લાખ દુ:ખોની એક દવા :સરગવો//ઉષ્મા છેડા

લાખ દુ:ખોની એક દવા :સરગવો//ઉષ્મા છેડા

(જન્મભૂમિ-પ્રવાસી,રવિવાર, 13 ઑગષ્ટ,2017/પાનું: પાંચ )

સરગવાની શીંગનું શાક કે સૂપ ઘણાને ભાવતાં નથી પરંતુ તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વોની યાદી એટલી લાંબી છે કે તે લાખ દુ:ખોની એક દવા સાબિત થાય છે. સરગવો અત્યંત પૌષ્ટિક અને શક્તિશાળી એન્ટિઇન્ફલેમેટરી, એન્ટિઓક્સિડન્ટસ અને કોષોની રક્ષણ કરવાવાળા ગુણોથી સભર હોવાથી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક છે. ડાયાબિટીસ, હ્રદયરોગ,એનિમિયા,આર્થ્રાઇટીસ, લિવરના રોગો, શ્વસનતંત્ર સંબંધિત રોગો, ત્વચારોગ અને પાચન સંબંધિત સમસ્યાને અટકાવવા કે ઉપચાર તરીકે સરગવાનો ઉપયોગ થાય છે. વિટામિન એ, ઇ, કે, મિનરલ્સ, આર્યન, કેલ્શિયમ અને મગ્નેશિયમથી ભરપૂર સરગવામાં રેષાનું પ્રમાણ પણ સૌથી વધારે હોય છે. આથી તે પાચનમાં પણ મદદરૂપ થાય છે. સરગવામાં તમામ પોષક તત્ત્વો કુદરતી સ્વરૂપમાં હોય છે. આથી શરીર તેને સહેલાઇથી ગ્રહણ કરી લે છે. એટલે પારંપરિક ઉપચાર શાસ્ત્રમાં ઘણા રોગોના ઇલાજમાં સરગવાનો ઉપયોગ છૂટથી થાય છે.

થાક ઓછો કરવા :શરીરને લાગતા થાકને દૂર કરવા આર્યન અને મેગ્નેશિયમ અત્યંત જરૂરી હોય છે. વિટામિન એ આર્યનના ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે. જો સવારના જ આ પોષક તત્ત્વો મળી જાય તો દિવસ દરમિયાનશરીરને થાક લાગતો નથી. સરગવાના પાઉડરમાં લોહનું પ્રમાણ ઘણું હોય છે. આથી તે વિગન, શાકાહારી અને લોહની ઊણપથી પીડાતા દએક વ્યક્તિને ચાલે છે.

ત્વચા: હેલ્ધી અને તેજસ્વી ત્વચા માટે વિટામિન એ અને ઇ જરૂરી હોય છે.વિટામિન ઇ ત્વચાના કોષોને ઓક્સિડેટ થતાં અટકાવે છે.આથી વધતી જતી વયની અસર ત્વચા પર દેખાતી નથી. કોષોને થતી હાનિ અટકાવવા તથા તેનું રક્ષણ અને સમારકામ કરવા માટે એન્ટિઓક્સિડન્ટ અત્યંત જરૂરી છે. એન્ટિઓક્સિડન્ટથી એજિંગ પ્રોસેસ પણ ધીમો પડી જાય છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસને ફ્રી રેડિકલ્સની વિપરિત અસરને દૂર કરવામાં પણ એંટિઓક્સિડન્ટ સહાય કરે છે. ફ્રી રેડિકલ્સ એવા અણુ છેજે કોલોજનને હાનિ કરે છે જેથી ત્વચા શુષ્ક બને છે અને તેના પર કરચલી પડી નાની વયમાંજ વૃદ્ધાવસ્થાનાં લક્ષણો દેખાવા લાગે છે.

રોગપ્રતિકાર શક્તિ : સરગવાનો ઉત્તમ ગુણ રોગપ્રતિકારશક્તિ વધારવાનો છે. જો શરીરની રોગપ્રતિકાર શક્તિ સારી હશે તો બીમારી અને ચેપથી દૂર રહેશે. સરગવાના પાન લોહ અને વિટામિન એથી ભરપૂર હોય છે. આ બંને તત્ત્વો રોગપ્રતિકાર શક્તિને જાળવી રાખવા માટે જરૂરી છે. નોંધનીય છે કે સરગવાના પાનમાં રહેલા ગુણધર્મો સ્તન ને આંતરડાના કૅન્સર સામે લડવાની શક્તિ ધરાવે છે.

સ્નાયુવૃદ્ધિ: સ્નાયુઓની વૃદ્ધિ માટે પ્રોટીન અત્યંત જરૂરી છે અને સરગવો પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. વિગન અને શાકાહારીઓને પ્રોટીન મેળવવામાં મુશ્કેલી થતી હોય છે. આથી તેમણે પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે સરગવાનું સેવન કરવું જોઈએ.

એન્ટિ સ્ટ્રેસ: સરગવાનો બીજો મોટો લાભ તેમાં રહેલા મેગ્નેશિયમની ઊંચી માત્રા છે. સામાન્ય સાયકોલોજિકલ ફંકશન માટે તથા નર્વસ સિસ્ટમ માટે મેગ્નેશિયમ જ જરૂરી છે. એન્ઝાઇટી, ડિપ્રેશન, માથાનો દુખાવો, અસુરક્ષા, અકળામણ વગેરેના ઘરગથ્થુ ઉપચાર તરીકે સરગવો વપરાય છે.

પાચાન: સરગવામાં 31 ટકા રેષા હોય છે. જે પાચનતંત્રને સામાન્ય રાખવામાં ઉપયોગી સાબિત  થાય છે.રેષા વજનના નિયંત્રણમાં અત્થા સ્વસ્થ મેટાબોલિઝમમાં પણ મદદરૂપ થાય છે.

સરગવાના અન્ય ફાયદા :

0 વિટામિન એનો ઉત્તમ સ્ત્રોત છે જેથી આંખની રોશની સામાન્ય રહે છે.

0 સરગવામાં વિટામિન કે, પ્રોટીન, કેલ્શિયમ અને મગ્નેશિયમ ભરપૂર હોય છે જે હાડકાંને મજબૂત રાખે છે. તેમાં ગ્લુકોઝ્મોડિફાઇંગ અને એન્ટિ ડાયાબિટિક ગુણધર્મો હોય છે જે ટાઈપ-ટુ ડાયાબિટીસ અને સ્થૂળતા સામે લડે છે. સરગવાનાં પાન બ્લડ સુગરને ઓછી કરે છે.

0 હાઇપરક્લોસ્ટેરોલેમિયા અને હાયપર ગ્લિસેમિયાને અટકાવવામાં પણ સરગવો મદદ કરે છે.

0સરગવાના પાનમાં લોહનું પ્રમાણ વધારે હોવાથી પાંડુરોગને અટકાવે છે .

0સરગવો લિવરનું રક્ષણ કરીને સ્વચ્છ રાખે છે.

0સરગવામાં રહેલા એન્ટિબેકટેરિયલ અને એન્ટિઇન્ફલેમેટરી ગુણોને લીધે ત્વચા રોગ સામે લડવામાં મદદ કરે છે તથા ઘા કે જંતુ ડંખની સામે રુઝ આવવામાં પણ સહાય કરે છે. રક્તસ્ત્રાવને પણ ઓછો કરે છે.

0સરગવાનાં ફૂલને પાણીમાં ઉકાળીને તેની ચા પીવાથી શરદી દૂર થાય છે.

0દરરોજ 5—10 ગ્રામ સરગવાનો પાઉડર લઈ શકાય. તેમાં 19.2 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 23.1 ગ્રામ પ્રોટીન. 4.7 ગ્રામ ચરબી અને 31 ગ્રામ રેષા હોય છે.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 783,207 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો