લોકોના અનેક પ્રકારના શોખ હોય છે. ઘણા માટે શોખ એ આનંદપ્રમોદ અને મનગમતી પ્રવૃત્તિઓ કરવાનું સાધન માત્ર છે તો ઘણા માટે એ પોતાને ગમતી કળાનું સેવન, અને સેવા કરવાનો અવસર છે. સેવાનિવૃત્ત હોવા છતાં સાહિત્ય સેવામાંથી કદી નિવૃત્ત ન થવાય એ હેતુ થી આ બ્લોગ બનાવ્યો છે. ગમતાનો ગુલાલ કરવો અને જાણકારીનું આદાન પ્રદાન કરવું એ મૂળ ઉદ્દેશ્ય. આપના પ્રતિભાવો અને પ્રતિક્રિયાઓ ગમશે.
વિશ્વભરમાં ફેલાયેલા અને મહદ અંશે જેમને જાણતા ન હોઇએ તેવા ગુજરાતી જાણનારાઓ સાથે વિચારોને માતૃભાષામાં વહેંચવા માટે બ્લોગીંગ આશિર્વાદ સમાન છે. એન્ટર અને એસકેપ વચ્ચેની આ દુનિયામાં પગ મૂક્યા પછી મન વિચારે અને આંગળીઓ કી બોર્ડ પર તેને અનુસરે .. શબ્દો બે ‘જણ’ ને ઓળખાણ કરાવે .. અને વિચાર વિનિમયનો પ્રારંભ થાય. મારા બ્લોગ – ‘અંતરના ઉંડાણમાંથી’ અને મારી વેબસાઇટની મુલાકાત લેવા આમંત્રણ છે.
Gopalkaka, excellent collection. I am so sorry that I came to know this blog after a long time.
પૂજ્ય કાકા , આપના બ્લોગ પર બધા લેખો વાંચવાનો આનંદ મળે છે …માતૃભાષા આપણા સહુનાં સંમેલનનું માધ્યમ બની છે .. આપના ઉત્તમ સંગ્રહ માટે અભિનંદન …!
નજીવી વાતમાથી આપના બ્લોગની મુલાકાત થઈ, ગુજરાતીની સેવા કરતા રહેશો તો મારા જેવા જીજ્ઞાસુઓ એ પ્સાદી માણતા રહે એ આશા.
કાંતિલાલ પરમાર
હીચીન
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
નેટ જગતમાં ઉમળકાભર્યું સ્વાગત.
Are you Trupti’s father?
yes, Trupti gandhi is my daughter. will u pl introduce yrself? thanks
gopal
hi
52ltd8u5m2ykbujs
good luck
hi
52ltd8u5m2ykbujs
good luck
શ્રી ગોપાલભાઈ,
તમારો બ્લોગ મારા પ્રિય બ્લોગમાંનો એક છે.
આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવા વિનંતિ છે.
-માવજીભાઈના પ્રણામ
hamanaa ghanaa vakhatthee aapane malyaa nthee, blog vaachataa hasho,koment lakho to game.
gopal
kem chho? hamanaa ghanaa vkhatathee tamaaraa samaachaara nathee, mail karavaa namr vinananti
ગમતાનો ગુલાલ કરવાના કાર્યમાં આપનું હૃદયથી સ્વાગત છે.
Nice blog…Good work for Gujarati..keep it up..all the best
Dilip
Very Nice blog & very hard work.
ખુબ જ મહેનત કરો છો તમે, તે તમારા બ્લોગ પરથી જણાય છે.
અભિનંદન!!
KHUBAJ SUNDER COLLECTION
khubaj saru kaam karo cho. maja padi gai……
aabhar
ઘનુ સરસ. મજા પડી.
aabhar gaganbhai
Gopalkaka,
Congratulations for creating an interesting blog.
I will appreciate if you send me your email address.
Regards.
Vijay
my email: ghparekh414@gmail.com
તમે કાલે જે આશિષ આપ્યાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વડીલ.તમારો બ્લોગ ખૂબ જ સરસ છે.પછી નિરાંતે આંટૉ મારવાનું વચન.
-સ્નેહા-અક્ષિતારક
blognaa vakhaan badal aabhaar, kharekhar hu ene laayaka nathee.neejaanand maate aa pravrutti karu chhu.
