SHREEMAD BHAGWAT NO PATH શ્રીમદ્ ભાગવત નો પાઠ

 વેદ વાણી, મન જાણી, શ્રીહરિ વલ્લભ, વિઠ્ઠલા,

ચારવેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃત કથા.

 ભગવાને શ્રીબ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું,

 શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠ કર્યું.

 ધન્ય શુકદેવ, ધન્ય પરીક્ષિત, જેને મુખે અમૃત ઝરે,

 શ્રીભાગવત પૂરે શાખ, કોટિ કોટિ જન્મના પાતક હરે.

શ્રીવ્યાસ વલ્લ્ભે કહી, આ પૂણ્ય કથા પ્રમાણ,

તે આજ હું તુજને કહું, વિચારી જુગતે જાણ.

 શમીકઋષિ બેઠા વનની છાંય,

વાળી પલાઠી ધ્યાન ધરાય.

મૃગયા રમવા ગયા પરીક્ષિત રાય,

કળિયુગ આવી લાગ્યો તેને પાય,

મને રહેવા આપો પ્રભુ ઠામ,

એટલું કરો સેવકનું કામ.

કનક, દ્યુત મદ્ય ને હિંસા સ્થાન,

 તારે રહેવું જઇ એ ઠામ,

એટલે મુગટમાં કીધો પ્રવેશ,

ફરી બુધ્ધિ પરીક્ષિત નરેશ.

ઋષિ સમાધિમાં ન દીધાં માન,

રાજા સમજ્યો એનું અપમાન,

ડોકે નાંખ્યો એક મરેલો સાપ,

દીઠો શ્રુંગી પુત્રે દીધો શાપ.

જેણે દુભવ્યા મારા તાત,

તેને સાતમે દિન પ્રભાત,

ડંસ મારશે તક્ષક નાગ,

પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ.

 સુણી પુત્રને તાત કહે વાત,

કેમ દીધો રાયને તેં શ્રાપ?

આજ્ઞા લઇને તે શિષ્યો જાય,

 આવીને ઊભા સભામાંય,

રાયે આવતા દીઠા ઋષિરાય,

 આપી આસન બેસાડ્યા ત્યાંય.

 કીધાં સ્વાગત દીધાં માન,

પૂછ્યાં ક્ષેમકુશળ ને કામ,

મનુષ્ય મન છે દોહ્યલુ6,

ન આણશો રીસ નૃપ.

આજથી સાતમે દિન,

ડંસશે તક્ષક નાગ અચૂક,

તોય રાજાને ચડી ન રીસ,

 એણે શ્રાપ ચડાવ્યો શિશ.

 અર્ઘ્યપાત્ર લઇ કીધું પૂજન,

 સંતોષીને વળાવ્યા ઋષિજન,

પછી રાયે તેડ્યા વિપ્ર અપાર,

 દાન દીધા વિવિધ પ્રકાર.

મોતી માણેક હીરા સાર,

મણિ રત્ન મોંઘા ભંડાર,

જન્મેજયને સોંપ્યું રાજ,

મંત્રીને સમજાવ્યાં કાજ .

 રાજા પધાર્યા ગંગાને તીર,

જેના પવિત્ર નિર્મળ નીર.

ભવ્ય ભાગીરથીને તીર,

બેઠા આસન વાલી વીર.

રાજા કહે શુકદેવજી મહારાજ,

મને હરિકથાની કહો વાત,

 શુભ મારગ મુજને દેખાડો,

જેથી મળે વૈકુંઠ રાય.

એટલે શુકદેવજી બોલિયા,

તમે સાંભળો રાજન,

સંભળાવું છું ભાગવત કથા,

 જો હોય તમારું મન.

નિશ્ચય તમારું કરો, દેહનું કલ્યાણ,

અન્ન-ઉદક પરહરો, ધરો હરિનું ધ્યાન.

બ્રહ્માએ હરિની સ્તુતિ કરી,

પૃથ્વી ગાય રૂપે અવતરી

સારંગધરને મન ચિંતા થઇ,

દેવનું કારજ કરવું સહી,

કંસ ભગિની દેવકે સાથ, થયો વાસુદેવનો વિવાહ,

આપ્યા હાથી ઘોડા ખૂબ, ઉત્સવ ઉજવાયો દિન શુભ.

 બહેનને વળાવવા બંધુ જાય, એટલે આકાશવાણી થાય,

કંસ ખૂટ્યો છે તારો કાળ, તને મારશે બહેનીનો બાળ.

 તારી બેન દેવકીનો વંશ, આઠમો તને મારશે કંસ,

 તારો ભાણેજ કરશે ધ્વંશ, તારા કાળનો એનામાં અંશ.

કંસ રથેથી નીચે ઊતર્યો, અને ખડગ લીધું હાથ,

 દેવકીનો સાહ્યો ચોટલો, કરવા મહા ઉત્પાત,

વસુદેવ કંસને વિનવે, મહારાજ સાંભળો મારી વાત.

 લખ્યા લેખતે નહિ મટે, તમે શીદ કરો ઉચાટ.

બહુ બહુ પ્રકારે વિનવ્યા, પણ કહ્યું ન માને કંસ.

 ત્યારે વસુદેવે વચન આપ્યું, તેને સોંપવા નિજ વંશ,

 બેડી જડી બેઉને, નાખ્યા કારાગૃહ મોજાર.

કર્મ તણાં ફળ ભોગ્વો, કરો ભાવિના વિચાર,

થોડે સમે પુત્ર પ્રસવિયા, ગઇ ખબર કંસની પાસ.

કંસે મન વિચાર્યું શીદ કરું આનો નાશ,

સંતાન સાત શત્રુનથી, છે આઠમો મુજ કાળ.

 તો સાતને છોડી દઇ, હણીશ આઠમું બાળ,

 પણ નારદે કંસને કહ્યું, તું ભૂલે ભાવિ નિર્માણ.

 છપ્પન કોટિ યાદવ બધા, છે શત્રુ તારા જાણ,

વચન સૂણી નારદ તણાં, કંસે કર્યો નિરધાર.

એક પછી એક મારિયા, વસુદેવ કેરાં બાળ.

સાત બાળ માર્યા બંધુએ, પડી આઠમાની ફાળ,

 આકાશવાણી સાંભળી, એ કંસ કેરો કાળ,

શ્રાવણ માસની અષ્ટમીની, આવી એ મધરાત.

 દેવકીને દર્શન થયાં, શ્રીકૃષ્ણનાં સાક્ષાત્ ,

પાયે પદ્મ સોહામણાં, મુખ તેજનો ઝળકાટ.

રમણીય રૂપ દેવીએ, શોભે અજબ વૈકુંઠનાથ.

 બંધન અમારાં ક્યમ શ્રીબાલકૃષ્ણ બોલિયા,

તમે સાંભળો મા વાત. તમ દુ;ખ કરવા દૂર આજે અવતર્યા મધરાત,

ગોકુળ અમને લ ઇ જાવ, શ્રીનન્દરાયને ઘેર, શ્રીજશોદાને પુત્રી અવતરી,

મુજ સાથ કરો હેરફેર મને ત્યાં પડતો મૂકી, મુજ સાથ કરો હેરફેર મને ત્યાં પડતો મૂકી, પુત્રી લાવો તાત,

કંસ મામાને કહેજો કે, જન્મી છે પુત્રીજાત

વસુદેવ બોલિયા કેમ, કઠણ થાયે કાજ.

બંધન અમારાં ક્યમ ખૂલે, પહોંચાય કેમ કરી આજ?

બહાર દરવાજે ઊભા, ચોકી કરે ચોકીદાર.

 હવે પછીનો ભાગ ટુંક સમયમાં મૂકાશે.

વિશે

I am young man of 77+ years

Posted in શીમદ્ ભાગવત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,737 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: