યમુનાષ્ટકમ્

Yamunashatakam

યમુનાષ્ટકમ્

નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા

મુરારિપદ પંકજસ્ફુરદમંદરેણૂત્કટામ્   II

તટસ્થનવકાનનપ્રકટમોદપુષ્પાંબુના

સુરાસુરસુપૂજિતસ્મરપિતુ:શ્રિયં બિભ્રતીમ્ II 1 II

અનુવાદ

સર્વ પ્રકારની સિદ્ધિઓના કારણરૂપ, શ્રી મુરારિ કૃષ્ણચંદ્રજીના ચરણકમલમાં શોભતાં, તેજસ્વી પુષ્કળ રેણુઓથી ભરેલા, બંને કિનારે આવેલાં નવાં વનોમાં વિકસેલાં સુગંધી પુષ્પોના સંગથી સુવાસિત જળ વડે,સુર-અસુરથી સારી રીતે

પૂજાયેલા,શ્રીકૃષ્ણ ભગવાનના જેવી શ્યામસુંદરકાંતિ ધરાવતા, શ્રી યમુના મહારાણીજીને હુ આનંદપૂર્વક નમસ્કાર કરું છું.  (1)

કલિન્દગિરિમસ્તકે, પતદમન્દપૂરોજ્જ્વલા

વિલાસગમનોલ્લસત્,પ્રકટગંડશૈલોત્તમા  II

સઘોષગતિદંતુરા, સમધિરૂઢદોલોત્તમા

મુકુંદરતિવર્ધિની, જયતિ પદ્મબંધો: સુતા  II 2 II

અનુવાદ

કલિન્દ પર્વતન શિખર ઉપર પડતા મોટા પ્રવાહને લીધે અત્યંત શ્વેત જણાતાં, વિલાસપૂર્વકની વાંકીચૂંકી પ્રવાહની ગતિથી શોભતાં, તેમજ પર્વતનાં ઊંચા નીચાં શિખરો ઉપરથી વહેતી હોવાથી ઊંચા નીચાં દેખાતાં, ખળખળ શબ્દપૂર્વકના વહેણથી વિકારવાળાં લાગતાં, જાણે ઉત્તમપ્રકારના ઝૂલે બિરાજતાં હોય એવાં, શ્રીમુકુન્દ ભગવાનના ચરણકમલની પ્રીતિ વધારનારાં, શ્રીસૂર્યતનયા, શ્રીયમુનાજી જય પામે છે.  (2)

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈ:

પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિ:  II

તરંગભુજકંકણં, પ્રકટમુક્તવાલુકા

નિતંબતટસુંદરી નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ II  3 II

અનુવાદ

સમસ્ત ભૂમંડળને પવિત્ર કરનારાં, પૃથ્વી ઉપાર પધારેલાં, પોતાની સખી જનોના જેવા શબ્દો કરતાં શુક, મયૂર, હંસ વગેરે પક્ષીઓથી સેવાતાં, તરંગરૂપી કરકમલમાં ધારણ કરેલાં કંકણો ઉપર જડેલાં મોતીઓ જેવી ચળકતી રેતીવાળા, બન્ને બાજુના નિતંબ તટથી સુંદર દેખાતાં, શ્રીકૃષ્ણ ભગવાનનાં ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને નમસ્કાર કર

અનંતગુણભૂષિતે, શિવવિરંચિદેવસ્તુતે

ઘનાઘનનિભે સદા, ધ્રુવપરાશરાભીષ્ટદે  II

વિશુદ્ધમથુરાતટે, સકલગોપગોપીવૃતે

કૃપાજહધિસંશ્રિતે મમ મન: સુખં ભાવય  II 4 II

અસંખ્ય ગુણોથી વિભુષિત, શ્રી શિવજી, બ્રહ્માજી, વગેરે દેવોથી સ્તુતિ કરાયેલાં, ખીચોખીચ જળ ભરેલાં,મેઘ ના જેવી કાંતિ ધરાવતાં,ધ્રુવ-પરાશર વગેરે મુનિઓને અભિવાંછિતફળ આપનારાં, વિશુદ્ધ મથુરાજી જેમના કિનારા ઉપર વિરાજે છે એવાં સર્વ ગોપ-ગોપીજનથી વીંટળાયેલાં, કૃપાસાગર શ્રીકૃષ્ણના આશ્રયને ધરાવતાં, શ્રીયમુના મહારાનીજી,આપ મારા મનને સુખ મળે એવું કૃપા કરીને વિચારો. (4)

યયા ચરણપદદ્મજા મુરરિપો: પ્રિયં ભાવુકા

સમાગમનતો ભવ્ત્સકલસિદ્ધિદા સેવતામ્  II

તયા સદ્દ્શતામિયાત્કમલજા સપત્નીવયત્

હરિપ્રિય કલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ્  II 5  II

અનુવાદ

જે શ્રી યમુના મહારાણીજીના સંગમથી શ્રી ગંગાજી શ્રીકૃષ્ણ ભગવાનના પ્રિય કરનારા ં થયાં છે, તેમજ ભકતજનો સકલ સિદ્ધિઓને આપનારાં થયાં છે, તે શ્રી યમુનાજીની તોલે કોણ આવી શકે? જો કદાચ કોઇ તુલનામાં  આવી શકે તો સરખાં સૌભાગ્યશાલિની કેવળ શ્રી લક્ષ્મીજી થઇ શકે. આવાં પ્રભાવ્શાળી, શ્રીહરિના પ્રિય ભકતોના પાપોને હરનારા શ્રીકાલિન્દીજી મારા મનમાં નિરંતર બિરાજો.  (5)

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ ભુતં

 ન જાતુ યમયાતન ભવતિ તે પય: પાનત:  II

યમોપિ ભગિનીસુતાંકથમુહંતિ દુષ્ટાનપિ

પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકા:   II 6 II

અનુવાદ :

 

હે શ્રી યમુનાજી !  આને મારાં નિત્ય નમન હો, આપનું ચરિત્ર અત્યંત અલૌકિક છે, આપના જલપાનથી ક્યારે પણ યમપીડા ભોગવવી પડતી નથી. યમરાજા પણ,દુષ્ટ એવાં પોતાનાં ભાણેજોને, જેમ મારે ! આપના સેવનથીગોપીજનોની માફક ભક્તજનો પણ શ્રીહરિના પ્રિય બને છે.  (6)

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા

 ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુંદ પ્રિયે  II

અતોસ્તુ તવ લાલના સુરધુની પરંસંગમાત્

તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થતૈ:  II  7  II

અનુવાદ :

શ્રી યમુનાજી, આપના સાન્નિધ્યથી મારો દેહ સેવોપયોગી બને એવી કૃપા કરો.એને લીધે ભગવાનમાં પ્રીતિ સુલભ થશે. આ કારણથી આપનાં સ્તુતિરૂપી લાડ હો. શ્રી ગંગાજી આપના સંગમથી પૃથ્વીમાં ખ્યાતિને પામ્યાં છે.પુષ્ટિ  ભકતોએ નિત્ય આપના સંગમવાળા જ શ્રી ગંગાજીની કીર્તિ ગાઇ છે.  (7)

સ્તુતિં તવ કરોતિ ક: કમલજાસપત્નિ પ્રિયે

હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષત:  II

ઇયં તવ કથાધિકા સકલગોપિકાસંગમ

સ્મરશ્રમજલાણુભિ: સકલગાત્રજૈ: સંગમ:   II 8  II

શ્રીલક્ષ્મીજીનાં સમાન સૌભાગ્યશાલિની તે શ્રી યમુનાજી ! આપની સ્તુતિ કોણ કરી શકે ? કારણકે શ્રીહરિની સેવા સાથે શ્રીલક્ષ્મીજીની સેવા કરવાથી મોક્ષ પર્યંતના સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપની ખ્યાતિ તો આથી પણ વિશેષ છે. કારણકે જે આપની સ્તુતિ કરે છે એને સકલ ગોપીજનોના સમાગમથી થયેલ કેલિ-શ્રમના જલકણોવાળાં આપનાં સર્વ શ્રી અંગોનો સંગમ થાય છે.  (8)

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા

સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદએ રતિ:  II

તયા સકલસિદ્ધયો મુરારિપુશ્ચ સંતુષ્યતિ

સ્વભાવવિજયો ભવેદ વદતિ વલ્લ્ભ:શ્રીહરે :  II 9  II

હે શ્રી સૂર્યતનય યમુનાજી ! આપના આ અષ્ટકનો નિરંતર જે કોઇ પ્રસન્નતાપૂર્વક પાઠ કરે છે, તેનાં સમસ્ત પાપોનો નાશ થાય છે, શ્રીમુકુન્દ ભગવાનમાં અવશ્ય પ્રીતિ થાય છે અને તેથી સકલસિદ્ધિઓ મળે છે, સ્વભાવનો વિજય થાય છે. શ્રીમુરારિ ભગવાન પ્રસન્ન થાય છે, એ પ્રમાણે શ્રી હરિના પ્રિય શ્રીમદ્ વલ્લભાચાર્યજી કહે છે.

 

ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટક સ્તોત્ર સમ્પૂર્ણમ્.

શ્રીમ વલ્લભાચાર્યજી વિરચિત યમુનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ.

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 776,892 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો