બોમ્બ પડ્યો ! / હરિશ્ચંદ્ર / ટૂંકી વાર્તા

 

પત્રકાર પરિષદમાં પ્રો.નફે ‘નૈતિક’ બોમ્બની જાહેરાત કરી : ‘મે બનાવેલો બોમ્બ છે તો ભારે વિનાશક. પણ એમાં એક અદભૂત ગુણ છે. જે લોકો શાંતિભંગ કરનારા, યુદ્ધ સમરથકો હશે. તેવા લોકો પરજ બોમ્બ ની અસર થશે.’

પ્રો.નફની જાહેરાતના દુનીયાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. તરત વડા પ્રધાને ફોન પર ઠપકો આપ્યો. ‘આ શું પાગલપણું આદર્યું છે?’ ‘આ અગાઉ મે જે કાઈ પણ કહેલું એ સાચું નથી.’ એમ જાહેરાત કરી દો.

પ્રો.નફ નારાજ થઈ ગયા. તેમનો રોષ ભભૂકી ઉઠ્યો, ‘તે શું જીંદગી ભરની મહેનત મારે વ્યર્થ કરવી? આ બોમ્બ જગત ને ઉપકારક છે, તેનોય તમે કઈ વિચાર કરસો કે નહી? યુદ્ધની પરિસ્થિતી ઊભી કરવામાં જે કોઈ પ્રતયક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો હશે તે લોકોનો સંહાર થશે. પછી માત્ર ધરતી પર શાંતિ અને અહિંસાના પૂજારી જ રહેશે,’ ખીજાઈ ને વડાપ્રધાને ફોન પટકી દીધો.

પેઓ.નફના ચહેરા પર સંતોષની સુરખી છવાઈ ગઈ. પણ દસ મિનિટ કેડે સ્કોટલેન્ડ યાર્ડે એમની આગળ નજર કેદનો હુકમ ધર્યો. બોમ્બ વિષે કસુએ કહેવાનો તેમણે ધરાર ઇનકાર કરી દીધો. એમનો એક જ જવાબ હતો : ‘સાંજના બોમ્બ ફૂટસે એટળે એની મેળે બધુ જ જાણી શકશો.’

દુનિયાભરની પ્રયોગશાળાઓની તપાસ કરવાના હુકમો છૂટયા, અધિકારીઓની દોડધામ વધી ગઈ. રાજકારણીઓની ચિંતા વધી ગઈ. ‘હવે શું થશે?’ ની ગંભીર ચિંતા પાર્લામેન્ટના સભ્યો સેવી રહ્યા હતા. થોડી વાર પછી નાણાં પ્રધાને ટેબલ પર મુક્કો મારતા કહ્યું, ‘મને લાગે છે કે પ્રો.નફ પાગલ થઈ ગ્યાં છે. નહીતો આવી મશ્કરી ના કરે’

‘વાહ વાહ! વિરોધ પક્ષના એક સભ્યે કહ્યું, ‘પ્રો.નફના કામમાં કડી શરતચૂક થઈ નથી.’ બજેટનો ¾  હિસ્સો તો તમે સૈન્યને શસ્ત્રો પાછળ ખર્ચી દીધો છે. માટે જ સંભવ છે કે…’

‘પણ એ બજેટ ઘડાયું ત્યારે તો તમારા પક્ષના હાથમાં સત્તા હતી.’ ગુસ્સે થઈને નાણાંપ્રધાન બોલ્યા.

‘પણ છ વાગવાને બે કલાક બાકી છે. બચવાને કોઈ રસ્તો કોઈને સૂઝે છે? વિચાર તો આપણે ઇનો કરવાનો છે’. વડાપ્રધાનના આ પ્રશ્નના જવાબમાં કોઇકે સૂચવ્યું, ‘નફને ‘હાઉસ ઓફ લોડ્સ’ માં નીમો ને… એટલે પાતી જશે.’

વડાપ્રધાન આનંદથી ઊછળી પડ્યા. તરત જેલનો ફોન જોડ્યો. ‘તમને “ઉમરાવ” ની પડાવી આપવામાં આવે છે. જીંદગીભર આવકવેરામાઠી ય તમને મુક્તિ આપી શકાશે.’ પણ સોષે ભરાયેલા પ્રો.નફે કહ્યું, ‘વૈજ્ઞાનીઓ ઈમાન નથી વેચતા.’

એ વેળા અમેરીકામાં ઠેર ઠેર એક પ્રશ્ન પૂછાઇ રગયો હતો : પ્રો.નફ કોમ્યુનિસ્ટ તો નથી ને? અને મોસ્કો રેડીયો પોકારી રહ્યો… પૂંજીવાદીઓની નીચતાનું એક સજીવ પ્રતીક છે- પ્રો.નફ મૂડીવાદીઓએ પ્રો.નફ દ્વારા સોવિયત યુનિયન વિરુદ્ધ એક ભયંકર કાવતરું રચ્યું છે. પ્રો.નફ “નીરો” છે. ત્યાર વળી અમેરીકાના પ્રમુખે ટેલીવિઝન પર લોકોમે હિમ્મત જાળવવાનો અનુરોધ કરી રહ્યા હતા.

પણ વિશ્વભરની આમજનતા આશ્ચર્યજનક રીતે શાંત હતી. જો કે બોમ્બ ધડાકાનો કેટલો અવાજ થશે. કેટલા લોકો મારશે એની રસભારી ચર્ચા ચારે બાજુ લોકો કરી રહ્યા હતા.

ત્યાં છના ટકોરા રણકયા ને આશ્ચર્યજનક બનાવ બન્યો. બ્રિટિશ પાર્લામેન્ટના મોટાભાગના સભ્ય પોતપોતાની ખુરશી ઑ પરથી ઊછળીને ભોય પર પડ્યા. કેટલાક બેભાન થઈ ગયા. એક એકને સ્ટ્રેચર પર નાખી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા.

થોડી વાર પછી સમાચાર મળયા કે પ્રધાનમંડળના ત્રણ સભ્યોને હદયરોગનો હુમલો થયો હતો, પણ હવે એમને ઠીક છે. પાર્લામેન્ટના 400 સભ્યો મૂરછીત થયા હતા. પણ હવે છ સિવાય બાકીના ભાનમાં આવી ગયા હતા. વડાપ્રધાને સંતોષનો શ્વાસ લીધો.  તો આપણો દેશ યુદ્ધ-સમર્થક નથી એ નક્કી થાય છે. બોમ્બની આપણે ત્યાં કાશી અશર ન થઈ.

અમેરીકાથી પણ આવાજ સમાચાર મળ્યા. પણ મોસકોના સમાચાર શું છે? વડાપ્રધાને ઉત્સુકતાથી પૂછ્યું.

ભારી આશ્ચર્યની વાત છે! અંગત સચિવે જવાબ આપ્યો. કહે છે કે રશિયામાં જરાય ક્ષતિ પહોચી નથી.

શું??? ….તો આખા રશિયામાં કોઈ યુદ્ધ ચાહતું નથી? અસંભવ!

રાત્રે રેડીયો પર વડાપ્રધાનનો સંદેશો વહી રહ્યો હતો : પ્રો.નફ હમેશા માનવજાતના કલ્યાણના જ કામ કર્યા છે. એમની આ શોધ તો અભૂતપૂર્વક છે. રાષ્ટ્રનું ગૌરવ વધારતી આવી વ્યક્તિનું દેશભરના બધા લોકો આપસના મતભેદો ભૂલીને સન્માન કરે અને ખોટી અફવાઓ ફેલાવતી અટકાવે. “લોખંડના પડદા” ની પેલે પારની વાસ્તવિકતા તો કોણ કહી શકે? પણ ત્યાં લાખો લોકોના મરણ થયા હોવાનો સંભવ છે. એ જ સમયે મોસ્કો રેડીયો સમાચાર આપી રહ્યો હતો. “આ નૈતિક-બોમ્બ ધડાકાને સાબિત કર્યું કે રશિયા યુદ્ધનું નહી, પણ શાંતિ નું સમર્થક છે. એ બોમ્બની રશિયાની એક પણ વ્યક્તિ ને અસર નથી થઈ, પણ અમેરીકા અને બ્રિટનમાં લાખો લોકો મર્યાના સમાચાર મળે છે.’

(નોબલ પુરસ્કાર વિજેતા શ્રી વિલિયમ ફાકનરના નાટકના આધારે) 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 778,002 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો