M.M.THREE

 

મેલૂડી ચાદર  ધોય

 

 ગુરુએ ખોદાવી રે વાવડી,

         જેના નીર તો ગંગાજળ કોય,

         સમજ મનવા, મેલૂડી ચાદર ધોય જી.

વણ ધોયે દુ:ખડાં ઊપજે,

          તારો તરણો શેની વિધે હોય ?—

           મનવા, મેલૂડી ચાદર ધોય જી.

 

તન મન કી તું તો કર લે મટકી,

            થારી કરણીની કુંડિયા હોય જી.

શબદુરા ઝટકા રે દીજીએ

         એવી સુરતી શિલા પર ધોય–

        મનવા, મેલૂડી ચાદર ધોય જી.

 

રોપડો રંગે ફૂટડો જેનાં

         અજબ રંગીલાં ફૂલડાં હોય જી,

ઊભો સૂકે પરભોમમાં એની

         કળિયું ન ત્રોડે રે કોય.–

        મનવા, મેલૂડી ચાદર ધોય જી.

 

ચંદન રંગે રે સામળો એનાં

         મરમ જાણે રે સંત કોય જી,

કાપ્યા પછે કંચન નીપજે એનાં

         મૂલ અમૂલખ હોય.—

         મનવા, મેલૂડી ચાદર ધોય જી.

 

દેખતડો રે પંથ દોયલો,

         એમાં ચાલતડાને સુખ હોય જી,

સંતનાં વોળાવાં રે લીજીએ

         એમાં વિઘન ન આવે કોય.–

         મનવા, મેલૂડી ચાદર ધોય જી.

 

ભમર ગુફામેં રે ભમે ભમરા,

         જ્યાં અલેખના અખેડા હોય જી,

લખમા માળી ની રે વિનંતિ

         ગુરુગમ વિના જોય ન કોય.–

        મનવા, મેલૂડી ચાદર ધોય જી.

વિશે

I am young man of 77+ years

Posted in ભજન

Leave a comment

વાચકગણ
  • 780,022 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો