ગઝલ —કિનારે જવું નથી***નિનુ મજુમદાર

કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963 

જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી,
પાછી લઇ લે નાવ કિનારે જવું નથી.

આરામથી થવાદે સફર જિંદગી મહીં,
આવેછે મોત તેડવા એને જવું નથી.

જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા !
મઝધાર ચાલ! કિનારે કિનારે જવું નથી.

સામે તું થા, હું જાણું છું જગના તુફાનને,
વહેતી જતી હવાને સહારે જવું નથી.

મહેફિલ તો પૂરી થઇગઇ, પરવાના રહી ગયા,
સૂતા શમાની પાસ, સવારે જવું નથી.

મંઝિલ મળે પછી ય મારે કરવું કંઇ નથી,
તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી.

રાખી છે વાસના, હે ‘નિરંજન’ શું નામની?
મારે જવું છે ત્યારે તમારે જવું નથી.

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
1 comments on “ગઝલ —કિનારે જવું નથી***નિનુ મજુમદાર
  1. pragnaju કહે છે:

    સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા

    મહેફિલ તો પૂરી થઇગઇ, પરવાના રહી ગયા,
    સૂતા શમાની પાસ, સવારે જવું નથી.

    મંઝિલ મળે પછી ય મારે કરવું કંઇ નથી,
    તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી.

Leave a comment

વાચકગણ
  • 775,722 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો