VAAGHARIWAD NI RUDAKI વાઘરીવાડની રુડકી//સુંદરમ્
વાઘરીવાડની રૂડકી એની લટિયે લટિયે લીંખ,
અંગે અંગે ઓઘરાળા એનાં લૂગડાં પીંખાપીંખ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
એક કાખે એક છોકરું, બીજું હાથે ટીંગાતુ જાય,
માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકેને ઘેર બોરની વાડી, વાઘરી જવાન જોધ,
વાઘરી લાવ્યો વહુ બીજીને રૂડકી રોવે ધોધ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકી લેતી ટોપલો માથે, નાનકાં લેતી બાળ,
હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકી વેચે કાંસકી સોયા, દામમાં રોટલા છાશ,
છશનું દોણું કાંસકી સોયા, એ જ એનો ઘરવાસ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
કોઇનો ઓટલો ચોતરો ચૌતું રાત પડે એના વાસ,
દિન આખો તે શેરીએ શેરી ભમતી રોટલા આશ,
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
નાગરવાડે નાત મળી ને ગૌરી ગીતો ગાય,
ધીંગડ વાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય.
ભૂંડી ડાંસ રૂડકી રે..
ધાવણી છોડીને તાવ ચડ્યોને નાનકી ભૂખી થાય,
છોકરાં લઇને રૂડ્કી બંને નાગરવાડે જાય.
ભૂંડી ડાંસ રૂડકી રે.
શેરીમાં બેસી નાત જમે ને ચૂરમા ઘી પીરસાય.
શેરીનાકે ભંગિયાં., ઢેડાં, વાઘરાં ભેગાં થાય.
ભૂંડી ડાંસ રૂડકી રે..
રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ,
વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાત જમી ત્યાં ઊઠે આખી, પાન સોપારી વહેંચાય,
વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડીખાય.
ભૂખી ડાંસ રૂડકી રે.
રૂડકી દોડે વાઘરાં ભેગી, લૂંટાલૂંટ થાય
અરધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય.
ભૂખી ડાંસ રૂડકી રે..
ચોર્યું ફેન્દ્યું ચુરમું શાક, ને ધૂળ ભરેલી દાળ
. રૂડકી કોળિયા છોકરાંને દેઉપરથી દે ગાળ
ભૂખી ડાંસ રૂડકી રે.
નાતના વાક્ળંદ લાકડી લઇને મારવા સૌને ધાય,
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય.
ભૂખી ડાંસ રૂડકી રે..
પાન બીડાં લઇ નાત ઊઠે ને રૂડકી ખંખેરે હાથ,
દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ,
ભૂખી ડાંસ રૂડકી રે..
આ કવિતા તારા વેબ પેજ પરથી ડીલેટ કર…