નંદરાણી—કવિ દુલા ભાયા કાગ

નંદરાણીકવિ દુલા ભાયા કાગ

મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં માતાયશોદાનું આંગણું એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાંતોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય થઇ ગયો છે.ગાયોની ધકબક લાગી રહી છે.વાછડાંકૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાંરૂપ લઇ છાશ માગવા નંદરાણીને આંગણેઆવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેનાઘરનું થોડુંક કામ માગનારી બાઇઓ કરી આપે. આ બાઇઓના ટોળામાંલક્ષ્મીજી પણઆવેલ છે. તે નંદરાણીની હેલ લઇને પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશેમાટીની કુલડી લઇ લાંબો હાથ કરી કહીરહી છે કે: માતા !મને છાશ આપો.આ બધીધમાલ વચ્ચે ભગવાન ક્રૂષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઇને એકદોરડાથી તેને મોટા ખાંડણિયા સાથે બાંધી દે છે.
અહો ! ધન્યભાગ્ય માતા યશોદાનાં! કે જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડો બાંધીલીધાં છે, એવો ભગવાન આજે એના દોરડા વતી બંધાય જાય છે.હે માતા યશોદા! તારુંઘણા દિવસથી લેણું હતું: ચોપડા પણ બાંધી અભરાઇએ ચડાવી દીધેલા હતા; તે કરજઆજે ચૂક્તે થઇ ગયું છે.સ્રૂષ્ટિના સકલ જીવમાત્રમાં હે મા ! તારા જેવાંકોનાં ભાગ્ય વખાણું?’ ‘કાગકહે છે કે હે મકતા ! ઉઘાડે પગે જગતનો નાથ જેઆંગણામાં ઓસરીમાં અને પગથિયાં પરખેલે છે, એ પગથિયાંનો એક નાનકડો પાણો તેવખતે હું સરજાયો હોત તોપણ ક્રૂતાર્થ બનત

(ગોઝારાં એનાં આંગણાં રે જી એ રાગ)

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી

મુરારિ કહે છે મુખથી માજી
તારે હુકમે ભણે છે હાજી હાજી
બાપુ બધાનો તારો બેટો રે
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !ટેક

ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણીરે.માતાજી0  1

કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રેમાતાજી0  2

જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે માતાજી0  3

બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(
આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે માતાજી0  4

કાગતારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રેમાતાજી0  5

(ભાવનગર એકત્રીશમી માર્ચ 1953)

==================================================

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 772,686 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો