પ્રભો અંતર્યામી…… //કવિ ન્હાનાલાલ

dark-lord-krishna-shyam-sunder-and-its-meaning-latest

પ્રભો અંતર્યામી…… //કવિ ન્હાનાલાલ

 

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,

પિતા, માતા, બંધુ, અનુપમ સખા હિત કરણા;

પ્રભા, કીર્તિ, કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,

નમું છું, વંદુ છું, વિમલસુખ સ્વામી જગતના.

 

સહુ અદ્ ભુતોમાં  તુજ સ્વરૂપ અદ્ ભુત  નિરખું,

મહાજ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું;

દિશાની ગુફાઓ, પૃથિવી ઊંડું આકાશ ભરતો,

પ્રભો ! તે સૌથી યે પર પરમ તું દૂર ઉડતો.

 

પ્રભો ! તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું છે,

તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલયે નાથ તું છે;

અમારા ધર્મોનો અહરનિશ ગોપાલ તું  છે.

અપાપી-પાપીનું શિવસદન કલ્યાણ તું જ છે.

 

પિતા છે એકાકી, જડ સકલ ને ચેતન તણો,

ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો;

ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,

વિભુરાયા ! તુંથી અધિક પછી તો કોણ જ હશે?

 

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,

તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો;

નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,

નમું કોટી વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

 

અસત્યો માંહેથી પ્રભુપરમ સત્યે તું લઈ જા,

ઊંડા અંધારેથી પ્રભુ પરમ  તેજે તું લઈ જા;

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,

તું, હીણો હું છું તો તુજ દરશના દાન દઈ જા.

 

પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે,

અને વેગે પાણી સકળ નદના એ ગમ વહે;

વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી,

દયાના, પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી.

 

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચરું,

કૃત્તિ ઇંદ્રિયોની, મુજ મન વિષે ભાવ જ સ્મરું;

સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈ કરું,

ક્ષમા  દૃષ્ટે  જો  જો,  તુજ  ચરણમાં ધરું.

—————————————–

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,343 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: