ધનાશ્રી)

રાધાકૃષ્ણ શું રંગ લાગ્યો,

ગણે તરણાવત્ સંસાર.

(વેરાડી) મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ,

 પતિવૃતા ઘેર નારી પરમ;

નહીં ખેતી ઉદ્યમ વેપાર,

એક ભક્તિ તણો આધાર.

બે સંતાન આપ્યાં ગોપાળ—

એક પુત્રી ને બીજો બાળ;

શામળદાસ કુંવરનું નામ,

તે પરણાવ્યો રૂડે ઠામ.

કુંવરબાઇ નામે દીકરી,

પરણાવ્યાં રૂડો વિવાહ કરી.

 પામ્યાં મરણ પત્ની ને પુત્ર,

 મહેતાનું ભાંગ્યું ઘરસૂત્ર.

સ્ત્રી—સુત મરતાં રોયાં લોક,

મહેતાને તલમાત્ર ન શોક:

ભલું થયું ભાંગી જંજાળ ,

 

સુખે ભજીશું શ્રીગોપાળ.

કુંવરબાઇ પછે મોટી થઇ,

આણું આવ્યું ને સાસરે ગઇ;

સસરો શ્રીરંગ મહેતો નામ,

મોટું ઘર કહાવે ભાગ્યવાન,

 છે સાસરિયાંને ધન-અભિમાન,

 ન દે કુંવરવહુને બહુ માન.

એટલે જ કુંવરબાઇના સીમંત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઇને વિચાર સરખોયે ન આવ્યો. એમને તો એમ કે, આવા ભૂખડી-બારસ ભગત પાસેથી તે વલી મોસાળાની શી આશા રાખવી? ઊલટું આવા ગરીબ સગાની હાજરીથી આપણી હાંસી થશે !

 પણ કુંવરબાઇ પોતાના પિતાને કેમ ભૂલે ? એને ઓશિયાળે મોઢે સાસુ આગલ પિતાને બોલાવવાની વાત કરી,

 ત્યારે સાસુએ પહેલાં તો એવો જવાબ આપ્યો કે, “અરે વહુ, તમે તે કાંઇ ગાંડાં થયાં કે શું ? તમારાં મા મરી ગયાં ત્યારથી જ તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો !”

“પણ બાઇજી, મારા પિતા તો છે ને ?” કુંવરબાઇએ રડમસ અવાજે કહ્યું.

 ”કોણ?” સાસુ તિરસ્કારથી બોલ્યાં, “તમારા પિતા…. જે આખો દિવસ મંજીરાં વગાડી ગાયા કરે, નાચી-કૂદીને પેટ ભરે, તે શું મામેરું કરશે? એમને લીધે અહીં તમારા સસરાની આબરૂ જ જાય ને ?એવા વેવાઇ ન આવે તે જ સારું !”

 પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભલીને કુંવરબાઇની આંખમાંથી, અત્યાર સુધી રોકી રાખેલાં, આંસુ વહેવા લાગ્યાં.

 પછી રડત્વ સાદે એ બોલી :” આવું ગમે તેમ શું બોલતા હશો, બાઇજી ? ગરીબ થયા એટલે સગા મટી ગયા? “

પછી અત્યંત કરુણ સ્વરે એણે કહ્યું, “ એ અહીં આવશે તો અમને બાપ-દીકરીને મળવાનું યે થશે.”

 કુંવરબાઇનાં આવાં વચનો સાંભળીને સાસુને આખરે દયા આવી. એણે પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોતરી લખવાનું નક્કી કર્યું.

 કુંવરબાઇનું આવ્યું સીમંત, સાસરિયાં

સૌ હરખે ઘણું, કહે, “મહેતો હરિનો છે દાસ,

 મોસાળાની શી કરવી આશ !

 

નકહાવ્યું પિયર, ન કોને કહ્યું,

 પંચમાસી તો એળે ગયું,

રહ્યા સીમંતના થોડા દંન, થઇ

 કુંવરબાઇને ચિંતા મન.

 ઓશિયાલી દીસે દામની

વહુવર આવી સાસુ ભણી,

બોલી અબળા નામી શીશ:

“બાઇજી, રખે કરતાં રીસ.

આપનો ગોર પંડ્યો ખોખલો જૂનાગઢ સુધી મોકલો, મોકલી લખાવી કંકોતરી.”

તવ સ્સસુ બોલી ગર્વે ભરી:

”વહુવર, શું તને ઘેલું લાગ્યું?

 મા મૂઇ ત્યારે મહિયર ભાંગ્યું.

જે તાળ વજાદી ગાતો ફરે,

નાચી ખૂંદીને ઉદર ભરે,

દરિદ્ર ઘરમાં ફેરા ફરે,

તે મોસાળું ક્યાંથી કરે?

તમને ડોસો મળવાનું હેત,

અમે નાતમાં થઇએ ફજેત.”

કુંવરબાઇ તવ આંસુ ભરી સાસુ પ્રત્યે બોલી ફરી: ”બાઇજી, બોલતાં શું ફગો?

દુર્બળ પણ પોતાનો સગો,

 અહીં આવી પાછા જાશે ફરી,

 એ મશે મળીશું બાપ-દીકરી.”

 સાસુને મન કરુણા થઇ

, નિજ સ્વામીને જઇ વાર્તા કહી:

”રહ્યા સીમંતના થોડા દિન

, કુંવરવહુ મન થાયે ખિન્ન,

લખી મોકલો વેવાઇને પત્ર,

જેમ તેમ કરતાં આવજો અત્ર.

” શ્રીરંગ મહેતા તો દયાળુ હતા. એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો; અને પોતાના ગોર ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં આપીને જૂનાગઢ જવાનું કહ્યું. આ સમાચાર સાંભલીને કુંવરબાઇના આનંદની કોઇ સીમા ન રહી. એણે ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું, “ગોર મહારાજ, મારા પિતાને ત્યાં તમતમારે બે દહાડા પરોણા થઇને રહેજો. 20:11 KUNVARBAI NU MAAMERU PART 2 નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકીને આશ્વાસન આપતાં કહ્યું,”બેટા, કુંવરબાઇ ! શું કરવા દુ:ખી થાય છે? હું કહું છું ને કે શ્રીહરિ મોસાળું કરશે !” પછી એમણે પૂર્ણ શ્રધ્ધાથી કહ્યું ,”જાઓ, ઘેર જઇને સાસરિયાંને કહેજો કે જેટલી વસ્તુ જોઇએ તેટલીની યાદી કરીને મને મોકલાવે. કોઇ પન માનસને પહેરામનીમાં ભૂલશો નહિ..જાઓ, બેટા !” પિતાનો સંદેશો કુંવરબાઇએ જ્યારે સાસુને કહ્યો ત્યારે એને મુખ મરડીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો :”નાહકની શા માટે એવી માથાફોદ કરવી? મહેતાજીથી તે શું અપાવાનું છે? એના ઢંગ જ જુઓને આપે એવા !” પણ પાસે કુંવરબાઈનાં વડસાસુ-સાસુંના સાસુ- બેઠા હતા. એણે કટાક્ષથી પોતાની વહુને- કુંવરબાઈની સાસુને- કહ્યું “ અરે, વડે વહુ!..

 તમે તો કંઈ જાણતા જ નથી !

મહેતા તો વૈષ્ણવજન છે.

 અરે બાઈ! જેને શામળિયા સાથે

સ્નેહ હોય તેને શી ખોટ હોય ?

તમતમારે મનગમતી પહેરામણી માંગો; બધુંયે મળશે” પછી એ બોલ્યાં, “ વડી વહુવર! જોયાં શું કરો છો ?… કુંવરબાઈને આપો કગળ અને લખાવો હું જે કહું તે! નરસિંહ મહેતા જેવો વેવાઈ આપણે આંગણે આવ્યો છે – અને આપણ કોડ નહિ પુરય એમ ?… લખો હું લખાવું તે, કુંવરવહુ !” મહેતે મસ્તક મુક્યો હાથ,

 “મોસાળું કરશે શ્રીનાથ.

 પહેરામણે કરવી જેટલી,

 આસામી લખી લાવો તેટલી.

 લખ્જો સાંસરીયાં સમસ્ત,

વિસારશો મા એકે વસ્ત”

વચન મહેતાજીનાં સુણી કુંવરબાએ ગઈ સાસુ ભણી-

મારા પિતાએ મોકલી હુંય,

 લખો કાગળમાં જોઈએ શુંય”

 મુખ મરડીને બોલી સાસુ,

“ શો કગળ ચીતરવો ફાંસુ ?

 છબમાં તુલસીદળ મુકશે,

 ઉભો રહીને શંખ ફુંકશે !”

વડસાસું ઘણું ભારે માણસ, બોલ્યાં પરમ વચન :

”વડી વહુવર, તમે કાઈ ન જાણો,

મહેતો વૈષ્વજન; જેને સ્નેહ શમળિયા સાથે,

 તેને શાની ખોટ ? પહેરામણી મનગમતી માંગો,

કરો નાગરી ગોઠ,

 કુંવરવહુને કાગળ આપો,

લખો લખાવું જેમ;

રુડો વેવાઈ આંગણે આવે, કોડ ન પહોંચે કેમ ? ”

 લખો પાંચ શેર કકું જોઈએ,

શ્રીફળ લખો સેં સાત;

 વીસ મણ વાંકડિયાં ફોફળ,

 મળશે મોટી નાત.

 લખો પછેડી પંદર કોડી,

પટોળા પચાસ;

ધોતિયાં બ્રાહ્મણને જોઈએ, લખો કોડી ત્રીસ.

 બે કોડી જરકસની સાડી,

રેશમની કોડી બાર; સાદી સાડી

લખો ત્રણસેં, છયલ લખો સેં ચાર.

હજાર બારસેં લખો કાપડં

, લોક કરે બહુ આશ,

સોળસેં લખો શેલાં સાળુ,

 તેલ પાનનો શો આંક?

આશરા પડતું અમે લખાવ્યું,

બાપ તમારો રાંક;

સહસ્ત્ર મહોર સોનાને રોકડી,

કહેતાં પામું ક્ષોભ;

અમો ઘરડાંએ ધર્મ લખાવ્યું ન ઘટે ઝાઝો લોભ;

 એ લખ્યાંથી અદકું કરો,

 તો તમારા ઘરની લાજ.”

તવ મુખ મરડી નણદી બોલી,

 “ સિધ્ધ થયાં સહુ કાજ. ભારે મોટા બે પહાણ

લખોને જે મહેતાથી અપાય!”

અને આમ હૈયું થથરી જાય એવી યાદી કુંવરબાઈની વડસાસુએ લખાવી. પછી એ બોલ્યાં, ”આપને તો ઘરડાં કહેવાઇએ. જે સાચું છે તે લખાવ્યું.વલી તમારો બાપ તો, કુંવરવહુ, ગરીબ માનસ !… એને આનાથી વધારે શું લખાવાય? આટલાથી વધારે પહેરામની જો કરશો, તો તમારી લાજ વધશે.” એટલે નણદી મોઢું મરદીને તિરસ્કારથી બોલી, “હા, દાદીમા ! હવે આપનાં બધાંયે કાજ, બધાયે કોડ પૂરાં થવાનાં !” પછી એ રોશથી બોલી, “એનાં કરતાં તો બે મોટા પથરાયે સાથે સાથે લખાવી દો ને કે મહેતાથી અપાય  “છાની રહે, છોકરી !” ડોસીએ કટાક્ષથી કહ્યું, “બૂમાબૂમ શાની કરે છે? મહેતાએ કહ્યું તેથી આટલું લખાવ્યું. એમાં લખવામાં આપણું શું જાય છે?” પહેરામણીની યાદીનો કાગળ લઇને કુંવરબાઇ તો ધ્રૂજતી ધ્રૂજતી પિતા પાસે ગઇ.”હાય હાય !ડોસીએ તો ડાટ વાળ્યો. વડસાસુ મારી ખરેખરી વેરણ થઇ !” એમ મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી મહેતા પાસે જઇને એને કહ્યું,”પિતાજી ! હવે શું થશે?…. લખેશ્રીથીએ પૂરું ન પડે, એવું વડસાસુએ લખાવ્યું છે. અરેરે, હવે મારું શું થશે? તમારા જેવા સાધુજનને દુ:ખ દેવા જ જાણે મને સીમંત આવ્યું છે, પિતાજી !” કહી કુંવરબાઇ રડી પડી. “ડોસીએ તો હજાર સોનામહોરો માગી છે. અને… અને કપડાંલત્તંનો તો કોઇ પાર જ નથી ! પિતાજી, તમે પાછા જતા રહો, અહીં રહેશો તો રહીસહી ઇજ્જત પણ જતી રહેશે.” “ના, દીકરી, ના !’ મહેતાજીએ કુંવરબાઇને આશ્વાસન આપતાં કહ્યું.”તું એમાં ગભરાય છે શા માટે? સારું થયુ6 ડોસીએ આટલું બધું લખાવ્યું તે ! રડ નહિ, બેટા ! મારો શામળિયો બધું પૂરું પાડશે. એને ત્યાં શી ખોટ છે?” પછી એ ખૂબ શ્રધ્ધાથી બોલ્યા, “ઘેર જા, બેટા ! ભગવાન પર વિશ્વાસ રાખજે. અને જો શ્રીહરિ આપણને સહાય નહિ કરે, તોએનો ઉપહાસ થશે- એમાં આપણું શું જશે/ દ્રૌપદીનાં નવસો ને નવ્વાણું પટકૂળ એણે જ અણીને વખતે પૂરાં પાડ્યાં હતાં ને ? એવો મારો નાથ આપની વહારે નહિ આવે?…. અને બેટા, તું તો વૈષ્ણ ભક્તની દીકરી છે.હૈયામાં ધરપત રાખો. ત્રિભુવનને પાલનારો આપનનેયે તારશે.” પિતાની વાણી સાંભળીને કુંવરબાઇને પણ વિશ્વાસ આવ્યો કે ભગવાન જરૂર ભક્તની લાજ રાખશે અને ત્યાંથી વહેલી વહેલી એ શ્રધ્ધાભર્યા હૈયે પોતાને ઘેર ગઇ. ************************************************************ મંડપમાં સમસ્ત નાગર ન્યાતનાં નરનારીઓ એકઠાં થયાં છે. પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે. સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શનગાર ધારણ કરીને આવી છે. ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાળ પકદીને હરિગુન ગાતા ગાતા આવ્યા. સાથે એમનાં વેરાગીઓ ને વેરાગનો પન છાપાં, તિલક અને તુલસીમાળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઇ રહ્યા છે. મહેતાજીએ ગદ્ ગદ કંઠે ગાવા માંડ્યું: “ હે નંદકુમાર ! તું મારી સહાય કરજે. હે પ્રભુ ! કુંવરબાઇ તો તારી પુત્રી છે. એ તારે આશરે છે. મારા જેવા દીનહીન અને દુર્બળથી સો અર્થ સરે તેમ છે, કૃપાનાથ ? બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી. હવે વેળા વીતી જાય તે પહેલાં આવો, નાથ !…. અને હવે નહિ આવો, હે સુંદરશ્યામ, એમાં મારી નહિ, તમારી લાજ જવાની છે ! “ (સામેરી)

વીતી રજની કીર્તન કરતાં થયો પ્રાત:કાળ રે;

 કુંવરબાઇ આવ્યાં પિતા પાસે,

“હવે મોસાળાની કરો ચાલ રે.”

મહેતાજી કહે, “પુત્રી મારી, જઇ નાતને તેડાં કરો;

વિશ્વાસ આણી મંડપ માંહી છાબ ઠાલી જઇ ધરો.

સમસ્ત નાત નાગર તણી તેડો સહકુટુંબ રે ;

છે વાર નાત મળે એટલી,

નથી મોસાળાનો વિલંબ રે.”

કુંવરબાઇ કહે, “તાતજી, મને કેમ આવે વિશ્વાસ રે?”

ઠાલી છાબ હું કેમ ધરું ?

થાય લોકમાં ઉપહાસ રે.”

મહેતાજી કહે, પુત્રી મારી, , છો વૈષ્ણવની દીકરી;

તારે મારે ચિંતા શાની/ મોસાળું કરશે શ્રીહરિ.”

મર્મ-વચન સુની તાતનું, સાસુ પાસે ગઇ વહુ

”મારો પિતા મોસાળું કરે છે, સગાં મિત્ર તેદો સહુ.”

 ખોખલે પંડ્યે તેડાં કીધાં, મલ્યું આખું ગામ રે.

મંડપમાં મહેતાજી આવ્યા, હાથ રહી છે તાળ રે.

 (મારુ)

મહેતે વજાડ્યો શંખ,

સમર્યા વનમાળી;

લાગી હસવા ચારે વર્ણ,

 માંહોમાંહે દે તાળી:

“જુઓ મોસાળાના ઢંગ વેવાઇએ માંડ્યાં !

”જુઓ છાપાં, તિલક ને તાળ,

 જુઓ તુલસીમાળા;

નરસૈંયો કરશે નૃત્ય,

 ગાશે ટોપીવાળા !”

જોવા મળી નાગરી નાત,

બહુ ટોળેટોળાં;

કરે મુખ મરડીને વાત,

“આપશે ઘરચોળાં !”

બહુ નાની મોટી નાર મંડપમાં મળી,

કરે વાંકી છાની વાત સાકરપેં ગળી

. 1000/23:19 1000/01.58

સજ્યા સોળ શણગાર, ચરળાં ને ચોળી;

 જોબનમદ-ભરે નાર કરે બહુ ઠંઠોળી.

માળા મોતીહાર ઉર પર લળકે છે;

 જડાવ ચૂડલો હાથ, કંકણ ખલકે છે.

કોને શીશફૂલ રાખડી ચાક, ભમરી ભાલે છે;

કો મસ્તક ઓરાડે ચીર, શણગટ વાળે છે

. કોઇ છૂટે અંબોડે નાર, વેણી લાંબી છે;

કોને ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી છે.

 કોએ નાનાં તિલક રસાળ ભાલે કીધાં છે;

કોએ રમાડવા સરખાં બાળ કેડે લીધાં છે.

 કોઇ જોવા ઠાલી છાબ, અબળા ઊઠે છે;

 કોઇ વહુઆરુ લજ્જાળ નણદી પૂંઠે છે.

કો શીખવી બોલાવે બાલ, વારી રાખે છે;

 કો વાંકાબોલી નાર વાંકું ભાખે છે:

 ”બાઇ, કુંવરવહુનો બાપ કરશે મામેરું;

હું તો લઇશ પટોળી શ્રીકાર—સાડી નહીં પહેરું.”

વાંકાબોલા વિપ્ર બોલે ઉપહાસે,

 ”મૂકો છાબમાં પહાણ, વાયે ઉડી જાશે.”

મૂક્યો દીકરીએ નિશ્વાસ, આવી પિતા પાસે.

મહેતે કીધી સાન: “રહેજે વિશ્વાસે.”

1126/02:17 અને ભક્તની ભીડ જાનીને ભગવાન એની વહારે ધાયા. એમણે કોઇ મોટા વણિક વેપારીનું રૂપ ધારન કર્યું. લક્ષ્મીજી શેઠાણી થયાં. સાથે નંદ,સુનંદ અને ગરુડે પન વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાંસડીઓ ઊંચકી લીધી. પછી, સોનેરૂપે ઘડાવેલી અને હીરામોતીએ જદાવેલી વહેલમાં બેસીને દેવોનાયે દેવ ભગવાન શ્રીકૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા. ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઊભો રહ્યો. બધાં અંદરથી ઊતર્યા. આખી નાગરી ન્યાત આંખો ફાડીને એમને જોઇ રહી. પછી તો પ્રભુ ધીરગંભીર ચાલે મંદ મન્દ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા. ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેશે ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા.એમણે માથે સુંદર પાઘડી બાંધી છે. વસ્ત્રો ઉપર કેસરના છાંટણાં કરેલાં છે. કાને હીરાજડિત કુંડળો લટકી રહ્યા છે….અરે, કાને એક લેખણ પણ છટાથી ખોસેલી છે ! અને નામ? … પ્રભુએ પોતાનું નામ દામોદર દોશી રાખ્યું છે. બંને હાથે, માલિમુક્તાથી ઝળકારા મારતી વીંટીઓવાળી આંગળીઓ વડે, એમણે ખેસના છેડા પકડ્યા છે. અને હળવે હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા. —પાછળ રૂપરૂપ્નાં અંબાર સમાં લક્ષ્મ્ઈજી—‘કમળા શેઠાણી’ જ તો ! –ચાલતાં હતાં. આખી સભા એમને જોઇને અવા થઇ ગઇ. આવું રૂપ !… આવું તેજ !… આવા શણગાર !…. આવી ચાલ !…. જન્મારામાં કોઇએ જોયાં નહોતાં. 1311/02:44 દાસદાસીઓથી વીંટળાઇને બંને જણને પોતાની સામે આવતાં જોઇને મહેતાજી તો સમજી ગયા. ભગવાનને ઓળખતાં ભક્તને શી વાર લાગે? અને ઊભા થઇને એ ભેટી પડ્યા. ભેટતાં ભેટતાં ભગવાને નરસિંહને કહ્યું, “જોજો, હં ! મારું નામ ન કહી દેશો !…. હવે તમારે જે આપવું હોય તે માંદો આપવા …. અને કરો કુંવરબાઇના કોડ પૂરા !” પછી હરિએ કમળાને કહ્યું, “જાઓ, શેઠાણી ! કુંવરબાઇને મળો અને એનાં બધાં જ દુ:ખ કાપો.” ”શેઠાણી’ કુંવરબાઇ પાસે ગયાં અને પ્રેમથી હૈયે ચાંપીને બોલ્યાં, “આમ આંસુ ભરીએ નહિ, મારી મીઠી !…..ક્યાં છે તારાં સાસુ ?” કુંવરબાઇ એમને પોતાની સાસુ પાસે લઇ ગઇ . કમળા શેઠાણીનું અપરંપાર દૈવી સૌંદર્ય નીરખીને આસપાસ ઊભેલી અનેક રૂપગર્વિતા નાગર સુંદરીઓનો અહંકાર ગળી ગયો. સાસુએ નમ્રસાદે એમને પૂછ્યું, “મહેતાજી સાથે તમારે શું સગપણ, શેઠાણીજી ?” જવાબમાં કોયલ જેવા મધુર સ્વરે શેટઃઆણી બોલ્યાં, “વેવાણ ! તમે અમને ન ઓળખ્યાં શું? તમે બ્રાહ્મણ અને અમે વાણિયા !… અમારે તો નરસિંહ મહેતાની ભારે ઓથ છે. એમનું ધન લઇને વેપાર ચલાવીએ છીએ.” પછી જરા હસીને એમણે કહ્યું, “મહેતાજીએ જેટ્લાં વસ્ત્રો લખાવ્યાં હતાં એ બધાં જ લાવ્યાં છીએ. અમે તો અહીં મોસાળું કરવા આવ્યાં છીએ, વેવાણ !” 1492/03:03

 (મારુ)

ભક્ત નરસૈયાનું દુ:ખ જાણી રે,

ઊઠી ધાયા પુરુષ પુરાણી રે;

થયા શેઠ તે સારંગપાનિ રે,

સાથે લક્ષ્મી થયાં શેઠાણી રે.

 ખટ દર્શને ખોળ્યો ન લાધે રે,

 જેને ઊમિયાવર આરાધે રે;

ન જદે ધ્યાને, દાને, બહુ જાગે રે

, તે હીંડે છે અણવાણે પાગે રે;

ચૌદ લોક તણો મહારાજ રે,

મહેતા માટે થયા બજાજ રે.

વાગો શોભે કેસર ચાંટે રે,

બાંધી પાઘડી અવળે આંટે રે;

કાને કુંડળ હીરે જડિયાં રે,

નેત્ર પ્રલંબ શ્રવણે અડિયાં રે;

એક લેખણ કાને ખોસી રે,

ધર્યું નામ દામોદર દોશી રે;

ઝીણા જામા ને પટકા ભરે રે,–

હરિ હળવે હળવે પધારે રે.

પ્રભુ પૂંઠે કમળા રાણી રે,

સભા મોહી જોઇ શેઠાની રે;

ઊતર્યા નાગરેનાં અભિમાન રે,

 જાણે ઊગ્યા શશિયર ભાણ રે.

વેવન કમળાને એમ પૂછે રે.

 “મહેતા સાથે સગપન શું છે રે?”

કોકિલા-સ્વરે અમૃતવાણી રે,

 તવ હસીને બોલ્યાં શેઠાણી રે:

 ”વેવાન, તમો એ શું નવ જાણિયાં રે,

તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે? 1

637/03:15

વેપાર દોશીનો, ઘેર કોઠી રે,

 અમારે ઓથ નરસૈંયાની મોટી રે:

અમો ધન મહેતાજીનું લીજે રે,

વેપાર કાપડનો કીજે રે. અમો

આવ્યાં મોસાળું કરવ રે—

ઠાલી છાબ સોનૈયે ભરવા રે.

1667/03:16

મહેતે જેજે વસ્ત્ર મંગાવ્યા રે,

 અમો લખ્યા પ્રમાણે લાવ્યાં રે.”

આ બાજુ દયાનિધાન પ્રભુ પોતે

 શ્રીરંગ મહેતાને ભાવપૂર્વક ભેટ્યા.

પછે એમણે નરસિંહ ભક્ત તરફ ફરીને મુખ મલકાવી કહ્યું, “મહેતાજી ! હવે પહેરામની શરૂ કરો. કોઇ રહી ન જાય એ જોજો !…. અને મારા સરખા તમારા વાનોતરને યોગ્ય બીજું જે કંઇ કામ હોય તે કહો !” એ સાંભલીને નરસિંહ મહેતાએ કુંવરબાઇને તેડાવી : ‘જુઓ, બેટા ! શામળિયાએ છાબ સોનૈયાથી ભરી દીધી છે. હવે આખીયે નાગરી નાતને પહેરામણી કરવી છે. ફરીથી આવો અવસર અવવાનો નથી. જાઓ, દીકરી ! તમારાં સાસુજીને કહો કે બધાં તૈયાર થાય !” કુંવરબાઇ તો હર્ષથી નાચતા હૈયે સાસુજી પાસે ગઇ. આજે તેના આનંદનો પાર નહોતો. આજે તેના ગર્વનો પાર નહોતો. એના નિર્ધન ભક્ત પિતા, કોઇએ ક્યારેય ન કરી હોય એવી પહેરામણી કરવા બેઠા હતા. “સાસુજી !” એ બોલી, “જુઓ, પેલી છાબ ! જેત્લી જોઇએ તેટલી પહેરામણી માગી લેજો !…. અરે, લખ્યાથી પણ વધારે જોઇએ તો તેય માગજો…!” 03:41/1816 અને પછી તો કુટુંબનાં ગોર-ગોરાણી, કુંવરબાઇનાં સાસુ-સસરા, વર, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, નણદી વગેરેને સંતોષ થાય એટલું સુવર્ણ તથા વસ્ત્રાલંકારો આપવામાં આવ્યાં. છાબની પાસે બેઠા બેઠા ભગવાન મોટી મોટી ગાંસડીઓમાંથી જાતજાતનાં ને ભાત્ભાતનાં વસ્ત્રો સૌને વહેંચવા માંડ્યા. કોઇને મુગટા, કોઇને પીતાંબર, કોઇને જરકસી જામા, કોઇને પછેડી… ! જ્યાં કરુણાસિંધુ ભગવાન સ્વયં કૃપાનો વરસાદ વરસાવે, ત્યાં શી મણા રહે? અને ઘરેણાંય પાર વિનાનાં વહેંચવામાં આવ્યાં. બાજુબંધ બેરખા, વેઢ, વીંતીઓ; માળા, માદળિયાં , કંદોરા ને કંઠી, પહોંચી ને સાંકળી, કનકનાં કડાં, કુંડળ…! ભ્ગવાને સૌને ખોબે ખોબે આપ્યું. પછે આવ્યો સ્ત્રીઓનો વારો… ગજિયાણી સાડી, સાળુ, છાયલ, છીંત, પટોળાં, ઘાટદીઓ. ઘરચોલાં, મહ્સ્રૂના કમખા, પાટ, પીતાંબર, અતલસ, અંબર, જરકસી સાડી, ઓઢણીઓ…! નાગર નારીએ ક્યારેય ન જોયાં હોય એવાં વસ્ત્રોની ત્યાં લૂંટ મચી રહી.વીંટી, ગળૂબંધ, ભમરી, શીશફૂલ, માળા…. આભૂષણો પન પાર વિનાનાં વહેંચવામાં આવ્યાં. દરેક સ્ત્રી અને પુરુષને પોતપોતાની મનગમતી વસ્તુઓ મળી. દરેક જણ મહેતાજીનાં વખાણ કરવા લાગ્યું. આખી નાગરી ન્યાત જ નહિ, પડોશીઓ અને પરન્યાતીલાઓને—અરે, દરેક ઘરના નોકર ચાકરને પન- જે જે જોઇતું હ્તું તે બધું મહેતાજીની પહેરામણીમાં થી મળ્યું…. અને કુંવરવહુના કોડ પૂરા થયા. એનું ભવનું મહેણું ભાંગ્યું. 03:59/1990 પ્રભુએ આમ પોતાના ભક્તની લાજ રાખી, એની શાખ વધારી. કોને મુગટા, કોને પીતાંબર, કોને શેલાં શનિયાં જી; વસ્ત્ર તણો વરસાદ વરશ્યો, જ્યાં દોશી કરુણાસિંધુ જી ! બાજુબંધ બેરખા અતિસુંદર, વેઢ, વીંટીઓ, છાપ જી; કોને કંદર ને કંઠી, પહોંચી, કોને સાંક્ળી માળ જી; કનક-કડાં ને કાને કુંડળ જડાવ ઝાકઝમાલ જી: પહેરામણી પુરુષોને કીધી, તેડ્યો અબળા-સાથ જી. ગંગાવહુને ગજિયાણી સાદી, સુંદરવહુને સાળુ જી; ગોરે અંગે સુંદર શોભે માંહે કાપડું કાલું જી; છબીલીવહુને છાયલ ભારે, ભાત તે રાતી ધોળી જી; શ્યામકુંવરને સોનેરી સાળુ, ગુણકુંવરને ઘરચોલું જી; લક્ષ્મીવહુને, લાછાવહુને, લાલવહુને પટોળું જી. છાબની પાસે છબીલો બેઠા, જે જોઇએ તે કાઢે જી; અતલસ પાંચપટા નવરંગી, આભૂષણ અપારજી: જડાવ-વીંતી સુંદર શોભે, તેજ તણો નહીં પાર જી. 04:11/2101 કોને અકોટી, કોને ત્રોટી, ગળુબંધ બહુમૂલ જી; કોને ભમરી, કોને સેંથો, ત્રસેંથિયાં શીશફૂલ જી. પન હજુયે પેલી યાદીમાંથી કાંઇક બાકી રહેતું હતું… ફેરામનીની આખી યાદી ઉતરાવ્યા પછી નણદીના વચન પ્રમાને એમાં બે પથરાઓ મૂકવાનું પન લખ્યું હતું… અને જતાં પહેલાં, અંતરધાન થતાં પહેલાં, ભગવાન એ પા’ના મૂકવાનું પણ ભૂલ્યા નહોતા. પન… એ બે પા’ના નક્ક્ર સુવર્ણના હતા ! સૌ વિસ્મય પામીને જ્યાં પેલાં ‘શેઠ-શેઠાણી’ હતાં ત્યાં જોઇ રહ્યાં. પન પોતાનું કાર્ય પૂરું કરીને એ તો જોતજોતામા6 અદૃશ્ય થઇ ગયાં હતાં. અંતે મહેતાજીએ હાથ જોડી સૌની ભાવપૂર્વક વિદાય માગી. અને પોતે આણેલી પેલી વહેલમાં કુંવરબાઇને બેસાદી વેરાગી—વેરાગણોના સંઘ સાથે એ જૂનાગઢ જવા વિદાય થયા. જયશ્રીકૃષ્ણ! 04:24/2207

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
12 comments on “કુંવરબાઇ નું મામેરું – પ્રેમાનંદ
  1. atuljaniagantuk કહે છે:

    જયશ્રીકૃષ્ણ

  2. "માનવ" કહે છે:

    કુંવર બાઈનું મામેરું..

    અરે ભાઈ મઝા પડી ગઈ

  3. pragnaju કહે છે:

    ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઇના વિવાહ વખતે એમનું મામેરું કરવા માટે કોઇ જ ન આવતાં ખુદ શ્રીકૃષ્ણ ભગવાન શેઠ સગાળશા બની આવ્યા હતા, અને એમણે ધામધૂમથી મામેરું કર્યું હતું. આ ઘટનાને વર્ણવતી પદ્ય રચના નરસિંહ મહેતાએ જાતે લખી હતી. આ આત્મકથાનક પ્રકારની પ્રસિદ્ધ પદ્ય રચના એટલે કુંવરબાઇનું મામેરું.

    જયશ્રીકૃષ્ણ!

  4. nilam doshi કહે છે:

    માણવાની મજા આવી.. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઇ…

    આ નરસિંહ મહેતાનું લખેલું છે..મારા ખ્યાલ મુજબ..
    કવિ પ્રેમાનંદે પણ કુવરબાઇનું મામેરૂ આખ્યાન કાવ્ય લખેલું છે.. એ મળી શકે ?

  5. nilam doshi કહે છે:

    ke pachi a j premanad nu che ? dont know..

    • Gopal Parekh કહે છે:

      આ રચના પ્રેમાનંદની જ છે, આખ્યાન-કથા શ્રી.રમેશ જાનીએ લખી છે, ને લોકમિલાપે ખિસાપોથી સ્વરૂપે પ્રકટ કરી છે, નરસિંહ મહેતાએ લખ્યાનું મારી જાણમાં નથી, છતાંપણ વિદ્વાનોને પૂછીને તમને જણાવીશ.
      ગોપાલના જયશ્રીકૃષ્ણ+જય જિનેન્દ્ર

  6. ઘનશ્યામ હંસાબેન લવજીભાઈ સવાણી (નવા નાવડા) કહે છે:

    રડાવી જાય છે..
    ખૂબ જ સુંદર રચના.

  7. એ. બી. સોલંકી કહે છે:

    કુંવરબાઈ ના પતિ નું નામ શું છે??

  8. મહેશ રબારી કહે છે:

    કુંવરબાઇ ના મામેરામાં શ્રીકૃષ્ણ પાસે નરસિંહ મહેતાએ શું ગીરવે મુક્યું હતું .??

  9. Naina કહે છે:

    ખરેખર ખૂબ જ સરસ રીતે વ્યક્ત કરી છે કવિતા. તમે જે રીતે આપણી ભાષા ને આગળ વધારવાનુ કામ કરો છો, તે ખૂબ સરાહનીય છે.

Leave a comment

વાચકગણ
  • 776,416 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો