મુખ અને સુખ
અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી બસ દેખાય છે.
ગાંઠ અને રસ
શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાંરસહોતો નથીઅને જયાંરસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી.જીવનમાં પણ કંઈક આવું જ છે.
પહેલાં અને પછી
બોલતાં પહેલાં અક્ષ્રર આપણો ગુલામ અને બોલ્યા પછી આપણે અક્ષર ના ગુલામ.
આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના ગ્યાનનું અભિમાન છે.પરંતુ કોઈને પોતાના અભિમાન નું ગ્યાન નથી.
ઈર્ષા અને સંસ્કાર
હું બીજાથી સારું કરું એ ઈર્ષા અને હું બીજાનું સારું કરું એ સંસ્કાર.
બાધવા ખૂબ જ સહેલાં છે, પણ એ સંબંધોને સાચવવા જ અઘરાંપડે છે.
પારખવું અને સમજવું
પારખવાની કોશિશ ઘણી બધી કરીએ.અફ્સોસ સમજવાની કોશિશ કોઈએ નાકરી.
અડવું અને નડવું
કોઈને અડ્વું નહિ એ આપણે શીખી ગયા પણ કોઈને નડવું નહિ એ ના શીખ્યા.
સંગત અને અંગત
સુખ વહેંચવા સંગત જોઈએ.દુ:ખ વહેંચવા અંગત જોઈએ.