માણસ ક્યારેય નીર્વુત થતો નથી
તે હંમેશા પોતાના કર્મ કર્યા રાખે છે
nijanand saathe saathe beejaanand thaay to e aanandnee j vaat chhe ne !
Gopalbhai…May be 1st time on your Blog…Nice ! Welcome to GUJARATI WEBJAGAT !
Wishing you ALL THE BEST on this Day of RAM-NAVMI !
Happy Ram-Navmi to YOU , your FAMILY & your READERS !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar soon !
aabhar doctor saheb,i reciprocate yr flngs,thanx again,will be mtng frequently thru net,
aavjo
gopal
આપના ગુજરાતી બ્લોગપીડિયા-ગુજરાતી બ્લોગ એગ્રીગેટર
બ્લોગને સાથે જોડવામાં આવેલ છે. આપ મુલાકાત લેશો. આભાર .લીંક
http://rupen007.feedcluster.com/
તમારા બ્લોગ ગમ્યા. ઘણું સરસ લખો છો તમે
aabhaar bhaitamaaro,tamaaraajevaa pith thaabde te bounvita nu kaama kare,amaaraa jevaanee pravriti maa jom puraay, fareethee tamaaraa jevaa sauno aabhaar.
આપના લેખ લગભગ નિયમિત રીતે વાંચુ છું. આનંદ આવે છે.
aabhaar, meera naa ek bhajan baabat tamne mail karyaa chhe, javaabaapavaa namr vinanti
gopal
પૂ. ગોપાલકાકા, વંદન..આપની નિષ્ઠાને સલામ..નિવૃત નોકરીમાંથી થવાય…સાહિત્ય કે કોઇ પણ સારા કાર્યમાંથી નહીં જ…
અભિનંદન…ગમતાનો ગુલાલ કરવા બદલ…
Shri Gopalbhai,
Very late to come across this wonderful sight, but now will look forward everyday for something more exiting and interesting..
Thanks and wish U all the best
kaushik patel
શ્રી ગોપાલભાઈ.
આપના બ્લોગમાં આજે લટાર મારી. સુંદર અતિસુંદર .
અભિનંદન. ખુબ સરસ.
સ્વપ્ન જેસરવાકર, ( ગોવિંદ પટેલ )
bahuj sundar che apritim
‘સેવાનિવૃત્ત હોવા છતાં સાહિત્ય સેવામાંથી કદી નિવૃત્ત ન થવાય એ હેતુ થી આ બ્લોગ બનાવ્યો છે’
‘નિવૃત્ત’ શબ્દ ને ‘નિવૃતી’ આપવાની આપની ‘અનોખી રીત’ ને નમન!
I am form baroda,gujarat.I came to know about this site from tahuko.com….i liked it very much…I would like to post one of my poems here…can you plz help me in this?it would be so kind of you to do this for me…
Jai Shree Krishna.
kirti chauhan.
pl mail me yr poem ghparekh414@gmail.com
let me first read the poem.
thankks for the interest u hv shown
gopal
TAMARI YATRA SUKHAD BANO EVI PRABHU PRARTHANA !
please send me shruti font that can help me to read the document in ms word to save it etc
gopalbhai, you have done a great job in gujarati sahitya, please keep this connection vibrant with your old but new articles, poems and all other collections
aabhar mrudulaben,
gopal
સુંદર બ્લોગ મજા પડી ગોપાલભાઈ.
મારો બ્લોગ પણ બનાવા જઈ રહ્યો છું પાઈપલાઈન માં છે.
http://www.gujaratvisit.wordpress.com
Dear Uncle,
Many years I was with you but never get chance to read your blogs nd visit your website…..But today when I saw and read all …I feel very happy for you…
All thoughts, write ups and the great coments you are getting are very excellent and sothing.
I pray god for your long & healthy life…
SHAT SHAT PRANAM TO YOU WHO ARE AND WIL ALWAYS BE A FATHER FIGURE TO ME…
Mis you uncle.
Regards & Love
Ashwini
thanks a lot for your feelings.
kaka
bhaio ane baheno mare chankyneeti sastra pustak joye chhe mane kya thi madi sake te janav so
tamaro khub kub aabhar
your work is a good one &interesting It shows how great is our mothertongue keep it up dr. rajnikantpatel
Gopalbhai,
This is very good blog, I came across today…very late. I also started my blog after retirement. I had very little knowledge of computer when I started my blog. Now also I have some problems but it is going on to pass the time. My blog is not only in Gujarati but English also. You can enjoy 1 hour continues Bhajans,Sloks,Mantra,old Gujarati songs,for Jain friends 2.75 hours continues navalakshn and navakar mantra,power point shows in Gujarati,all countries news papers and lot more
With warm regards
Vipul Desai
aabhaar vipulbhai, tamaaro blog paN joish
aabhaar vipulbhai, tamaaro blog paN joish
Its a very wonderful website.It given us good platform of life.I just love this blogs.
National poet ના અપૂર્ણ વિચારોને પરીપૂર્ણ કરવા બદલ આપનો ખુબ આભાર..
Tame Aj Rite Pragti Karta Raho Tevi Prabhu Ne Prathana
Amara Friend Sarcul Vati
Jay Hind
thanx all of u,
gopal
Respected sir
I am shailesh jani director of geetanjali college of computer science and commerce rajkot our institution is going to publish one magazine named geetanjali uttkarsh the motive is yuva vikas thi rastra vikas ni vichardhar vyakt kartu monthly magazine This is my humble request you to send your article for my magazine related to the motive
For this purpose kinly guide us for code of conduct to follwed from our side to you respected sir
My mail address is shailesh_jani28@yahoo.com and my mobile no is 98259 35475
thanks and regards
shailesh jani
પ્રિય ગોપાલભાઇ,
મા ગૂર્જરીને ચરણે વૈવિધ્યપૂર્ણ બ્લોગ છે. આપની જેમ હું પણ નિવ્રુત્ત છું. મને 78
થયાં. મેં પણ સાહિત્યમાં રૂચિ જાળવી રાખી છે, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ વગેરેમાં
શીખતો જાઉં છું. જ્ઞાનની અસીમ સીમાઓ ખૂલતી જાય છે. માર્ગદર્શન આપતા
રહેશો ને?
તમારો ફોન નંબર જણાવો તો આપણેર બે ઘડી વાત કરી આપણા વિચારો એકબીજાને શેર( શેર બજારના શેર નહીં) કરી શકીએ
ગંગાસતી નાં ભજનો અને માહિતી ક્યા લેખમાં છે
pl visit download section of http://www.aksharnaad.com
gopal
મીત્રની મોકલેલ બ્લોગ લીંકની માહિતીથી ઈંતેજારી જાગી અને બ્લોગ માણ્યો, સુંદર, અભીનંદન ગોપાલભાઈ. મેં પણ બે પુસ્તક પ્રકાશીત કર્યાં છે, ગુજરાતી કાર્ટુન્સ પુસ્ત્ક “અમે અમેરીકન અમદાવાદી” અને તાજેતરમાં અંગ્રેજી કાર્ટુન પુસ્તક ” I said it too!” , Visit my blog http://www.isaidittoo.com and enjoy “Chai with Mahendra!”
Sva visheni vatto, jene potani andarni journey darooj karto hoy ej kri shke.
મુ.શ્રી. ગોપાલભાઇ,
આપનો ઇમેલ તથા મોબાઇલ મને જણાવવા વિનંતી હું આપના બ્લોગ નો નીયમીત વાચક તથા આપનો પ્રશંશક છું ,હુ પણ તાજેતરમાં જ જીગ્નેશભાઇ (અક્ષરનાદ) સાથે જોડાયો છું આપની જેમજ નિવૃત સરકારી કર્મચારી છું. મારો મોબાઇલ ૩૮૨૫૪૦૪૨૨૩ તથા ૯૪૨૮૧૧૬૧૫૨ છે ટે.નં (૦૨૭૯૨)૨૨૧૦૭૯ તથા ઇમેલ kjthaker@yahoo.com છે.
મારો બ્લોગ આપને ગમ્યો જાણી આનંદ .
” ghparekh414@gmail.com “એ મારું ઇ-મૈલ આય.ડી છે
મોબાઇલફોન નંબર :09898792836 છે..
Hi Gopalkaka
Kem cho …………………………………………………
thoda samay pehla me vachyu hatu k ” Saurashtra ni Rashdahr” Zaverchan Meghani na pustak nu e book ma rupantar thayu che. Aje e vancvano moko madi gayo.
Tamari adamya mahenat ne birdavu chu. Ajni navi pedhi mate aa pustako ” Durlabh ” che, ne tame e ne hatvaga ek click ma uplabdh karavi didha.
Thanks………..thankyo very much sir……………………………….
Ghani icha che ek vakhat tamne malvani.
Regards
Rakesh
તમારો ફોન નમ્બર ને સરનામુ જણાવશો તો મળવાનું સરળ બનશે
.
ગોપાલ
Tamaro blog vachyo anaand aavyo,jivo tya sudhi lakhta rehjo mara jeva ganda manas vacchine dahya thase. bhooi sudhari vachaso.paheli var j me gujarati type karyu che.
gopal dada,
hu gujarati teacher chhu rajkotma,
ghani badhi gujarati siteno upyog hu teaching mate karu chhu.
ajej aa tamaro blog mane malyo je mane khoob upyogi thayo pan mane lage chhe ke aa blog mane vahelo malyo hot to hu ghanu vadhu saru kam kari sakyo hot.
aap ke kary kari rahya chho te mate aapne mara VANDAN.
aap aa ENGLISH YUG ma aapni MATRUBHASHA GUJARATI ni amul seva kari rahya chho je vandniy chhe.
Ravi Dangar
DADA,
Mara layak kai kam hoy to kahejo,
kaheta nai hukam karjo.
maru email chhe rbdangar@gmail.com
Ravi Dangar.
tamara blog par sahitya no vina mulye sundar labh male chhe. khub khub abhar badha vachako vati. sari vastu sodhi net par lakhavu ane upload karavu aa badhu kam agharu ane samay magi letu hoy chhe. tamara prayaso thi matrubhasha ni seva thay chhe. tamara prayaso ne prabhu bal aape evi aaj na janmashtami dine subhechchha. tame mukeli dhumaketu ni varta vachi. ghana samay thi sodhato hato , thank you.
સરજી ખૂબ સુંદર છે આપનો બ્લોગ 🙂
saras chhe.mane hamnaj aa vat ni khabar padi.have blog dwara malta rahishu.
abhar.
ઉર્વશીબેન, આપનો પ્રતિભાવ જાણી આનંદ થયો, આવી રીતે ક્યારેક ક્યારેક મળતા રે’જો.
ગોપાલ
આદરણીયશ્રી. ગોપાળભાઈ
આપનો સુંદર બ્લોગ જોઈને મારી આજે તો સાંજ સુધરી ગઈ,
અવાર- નવાર મુલાકાત લેતો રહીશ,
આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.
ખુબ ખુબ અભિનંદન સાહેબ
ખુબ સરસ.
આભાર દિનેશભાઈ,
ગોપાલ
ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.
ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :
1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ
2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ
3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ
4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ
5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
· Android – play.google.com/store/search?q=gujaratilexicon
· Blackberry – appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?
· iPhone – Coming Soon !
આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત !
http://www.gopalparekh.wordpress.com પર આજે જોવા નમ્ર વિનંતી છે.
ગોપાલ
આપણે બંને લગભગ સમવયસ્ક છીએ. આજે પ્રથમવાર આપના બ્લોગની મુલાકાત લીધી આપનું વિવિધ વિષયો ઉપરનો સંગ્રહ અને આપના પોતાના વિચારો જાણી-વાંચી ખૂબ જ આનંદ થયો. હાર્દિક અભિનંદન !
મજા પડી ગઈ …. મળતા રહીશું તો ઓળખાણ થશે…
જરૂર મળતા રહીશું
ગોપાલ
ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.
શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.
નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.
વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.
આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :
1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી
ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.
એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે.
તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા
માનનીય શ્રી,
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.
સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703
ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.
આભાર,
ગુજરાતીલેક્સિકોન ટીમ.
