ઉમાશંકર જોષી

UMASHANKAR JOSHI

ઉમાશંકર જોષી (21/07/1911 થી 19/12/1988)

આવતી કાલે એમનો 100મો જન્મ દિવસ છે.

 કવિ, વાર્તાકાર,એકાંકીકાર, નિબંધકાર, નવલકથાકાર અને સંસ્કૃતિ જેવા સામયિકના તંત્રી, જન્મ ઇડર પાસેના બામણા ગામમાં. માત્ર ગાંધીયુગના જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિ. પદ્યનાટક જેવું સ્વરૂપ પણ એમણે ખેડ્યું. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા. દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ અને પાર્લામેંટના સભ્ય હતા.

 (ઋણ સ્વીકાર: બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ/સંપાદન:સુરેશ દલાલ/ઇમેજ તથા નજરૂં લાગી/સંપાદન:સુરેશ દલાલ –ભાલ મલજી)

(1) ભોમિયા વિના

 ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

 જંગલની કુંજકુંજ જોવી હતી;

 જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,

 રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

 સૂના સરવરિયાની સોનેરી પાળે,

 હંસોની હાર મારે ગણવી હતી;

 ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

 વેરાયા બોલ મારા,

 ફેલાયા આભમાં,

 એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

 આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

 જઅંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી તે કંદરા,

 અંતરની આંખડી લ્હોવી જરી

. ===============================================================

 (2) અધૂરું ગાણું

ગાણું અધૂરું મેલ્ય માં,

 ’લ્યા વાલમા,

ગાણું અધૂરું મેલ્ય માં

. હૈયે આયેલું પાછું ઠેલમાં,

 ’લ્યા વાલમા,

 હોઠે આયેલું પાછું ઠેલમાં,—ગાણું અધૂરું….

હૈયાં સંગાથે ભૂંડાં ખેલ માં,

 ’લ્યાવાલમા,

 ભોળાં સંગાથે ભૂંડું ખેલ માં,–ગાણું અધૂરું…….

 ઓરાં બોલાવી ધકેલ માં,

 ’લ્યા વાલમા, છાતીથી છેટાં ધકેલ માં,–ગાણું અધૂરું….

છાતીથી છેટાં મેલ માં,

 ’લ્યા વાલમા,

 હૈયાં સંગાથે ભૂંડા ખેલ માં,– ગાણું અધૂરું મેલ માં,

‘લ્યા વાલમા,

 હોઠે આયેલું પાછું ઠેલ માં—ગાણું અધૂરું…

——————————————————————————————————-

(3)માનવી નું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?

અધબોલ્યા બોલડે, થોડે અબોલડે,

 પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

 સ્મિતની જ્યાં વિજળી,

જરી શી ફરી વળી,

એના એ હૈયાને રંજવામાં વાર શી?

એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?

એના એ હૈયાને નંદવામાં વાર શી?

==================================================================

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
1 comments on “ઉમાશંકર જોષી
  1. dhavalrajgeera કહે છે:

    Umashankarbhai was our friend of family Dr. Bhanuben and Dr. Jitubhai Trivedi.
    When,HE BECAME Vive chansellor of Gujarat University I was finishing my Medical Degree.
    They lived in Vice Chansellor’s Univesity banglow and Bhanooben Our Oldest Sister and we lived in Proffesors Quaters ATIRA.
    We had privilaged to enjoy the family and his great Poetry and Literature of Gujarat with Father C.G Valles, s.j

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

Leave a comment

વાચકગણ
  • 776,608 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો