લાઅખંડ આનંદ મે,2019\પાનું 51
બંધન લાગણીનાં
દવાખાનાની લાઈનમાંબેઠેલા ગંગાબાએ મનસુખલાલને કહ્યું, જઈપૂછો તો ખરા કે નંબર આવતાં કેટલી વાર લાગશે?
‘અરે ! આવતાં વાર તો થઈ નથી ને કેટલી વાર છેતે પૂછવાનું? ડોક્ટર સારા હોય તો રાહ પણ જોવી પડે.કેટલી ભીડ છે!
એટલામાં ડો.કુરેશી ઝડપી ચાલે ત્યાંથી પસાર થયા. તેમની નજર મનસુખલાલ પર પડી પરંતુ ઓળખાણ ના પડી. કન્સલ્ટિંગ રૂમમાં જઈ તેમણે વિચાર કર્યો….ચહેરો લાગે છે પરિચિત….કોણ હશે? વિચાર કરતાંડોક્ટરને અમીત યાદ આવી ગયો….
તેમણે નર્સને દાદાજીને બોલાવવા કહ્યું . નર્સે આવીને કહ્યું, મનસુખલાલ દેસાઈ… કોણ છે?
હા, હું છું બેન… શું થયું?’ અંદર જાવ….સાહેબ બોલાવે છે.
મનસુખલલ પ્રવેશ્યા . બેઠક લીધી.ચેકઅપ કર્યા પછી. બધા જ રિપોર્ટ કઢાવ્યા અને પાંચ હજારના બિલ સાથે ફરી ડોક્ટરની કેબીનમાં પ્રવેશ્યા. ડોકટરેકહ્યું, ‘દદાજી તમે મને ઓળખ્યો? ના ઓળખ્યો ને?હું ય તમને ઓળખવામાં થાપ ખાઈ ગયો
ડોક્ટર કુરેશીએ પાકીટમાંથી ફોટો કાઢી બતાવ્યો,બોલો, આને તમે ઓળખો છો!
અરે ! આ તો મારો અમીતિયો!’
‘અને હું અમીતનો મિત્ર અનીસિયો! અમીત મારો મિત્ર નહીં, જિગરજાન દોસ્ત હતો ! દાદાજી, મારી બારમા ધોરણની પરીક્ષા-ફી તમે જ ભરેલી … યાદ છે? અને કહેલું, ‘ખબરદાર જો પરત આપવા આવ્યો છે તો ! આલાકડીથી મારીશ.
પ્રતિસાદ આપો