[…] સ્વ વિશે […]
સર,
મારે ગુજરાત ના બધા જ સહીત્યારકો ની માહિતી જોઈએ છે.. નરસિંહ મેહતા થી લઈને ૨૦૧૪ સુધી માં જેટલા પણ સાહિત્યકરો થઇ ગયા તે બધા જ… તેમને અપાયેલા તખ્ખલુસ-ઉપનામ, રચેલી કલાકૃતિઓ ની માહિતી.. જો તમારી પાસે હોય તો મેહરબાની કરીને મને ઈ-મેઈલ કરશોજી..
my mail id : vplchavda99@gmail.com
Thanks and regards with,
Vipul
આદરણીય શ્રી ગોપાલભાઈ
આજે આપના બ્લોગ ની મુલાકાત લીધી વાંચવાની મજા આવી. આ સિવાય શ્રી જીગ્નેશભાઈના બ્લોગ અક્ષરનાદ.કોમ પરના લેખ પણ હું કાયમી વાંચું છું તેના બ્લોગ માંથી મને આપના વિશે ઘણું જાણવા મળ્યું. ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ તેમજ વધુ ને વધુ લોકો ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય થી પરિચિત થાય તેમજ નાના થી મોટા સુધીના ને વિવિધ ઉપયોગી માહિતી ગુજરાતી ભાષામાં જ મળી રહે તે માટે મેં પણ એક ગુજરાતી બ્લોગ બનાવેલ છે. આશા છે આપને તે ગમશે.
શ્રી ગોપાલભાઈ,
આમ તો તમે મારા વડીલ અને હું આપણો પૌત્ર કહેવાઉ. ૨૧ વર્ષની ઉંમર છે અને ગુજરાતી ભાષા “જનની જન્મ ભૂમિશ્ચ, સ્વર્ગાદ્પી ગરિયસી…” ની જેટલી જ પ્રિય હોવાથી આર્ટીકલ લખવાનો શોખ છે. છેલ્લા ઘણા સમયથી આર્ટીકલ લખું છું. અને તમારી હુંફ-પ્રેમ ની તાતી જરૂર છે. આપનો સમગ્ર ‘અથ થી ઇતિ’ સુધીના આર્ટીકલ્સ વાચ્યા અને ગમ્યા. ઈચ્છા છે કે મારો પણ એક દિવસ આપણા બ્લોગમાં આર્ટીકલ આવે જેથી તે મારા માટે ‘એનર્જી ડ્રીંક’ નું કામ કરે.
Shree Gopalbhai
I am visiting your blog first time.
I came across it while reading Aksharnad blog
I enjoy reading Gujarati in my retirement years
I need to read the article on your blog
Regarding what to do after the death in family
Can you supply me with some information eg
Which year the article was published so that I can locate it from your blog
You are doing good work for Gujarati language
Wish you all the success for your project
Urmila
Vahla Dada,
Tamaro blog ek khajano mali gayo hoy evu lage che.
Vachish tem comment karti jaish.
khub khub abhar and wishes.
-Mudra.
ખુબજ મજા પડી ખુબજ સરસ ગતિશીલ ગુજરાત માટે અનંત નવુ પીરસતા રહેશો તેવી વિનમ્રતા સહ આપનો અનોપસિંહ જાડેજા – જામનગર
શુભ દીપાવલિ!
વર્ષારંભે આપની સર્જનાત્મકતાને નવી દિશા મળો!
નવલ વર્ષ આપના જીવનને નૂતન અર્થ બક્ષે તેવી મંગલ કામના!
હરીશ દવે
મુક્તપંચિકા અને લઘુલિકા
https://muktapanchika.wordpress.com
પારેખદાદા તમારો બ્લોગ માંથી બહુ જાણવા મળ્યું ઘણા સમયથી વાંચું છું ખુબ મજા આવે છે જે માહિતી તમે લખો છો એ સ્પષ્ટ સમજાય જાય છે ખરેખર દિલથી કોટી કોટી વંદન શબ્દ ના સાધકને…તમને મળવાનો તો અંદરથી ઉમળકો ઉપડ્યો છે પણ હરિ ઈચ્છા બળવાન..કલ્પેશ ભૂદેવ -વાપી
પ્રિય ગોપાલ ભાઈ,
અહીં ઘણા વખત પછી આવ્યો. છ મહિનાથી ઈ-વિદ્યાલયના કામમાં જોટાયેલો છું. અહીં ઘણી સામગ્રી ઈ-વિદ્યાલયને ઉપયોગી છ. એ જુદી પાડીને મને એની લિન્ક મોકલશો તો ઈ-વિદ્યાલય પર , ગુજરાતનાં બાળકો અને વાલીઓ માટે પ્રસિદ્ધ કરવી છે.
[…] સ્વ વિશે […]