ઊઘડ્યાં દ્વાર અંતરનાં\ એપ્રિલ 3,4,5 અને 6

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

 

એપ્રિલ—3

તમારાં આનંદ અને પરિતૃપ્તિની ચાવી તમારામાં જ છુપાયેલી છે: તમારા હ્રદયમાં, તમારી ચેતનામાં. દિવસની શરૂઆત તમે કેવી રીતે કરો છો એ અગત્યનું છે. તમારું એ પ્રથમ પગલું સાચું કે ખોટું હોઈ શકે.હ્રદયમાં આનંદ અને પ્રાર્થનાના ગુંજન સાથે આંખો ખોલો અને નવા દિવસનું સ્વાગત કરો. તમારો દિવસ જીવનમાં લય સાથે સંવાદિતા સાધશે, તાલ મેળવશે. સમયનું શ્રેષ્ઠ વરદાન મેળવવાની આશા સાથે કામ કરો અને તમને તે મળશે અથવા હ્રદય પર એક બોજ અને ફરિયાદ સાથે આંખો ખોલો અને જીવનના લય સાથે તમારો કોઈ મેળ નહીં મળે.

જીવન તમને શું આપે છે, તમારી આજ તમને શું આપે છે તે માટે તમે જ જવાબદાર છો. આ જ્ઞાનથી તમારી જવાબદારી , જે લોકો આ નથી જાણતા ને અભાનપણે જીવે છે તેમના કરતાં ઘણી વધી જાય છે, છતાં તે રસ્તો જ સાચો છે. તમારાં સુખ કે દુ:ખને માટે તમે બીજા કોઈને જવાબદાર ન ઠેરવી શકો. તમારું સુખ ને તમારું દુ:ખ તમારી પોતાની જ અંદર છે.

એપ્રિલ—4

જીવનની સીડી પર તમે ક્યાં  ઊભા છો? ત્યાંથી નીચેના પગથિયા તરફ જાઓ છો કે ઉપર ચડો છો?  શું બધું છોડી મને અગ્રિમતા આપવા તૈયાર છો ?—ને તે કોઈ જાતના ડરથી નહીં, પણ મારા પ્રત્યેના ગાઢ પ્રેમથી અને મારી ઈચ્છા મુજબ, મારા પંથ પર ચાલવાની અદમ્ય ઝંખનાથી? તમે પૂરી સમજણથી ‘તારી ઇચ્છા પૂર્ણ થાઓ’ કહી શકો છો?

હું જે કરવાનું કહું, તે દુનિયાની દૃષ્ટિએ અક્કલ વગરનું હોય તોપણ અચકાયા વિના કરી શકો છો? તેમ તમારા સંતુલનને કોઈ હલાવી ન શકે તે રીતે આ અંતર્જ્ઞાન મુજબ વર્તવામાં એક સાહસ જોઈએ.  શક્તિશાળી આત્માઓ જ ચેતનાના પંથે ચાલી શકે. જે લોકો મારા શબ્દોની અવગણના કરી પોતાની રીતે જવા માગે છે, આ પંથ તેમને માટે નથી. આધ્યાત્મિક માર્ગનો કોઈ આડરસ્તો નથી, ટૂંકો માર્ગ નથી. તમારી મુક્તિ તમારે જ શોધવાની છે.

એપ્રિલ—5

બાળક ચાલવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં તેના પગ ડગમગતા હોય છે. ધીર ધીરે તેનો આત્મવિશ્વાસ વધતો જાય છે, કાબૂ વધતો જાય છે અને તેનાં પગલાં વ્યવસ્થિત અને મક્કમ થતાં જાય છે. છેવટે તે સંતુલિત રીતે ચાલતાં શીખી જાય છે એટલું જ નહીં, દોડતાં અને કૂદતાં પણ શીખી જાય છે, પણ આ બધું એકદમ –એક સાથે નથી થતું.  દરેક પગલું તેનો સમય માગે છે. આવું જ શ્રદ્ધાનું છે. તે ધીરે ધીરે વિકસતી જાય છે.

એકદમ એકસાથે ઘણીબધી શ્રદ્ધા આવતી નથી. પણ જેમ જેમ તેના માર્ગમાં કસોટીઓ આવતી જાય છે તેમ તેમ તે વધારે દૃઢ થતી જાય છે અને તેમને તે કસોટીમાંથી પાર ઊતરવાનું બળ પણ આપે છે. અંતે તમને તમારાં મૂળ મારામાં સલામત રોપાયેલાં મળે છે. એ સમજ સાથે કે મારી સહાયથી તમે .બધું જ કરી શકશો, કારણ હું તમારી અંદર સક્રિય હોઉં છું. તમે બધું કરી શકો તેવી શક્તિ તમને આપવા ઇચ્છું છું. સહાયતાના આ કાયમી સ્ત્રોતને ઓળખી લો. તેની મદદ,શક્તિ અને પ્રેરણાથી સમૃદ્ધ થતા જાઓ અને તેને માટે આભાર વ્યક્ત કરવાનું કદી નચૂકો, કશું આપમેળે એમ ને એમ મળતું નથી. મારો હાથ દરેક પ્રાપ્તિમાં હોય છે તેને પિછાણો.

એપ્રિલ—6

રોજિંદા જીવનમાં એવી અસંખ્ય બાબતો હોય છે જે નાની હોય છે, પણ વિવાદ અને વિચ્છેદનું કારણ બની જાય છે.તેવી બાબતોથી બહાર નીકળો અને જે ખરેખર મહત્ત્વનું છે તે એક થઈને કરો. મારા માટેના અને પરસ્પરના તમારા પ્રેમ માટે, સૌના ભલા માટે જીવો અને કામ કરો. પોતાને ભૂલી જાઓ,અંગત ગમાઅણગમાને બાજુ પર મૂકી નાની નાની ઘટનાઓની સુંદરતાને માણો. ઘણી વાર વ્યક્તિ પ્રબળપણે માની લે છે કે પોતાનો માર્ગ  એ જ સાચો માર્ગ છે અને તેથી વહેલુંમોડું, એક કે બીજી રીતે તેને પોતાને પણ કંઈક આપવાનું છે તે હકીકતનો ઇનકાર કરે છે, પણ રબરના ટુકડાને તમે અમુક હદ સુધી ખેંચો, પછી તે વધુ ખેંચાતો નથી. કાં તો તૂટી જાય છે, કે પછી વછૂટી જઈ વેગપૂર્વક પાછો આવી તમને વાગે છે. તે વખતે જો તમે ધીરેથી તેને છોડો તો તે તૂટ્યા કે વાગ્યા વિના મૂળ જગાએ પાછો આવી જાય છે. તમારા હ્રદયને મોકળું મૂકો. તમારાં તાણ અને દબાણને ઢીલાં કરો. પ્રેમ અને સમજ તમારા માર્ગને સરળ બનાવશે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,012 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો