“નહીં પરણું !” /રવિશંકર મહારાજ

                                “નહીં પરણું !”

     એક ભંગી યુવાનરઘા સાથે મારે નાનપણથી ભાઈબંધી. નાના હતા ત્યારે ઘણી જાતની વાતો કરતા, એમાં પરણવાની વાત પણ આવતી. અમને બીજાઓને તો ન પરણવાનો વિચાર જ આવતો નહીં. પણ ત્યારે રઘો કહેતો કે તે પરણવાનો નહિ. અમે કારણ પૂછતા, તો કહેતો : “હું પરણું તો મારી ઘરવાળીને મારે માટી (માંસ) લાવીને આપવી પડે. પણ એ મૂએલા ઢોરની માટી ખાય એ મને ગમે નહીં, અને તેને તો એના વિના ચાલે નહીં. એટલા માટે હું નહીં પરણું.”

     આ પચાસ કરતાં વધુ વરસ પરની વાત છે. આ રઘો હજી જીવે છે અને તે પરણ્યો નથી. આમ ભંગીમાંયે તપસ્વી છે. તો શું તેને ભંગી કહીને આપણે દૂર ઠેલીશું ?

               રવિશંકર (મહારાજ) વ્યાસ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 777,994 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો