આસો વદ છઠ 2063 ને બુધવાર તા.31 ઓક્ટોબર 2007(સરદાર જયંતિ) ભાણી—ઇંદુલાલ ગાંધી(‘ગોરસ’માંથી) દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી. માથે હતું કાળી રાતનું ધાબું, માગી ત્રાગી કર્યો એકઠો સાબુ; કોડી વિનાની હું કેટલે આંબુ? રુદિયામાં એમ રડતી છાની, ભાદરમાં…