મકરંદ દવેની કવિતાઓ

નજરું લાગી//સંપાદકો:સુરેશ દલાલ તથા ભાલમલજી પાનું 255
મકરંદ દવે
કોકનાં તે વેણને વીણી વીણીને વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં,
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએં,
કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડા પોતાની, પારકા લ્હેકા !
રૂડારૂપાળા સઢ કો’કના શું કામના?
પોતાને તુંબડે તરીએં–
કોઇ કોઇ ચીંધે છે રામટેકરી
કોઇ ઓઢા—હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે,
ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવનની ખોઇમાં
કોઇની ભભૂત ન ભરીએં–
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઇએ સૂર :
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા વીરા !
જીવતાં ન આપણે મરીએં–

કોકનાં તે વેણ વીણી વીણીને, વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં.
+++++++++++++++++++++++++++++++++++
નજરું લાગી//પાનું 257 મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાં નો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વ્હાલ.–
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી ?
આવે તે આપ કરી પળમાં પસંદગી.
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ–
આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને ?
માધવ વેચંતી વૃજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ !–
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ. +++++++++++++++++++++++++++++++

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
1 comments on “મકરંદ દવેની કવિતાઓ
  1. pragnaju કહે છે:

    સરસ રચના ગમી

Leave a comment

વાચકગણ
  • 780,096 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો