ઊઘડ્યાં દ્વાર  અંતરનાં   \માર્ચ-18 અને 21

 

 

 

 

ઊઘડ્યાં દ્વાર  અંતરનાં                                             

એઈલીન કેડીભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ અ‍ૅન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ-18

તમે જે કરો તે જીવ રેડીને કરોછો? તેમાં તમારું હ્રદય પરોવાયું છે ?પ્રેમ અને નિષ્ઠાની મહોર માર્યા વિનાનાં કામોથી નવી ધરતી અને નવા આકાશનું સર્જન નહીં થાય. જુઓ કે તમે જે કરો – ભલે તે કોઈ પણ કામ હોય—મારા સન્માન અને મહિમા માટે કરો. આમ કરવાથી તમે જે કરશો તે પૂર્ણપણે કરશો. યાદ રાખો.કોઈ પણ કામ ‘કરવા ખાતર’ કરવાનો અભિગમ ન રાખશો. એવા અભિગમથી બધું બગડશે. એવું થાય ત્યારે એકાંતમાં જઈ પ્રાર્થના કરો. કૃપા માગો અને સૂર ઠીક કરો.

જ્યારે તમારો અભિપ્રાય બદલાય, તમને શાંતિ અને સંવાદિતાનો અનુભવ થાય ત્યારે આગળ વધો ને કામ પાર પાડો. તમે જોશો કે જ્યારે તમરો અભિગમ સાચો હોય ત્યારે કામ પૂર્ણપણે –ઝડપથી કરવાની શક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે. જ્યારે વધુ લોકો આ રીતે આત્માની પૂરી તાકાતથી જે કરવું જોઈએ તે કરવા તત્પર થાય છે ત્યારે સ્વર્ગ વાયુવેગે પૃથ્વી પર આવીને ખડું થઈ જાય છે.

માર્ચ-21,

વસંત ઋતુ આવી ગઈ છે. નવા યુગનું આગમન થઈ ચૂક્યું છે. જાગો અને આ અદભુત સમયમાં પોતાને જીવતા જુઓ. જુઓ કે બધે શ્રેષ્ઠતા સાકાર થઈ રહી છે. પરિવર્તનની આશા રાખો અને તેની સાથે કદમ મેળવો. કોઈ અવરોધ ન આવવા દો. નવી,અજાણ બાબતોથી ડરો નહીં. નિર્ભયપણે તેમાં પ્રવેશ કરો. એ જાણીને કે હું હંમેશાં તમારી સાથે છું.

હું કદી તમારો ત્યાગ નહીં કરું.દરેક બાબતમાં મને પિછાણો. મને સન્માન આપતાં, મારો મહિમા વધારતાં શીખો. તમે જેમાં જીવો છો તે આ સુવર્ણકાળ છે. જે કંઈ બની રહ્યું છે, જે પરિવર્તનો થઈ રહ્યાં છે તેની વિરુદ્ધ સંઘર્ષ ન કરો. સવાર પડતાં પહેલાં રાત વધુ ઘેરી બને છે. અંધકાર વધુ ગાઢ બને છે, પણ સવાર નજીક છે. તે તેના પૂર્ણ લય સાથે આવશે અને તેને કોઈ અટકાવી નહીં શકે. બ્રહ્માંડનું સઘળું જ્યારે એક પૂર્ણ લયની અંદર કાર્ય કરે છે.તો તમે શા માટે નહીં ?

—————————————-

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,076 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો