કાયાને સરનામે/અજ્ઞાત

કાયાને સરનામે/અજ્ઞાત
કાયાને સરનામે આવ્યા હરિના કાગળિયા,
તેડાવે તુઝને તારો શ્યામ,
ઊડીજા ઊડીજા ઓ પ્રાણના પારેવડાં,
પારકા મલકમાં હવે તારે રહેવાનું શું કામ?
ઊડીજા ઊડીજા…..
એકજ ફૂંકની ઉપજ-નીપજ,
આ એકજ ફૂંકનું સર્જન,
આંખ ઉઘાડી ને મીંચો
ત્યાં તો સરજનનું વિસર્જન. હે…
આવન-જાવન કરે કાફલો સદા આમને આમ.
ઊડીજા ઊડીજા……..
સોના જેવા સોનાની પણ પત્થર કરે કસોટી,
એક જ પળમાં વીંધાઇ જાતું મોતી જેવું મોતી,
હે…હવે છેટું નથી રે તારું ગામ….
ઊડીજા ઊડીજા……..
મૃગજળનાં જળ પી પી ને તરસ્યું છીપાવી જાણી,
દુનિયાના દાવાનળમાં જાત જલાવી જાણી,
કંટકછાયી કેડી માથે કાયાને ચલાવી જાણી,
કોઇનું કલંક માથે ઓઢીને આબરૂ અભડાવી જાણી,

હે…જીવડા તરી વાટઈ જુવે તારો આતમરામ
ઊડીજા ઊડીજા…

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

Leave a comment

વાચકગણ
  • 777,994 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો