ઊઘડ્યાં દ્વાર  અંતરનાં\માર્ચ -13,14 અને 15

[Enter Post Title Here]

 

 

ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ અ‍ૅન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ 13

તમારું મન પુનર્જીવિત થાય તે માટેપોતાનામાં પરિવર્તન લાવો.જૂની કાંચળી ન છોડે તો સાપનો  વિકાસ અટકી જાય. ઈંડાનું કોચલું ન તૂટે તો મરઘીનું બચ્ચું મરી જાય. માના ગર્ભમાં જ રહે તો બાળક જીવી ન શકે. આ પ્રાકૃતિક પ્રક્રિયાઓ પરિવર્તનની અનિવાર્યતાને સમજાવે છે. કુદરતમાં  ક્મશ: આપરિવર્તનને કોઈ શક્તિ રોકી શકતી નથી. જે બચ્ચામાં કોચલું તોડી બહાર આવવાની શક્તિ નહીં હોય તે જીવી નહીં શકે, પણ તેનો એક યોગ્ય સમય હોય છે.

એ સમય આવી ગયા પછી પણ સુરક્ષિત અને સલામત રહેવા માટે સ્થગિત થઈ જવું,નવા અને અજ્ઞાત ભવિષ્યનો ઈનકાર કરવો, પરિવર્તનથી ભાગવું એ ઠીક નથી. તેમ કરીએ તો ગૂંગળાઈ જવાય,મરી જવાય. ક્ષણે ક્ષણે થતા પરિવર્તની અનિવાર્યતાને સમજો અને સ્વીકારો. તમારાહ્રદયને ઉન્નત બનાવો.પરિવર્તનોને માટે કૃતજ્ઞ  બનો અને પરિવર્તનની પ્રક્રિયાનો એક હિસ્સો બનો.

માર્ચ 14

તમારું કાર્ય નવી ધરતી અને નવા આકાશનું સર્જન કરવાનું છે. અવરોધો અને મુશ્કેલીઓની સામે ન જુઓ, પીડા અને પરાજયથી ન ડરો. લડાઈ અને અરાજકતાઓથી  ન  ગભરાઓ. પોતાને બીમારીના નહીં, આરોગ્ય-સ્વાસ્થ્યના રસ્તે લઈ જાઓ. તમારા આત્માને ઉન્નત બનાવતા જાઓ અને તમારામાં દુનિયાની તમામ આફતો સામે લડવાની શક્તિ પેદા થશે.

તમારી આસપાસ જે કંઈ છે તેમાં તમે રહેશો, પણ કશું તમને અવરોધી કે અટકાવી નહીં શકે. આ પ્રતિકારશક્તિ હોય પછી ક્યાંય કોઈ ભય નથી. જેમ ડૉકટર અને નર્સ રોગોની વચ્ચે રહેવા છતાં રોગોથી ડરતાં નથી અને તંદુરસ્ત હોય છે, તેમ વિશ્વની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થાય છતાં તમે નિર્ભય રહો છો. કદી નિરાશ ન થાઓ. શ્રદ્ધાને સબૂત રાખો. મનને મારામાં સ્થિર રાખો અને જુઓ કે બધું સારું, સારામાં સારુંજ થાય છે.

માર્ચ 15

નવા તરફ કદમ ઉઠાવતી વખતે સભાનપણે મારા વિશે વિચારો. દરેક ક્ષણમાં મારી શીખ ઉપસ્થિત છે તે યાદ રાખો અને તમારા મનને મારામાં સ્થિર કરો. તમારી ચેતના ઉન્નત થતી જશે. તમને કોઈ મુશ્કેલી નહીં રહે અને તમારો પંથ સરળતાભર્યો બનશે. તમે જે કહો, જે કરો, જે વિચારો તે બધામાં મને હાજર રાખો.તમારી બધી લાગણીઓ મને જણાવો. જ્યારે તમારી પાસે કશું જ ગુપ્ત નથી રહેતું ત્યારે તમને આત્માની સાચી સ્વતંત્રતા શું છે તે સમજાય છે.

મને તમારામાં તે સ્વતંત્રતા જોઈએ છે. કેમ કે તમારામાં તે હશે તો જ હું મારા ચમત્કારો તમને બતાવી શકું. મારા માટે તમારી અંદર કોઈ અવરોધ ન રહે. કેટકેટલું તમારામાં છુપાયેલું છે, બહાર નીકળવાની પ્રતીક્ષામાં છે. આ તો માત્ર શરૂઆત છે. કલ્પના કેટલી અદભુતતાની, તે સૌંદર્યની, તે પ્રકાશની જે ખૂલવાની ક્ષણની રાહ જુએ છે જાણે તમારે એક નવી દુનિયામાં, નવા માર્ગે જવાનું છે. નવા નિયમો,નવા વિચારો સાથે જવાનું છે. તમારી દૃષ્ટિ ઊંચી રાખો. નવો યુગ તમારી સામે ઊભો છે તેને નજરમાં ભરી લેવાનું સાહસ કેળવો. તમે જોશો કે તેની અંદર ખૂબ સહજતાથી તમે પ્રવેશી રહ્યા છો, હરીફરી રહ્યા છો અને એ તમારો એક ભાગ બની ગયો છે.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 778,008 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો