લગ્નપ્રસંગે //પરમસમીપે //કુન્દનિકા કાપડિયા

Pryr  4 mereg

લગ્નપ્રસંગે

પરમસમીપે/કુન્દનિકા કાપડિયા/ પાના: 128 થી 130

પરમપિતા,

આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે

તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો

અમારા સહજીવનનું કેન્દ્ર તમે રહેજો

અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.

સુખમાં ને દુ:ખમાં, માંદગીમાં ને વાવાઝોડામાં

અમે પ્રેમ ને શ્રદ્ધાથી એકમેકની સાથે રહીએ

એકબીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન દાખવીએ

પોતાના વિચાર બીજા પર ન લાદીએ

બીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનું માન કરીએ

તેના હ્રદયનાં એકાંતની રક્ષા કરીએ.

હવે અમે કેવળ પ્રવાસી નથી

જીવનના બધા સ્તરે, સાથે રહેવાના હેતુને વરેલા

યાત્રી છીએ

અમારો પ્રેમ, તારા વિશાળ પ્રેમમાં પહોંચવા માટેનું

એક નાનું પણ મહત્ત્વનું પગથિયું છે.

અતિ પરિચયથી અવજ્ઞા ન કરીએ

પણ સતત સિંચનથી સુંદરતાનો ઉઘાડ કરીએ

અમારામાં ખોવાઇ ન જઇએ,

પણ એકબીજા દ્વારા પોતાને પામીએ.

લોકો કહે છે: લગ્ન એક પવિત્ર બંધન છે,

પણ જે બંધન છે તે પવિત્ર શી રીતે હોઇ શકે ?

અમારો પ્રેમ અમને બાંધતી જંજીર નહિ,

અમને ઊંચે ચડાવતી પાંખો બને.

અમારું જીવન સમાધાન ને ગોઠવણીની વ્યવસ્થા ન રહે

પણ એક ધબકતો, નિત્ય નવા ઉઘાડનો,

છલકતા આનન્દનો ઉત્સવ બની રહે

અમારાં સુખ-સલામતીમાં તૃપ્ત થઇ અમે પુરાઇ ન રહીએ

પણ સહુને માટે બારણા સદા ખુલ્લા રાખીએ,

એકમેકને જ નહિ, ઘણાંને ચાહીએ

અમારા માળામાં જે કોઇ આવે તે શીળો છાયો પામે.

એક ફૂલની જેમ ખીલતો, સુગંધ વેરતો સંબંધ

માનવજીવનનું એક ઉત્તમ સર્જન છે,

અમે એ સર્જનનો અર્ઘ્ય ધરીએ

એકમેક ભણી જોઇ રહેવાને બદલે

તમારા ભણી સાથે મીટ માંડીએ

સુખી કરીને સુખી થઇએ, સુખી થઇએ ને સુખી પણ કરીએ

એકબીજામાં ભળી ગયેલા પ્રવાહ જેવા નહિ, પણ

 જોડાજોડ ઊભા રહી,

તમારી આરતી ઉતારતા બે દીવા બની રહીએ.

અને અમારા બેમાંથી એક જણને

 તમે જ્યારે તમારા અંકમાં ઊંચકી લો,

ત્યારે બીજું જણ

શોકમાં ઝૂરી મરવાને બદલે

સાર્થક જીવન જીવ્યાના આનંદથી પરિપૂર્ણ રહે,

એકબીજાના સાથથી પોતે ઊંચે ચડ્યાનું પ્રતીતિપૂર્વક કહી શકે,

એવી આજના અવસરે અમારી પ્રાર્થના છે. 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
જાન્યુઆરી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: