KABEER સાધો સહજ સમાધ ભલી./કબીર

સાધો સહજ સમાધ ભલી.

ગુરુપ્રતાપે જા દિનસે લાગી,

 દિન દિન અધિક ચલી.

 જહં જહં ડોલૌં સો પરિકરમા,

 જો કછું કરૌં સો સેવા;

 જબ સોવૌં તબ કરૌં દંડવત્ ,

પૂજૌં ઔર ન દેવા.

કહૌં સો નામ, સુનૌં સો સુમિરન,

ખાવ પિયૌં સો પૂજા;

ગિરહ ઉજાડ એક સમ લેખૌં,

ભાવ મિટાવૌં દૂજા.

આંખ ન મૂંદૌં, કાન ન રૂંધૌં,

 તનિક કષ્ટ નહિ ધારૌં;

ખુલે નૈન પહિચાનૌં હંસિ હંસિ ,

 સુન્દર રૂપ નિહારૌં.

સબદ નિરંતરસે મન લાગા,

 મલિન વાસના ત્યાગે;

 ઊઠત બૈઠત કબહું ન છૂટૈં,

 ઐસી તારી લાગી.

 કહ કબીર યહ ઉનમુનિ રહની,

 સો પરગટ કરૌં ગાઇ;

દુ:ખ સુખ સે કોઇ પરે પરમપદ,

તેહિ પદ રહા સમાઇ.

ભાવાર્થ: શ્રી બાલમુકુંદ દવે

 ભજનની પહેલી જ પંક્તિ વડે કબીરસાહેબ ભાવકના ચિત્તમાં જિજ્ઞાસાનો ઝબકારો પ્રગટાવે છે—‘સાધો સહજ સમાધ ભલી.’આ સહજ સમાધિ કોને કહેવાય?અને જો એ સહજ હોય તો આપણને નિત્યજીવનમાં એનો અનુભવ થાય ખરો? કબીરજી જાત અનુભવ પરથી કહે છે: હા, જરૂર થાય. ‘ગુરુપ્રતાપ જા દિનસે લાગી, દિન દિન અધિક ચલી.’મને તો ગુરુમહારાજને પ્રતાપે જે દિવસથી એવી સમાધિ લાગી છે તે દિવસથી એની મીઠી લહેરોનું ઘેન રોજરોજ વધતું જ જાય છે.આમાં ‘ગુરુપ્રતાપ’ શબ્દ બહુ અગત્યનો છે. આપણને જો આવી સહજ સમાધિની ખેવના હોય તો એ માર્ગે સફળ રીતે દોરી જાય એવા કોઇ પ્રતાપી ગુરુની ખોજ આપણે પહેલાં તો ચલાવવી જોઇએ. પણ એવા ગુરુ ક્યાં મળે? એને માટે ગિરનારની ગુફાઓ ઢૂંઢવી? હિમાલય ખૂંદવો? ક્યાં જવું? હા, બધું છોડીને એમ ગુરુની ખોજમાં નીકળી પડવાની પણ એક રીત છે ખરી—પણ આપણે તો દુનિયાદારીના જીવ.આ સંસારમાં સરસા રહીને ઘરાઅંગણે એવા ગુરુ શે મળે? મળે, –ઘેર બેઠાં પણ મળે.જો અક્ષરદેહમાં ઝિલાયેલી સંત-વાણીના ધાગામાં આપણા મનના મણકા પરોવી એ કંઠી ધારણ કરીએ, તો વિદેહી સંતો પણ આપણે માટે સદેહી ગુરુરૂપ બને. સાચા શબ્દની ભીતરમાં એવી અદ્ ભુત શક્તિ જાગ્રત થતી હોય છે—જાણે એ વાણીને વહેતી કરનાર વ્યક્તિ આપણી સમક્ષ હાજરાહજૂર હોય. –તો પછી આ ભજનની વાણીમાંથી અક્ષરદેહે પ્રગટી આવતા કબીરસાહેબ પણ આ રહ્યા આપણી સામે જ. ખબર છે ને એ વણકરીમાંથી પોતાનુ6 ગુજરાન ચલાવતા? આવા મોટા મરમી સંત કર્મવિમુખ થયા વિના ઇશ્વરની ઓળખ કરી ગયા ને કરાવી ગયા. ઘરસૂત્ર સંભાળવા આપણે સૌ કરીએ છીએ એમ જ એ મહેનત કરતા. પણ આપણામાં ને એમનામાં એક જ પાયાનો ફેર છે. એમણે કર્મમાત્ર ઇશ્વરને સમર્પણ કર્યા હતા, જેથી એમાં લેપાયા વિના એ જીવી ગયા અને તરી ગયા. જ્યારે આપણે કર્મનો બોજ જાતે ઉપાડીએ છીએ જેને કારણે દુ:ખી છીએઅને ડૂબી રહ્યા છી. કબીરસાહેબની જેમ નિષ્કામ ભાવે આપણે સર્વ જીવનવ્યવહાર ચલાવતાં શીખીશું ત્યારે આપણને પણ એ ‘સહજ સમાધ’ સિધ્ધ થશે. અનેત્યારે કર્મ કરવા છતાં હળવા ફૂલ બનીજઇશું. ગાંઠનો કોઇ વેપાર કરીએ તો ખોટા જાયને? જે કરીએ તે માલિકના વાણોતર તરીકે જ કરીએ. પછી નફાનુકશાનની ફિકર શાની?બેસવું-ઊઠવું, બોલવું—ચાલવું, ખાવું—પીવું, ઊંઘવું—જાગવું—એ બધું સમર્પણભાવથી જ ચાલ્યા કરે તો એમાંથી પરમ યોગાનન્દની એક અખંડ ગુંજ ઊઠ્યા કરે. એ જ સહજ સમાધિ. અને પછી તો તમારુ6 પ્રત્યેક ડગ એ પ્રભુની પરિક્રમા અને પ્રત્યેક કર્મ એની સેવા બની રહેશે. તમો સૂશો તે પ્રભુને દંડવત્ કર્યા સમાન બની રહેશે.પછી તમારે બીજા કોઇ દેવનું પૂજન કરવા જવાની જરૂર રહેશે નહીં. તમે જે બોલશો તે જપ અને જે સાંભળશો તે સ્મરણ બની રહેશે. તમે ખાશોપીશો એ પ્રભુનૈવેદ્ય બનશે. પછી ઘરમાં હો કે વનમાં– એ બંને તમારે માટે સમાન બની રહેશે. તમારે આંખ—કાન બંધ કરવાની કે દેહને જરા પણ કષ્ટ આપવાની કોઇ જરૂર રહેશે નહીં. ઊઘાડી આંખે ઉલ્લાસપૂર્વક તમે ભગવાનના મનોહર રૂપને નિહાળી શકશો. તમારું મન નિરંતર શબ્દબ્રહ્મમાં જ લીન રહેશે અને મલિન વાસનાઓનો વળગાડ આપોઆપ છૂટી જશે. બેસતાં—ઊઠતાં ક્યારેય ન તૂટે એવી એકતાલી હરદમ લાગી જશે. કબીરસાહેબ કહે છે કે, પરમ ગૂઢ એવી યોગીના ચિત્તની અંતિમ અવસ્થા (ઉન્મુની) નું રહસ્ય મેં તમને પ્રગટ કરી બતાવ્યું છે. એ રહસ્ય પામીને હું સુખદુ:ખથી પર એવા પરમપદમાં સ્થિર થયો છું અને તમે પણ થાઓ.

વિશે

I am young man of 77+ years

Posted in ભજન
One comment on “
 1. atuljaniagantuk કહે છે:

  મને અતીશય પ્રિય એવુ આ કબીરનું પદ અહીં વાચીને અને શ્રી બાલમુકુંદ દવેનો ભાવાનુવાદ વાંચીને ઘણો આનંદ થયો.

  સાધો સહજ સમાધ ભલી.
  ગુરુપ્રતાપે જા દિનસે લાગી,
  દિન દિન અધિક ચલી.

  સહજ સમાધિ શું છે? સહજ સમાધિ તે વાસ્તવમાં આપણું સ્વાભાવિક સ્વરુપ છે. જ્યારે ગુરુ આપણને આપણા વાસ્તવિક સ્વરુપનો પરિચય કરાવી દે છે ત્યાર બાદ તો આપણે વધુને વધુ આપણા સ્વરુપમાં રમમાણ રહેતા જઈએ છીએ.

  જહં જહં ડોલૌં સો પરિકરમા,
  જો કછું કરૌં સો સેવા;
  જબ સોવૌં તબ કરૌં દંડવત્ ,
  પૂજૌં ઔર ન દેવા.

  વાસ્તવમાં તો પરબ્રહ્મ સર્વત્ર છે અને તેથી તે પરમાત્માની પરિક્રમા કરવા માટે કોઈ મુર્તિ કે ડુંગર કે કોઈ મૂર્ત પદાર્થની અવશ્યકતા નથી આપણે જ્યા પણ હરીએ ફરીએ છીએ તે પરમાત્માની પરિક્રમા જ છે. વળી આપણી જે કાઈ ક્રીયા છે તે સર્વ કાઈ તેની પ્રસન્નતાના અર્થે જ થતી હોવાથી જે કાઈ કરીએ છીએ તે સેવા જ છે. વળી પરમાત્મા તો સર્વત્ર છે તેથી જ્યાં સુઈએ ત્યાં દંડવત પ્રણામ થઈ જાય છે હવે વળી બીજા કોઈ દેવને પુજવાની જરૂર રહી નથી.

  કહૌં સો નામ, સુનૌં સો સુમિરન,
  ખાવ પિયૌં સો પૂજા;
  ગિરહ ઉજાડ એક સમ લેખૌં,
  ભાવ મિટાવૌં દૂજા.

  સર્વ ધ્વનિ પરમાત્માના ઓમકારમાંથી જ ઉત્પન્ન થાય છે. વિશ્વની જેટલી પણ ભાષા અને અવાજ છે તે પરમાત્માના ઓમકારમાંથી ઉત્પન્ન થયેલા છે તેથી જે કાઈ કહુ છુ તે તેનું જ નામ છે. વળી જે કાઈ સાંભળુ છુ તે તેનું જ સ્મરણ છે. મનુષ્યનું હ્રદય તો પરમાત્માનું દિવાનખાનું છે કે જ્યાં તે સહુથી વધુ પ્રગટ છે તો જે કાઈ ખાવુ પીવુ વગેરે ક્રીયા છે તે બધી પરમાત્માને ભોગરુપે જ અર્પણ થાય છે. ઘર હોય કે જંગલ હોય પરમાત્મા તો સર્વત્ર રહેલ છે અને તેથી તેને પ્રાપ્ત કરવા માટે અહી તહી ભટકવાની કોઈ જરૂર રહી નથી.

  આંખ ન મૂંદૌં, કાન ન રૂંધૌં,
  તનિક કષ્ટ નહિ ધારૌં;
  ખુલે નૈન પહિચાનૌં હંસિ હંસિ ,
  સુન્દર રૂપ નિહારૌં.

  આ આખીએ સમષ્ટિ મારા પ્રભુનું જ પ્રગટ રુપ છે. હવે તેને જોવા માટે આંખ બંધ કરવાની કે કાનમાં પુમડા ભરાવવાની કોઈ જરૂર રહી નથિ. વળી દેહને પણ જાત જાતના કષ્ટ આપવાની કશી જ આવશ્યકતા રહી નથી. હવે તો તેના ખુલ્લી આંખે મજાના દર્શન થાય છે અને તેમનું આવું વિરાટ મનોહર રુપ જોઈને આનંદ આનંદ થઈ ગયો છે.

  સબદ નિરંતરસે મન લાગા,
  મલિન વાસના ત્યાગે;
  ઊઠત બૈઠત કબહું ન છૂટૈં,
  ઐસી તારી લાગી.

  એક નિરંતર ધ્વની “સોહં – હંસો” શ્વાસે શ્વાસે નિરંતર ચાલી રહ્યો છે જેમાં મનડું લાગી ગયુ છે અને સંસારની જે મલિન વાસના છે તે આપોઆપ છુટી ગઈ છે. આ પરમાત્માની એવી દ્રઢ ધારણા થઈ ગઈ છે કે ઉઠતા કે બેસતા પણ આ સમાધિ લાગેલી જ રહે છે જાણે કે પોતે પોતાના સ્વરૂપ સાથે જ સંધાઈ ગયા છીએ.

  કહ કબીર યહ ઉનમુનિ રહની,
  સો પરગટ કરૌં ગાઇ;
  દુ:ખ સુખ સે કોઇ પરે પરમપદ,
  તેહિ પદ રહા સમાઇ.

  આ ઉન્મની દશા ને ગાઈ ગાઈને તે પરમાત્માની ધારણા કરતા કરતા સહજ રીતે જ તે પ્રગટી જાય છે અને આવી સ્થિતિ જેણે પ્રાપ્ત કરેલ છે તેને સુખ કે દુ:ખ કશું જ ન રહેતા એક માત્ર પરમપદમાં જ સ્થિતિ થઈ જાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 627,738 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: