અ.આનંદ ફેબ્રુઆરી,2023 પાનું:37
મહેબૂબ એ. સૈયદ(બાબા)
ક્યાંય સુધી એની જીતના નારા તેના કાનમાં ગૂંજતા રહ્યા. વાતની જમાવટ વચ્ચે દરવાજે ટકોરા પડ્યા. જોયું તો રોડનો કોંટ્રાકટર ..! તેનામાં ઘૂંટાતી ધારણા આજે વધુ પાકી થઈ . ગામ આખાની નસ પારખી ગયેલો આંતરિક કોઠાસૂઝ ધરાવતો પાક્કો ખેલાડી. ચારેકોરથી ફસાયેલા ફંદાને ગંદા કાવતરાં ઓને સિફતપૂર્વક પાર કરી બહુમતથી વિજયી થઈ પોતાની જીદ પૂરી કરીને જ રાહતનો દમ લીધો. પૂરા ખુલ્લા મેદાનમાં એ પોતે જ અઠંગ ખેલાડી ને પોતે જ અઠંગ ખેલાડી ને પોતે જ એક વિજેતા હતો.
‘બોલો.. કામમાં કોઈ અડચણ તો નથીને? ‘
‘ના..ના..જરાય નહીં, આ તો આપના હિસ્સે આવતી રકમનું કવર આપવાજ…’
ત્યાં જ એ તાડૂક્યો: ‘ગામ આખાયે મારામાં વિશ્વાસ પર કૂતરા મૂતરાવવા નથી. આજ પછી આવું કામ લઈને ભૂલથીયે મારા.. આ રકમ ગામના કામકાજમાં વાપરી વધુ સારું કામ થાય એમ.. ને જો એમાં ખૂટે તો આવીને મારા…’
કોંટરાકટૅર ના ગયા પછી ક્યાંય સુધી તેના મનમાં જીતના નારા પડ્ઘાતા જ રહ્યા.
Leave a comment