બે શબ્દોની સમજવા જેવી વાત

મુખ અને સુખ

અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી બસ દેખાય છે.

    ગાંઠ અને રસ

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાંરસહોતો નથીઅને જયાંરસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી.જીવનમાં પણ કંઈક આવું જ છે.

પહેલાં અને પછી

બોલતાં પહેલાં અક્ષ્રર આપણો ગુલામ અને બોલ્યા પછી આપણે અક્ષર ના ગુલામ.

આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના ગ્યાનનું અભિમાન છે.પરંતુ  કોઈને પોતાના અભિમાન નું ગ્યાન  નથી.

ઈર્ષા અને સંસ્કાર

હું બીજાથી સારું કરું એ ઈર્ષા  અને હું બીજાનું સારું કરું એ સંસ્કાર.

બાધવા ખૂબ જ સહેલાં છે, પણ એ સંબંધોને સાચવવા જ અઘરાંપડે છે.

પારખવું અને સમજવું

પારખવાની  કોશિશ ઘણી બધી કરીએ.અફ્સોસ સમજવાની કોશિશ કોઈએ નાકરી.

અડવું અને નડવું

કોઈને અડ્વું નહિ એ આપણે શીખી ગયા પણ કોઈને નડવું નહિ એ ના શીખ્યા.

સંગત અને અંગત

સુખ વહેંચવા સંગત જોઈએ.દુ:ખ વહેંચવા અંગત જોઈએ.

Posted in miscellenous

સંભળાયે છે તાન

સંભળાયે છે તાન

પહાડમાંડૂબ્યા છે ગાન

હજીયે પડઘાયે છે પ્રાણ

ગાનના હજી પડ્ઘાયે છે પ્રાણ.

ઝાડ્માં હજી સંભળાયે છે તાન

પહાડમાં ડૂબ્યા છે ગાનરે

તોયે  સંભળાયે છે તાન.

ફળ વિનાના બીજને ઊગ્યું

થડ વિનાનું ઝાડ

પાન વિનાની ડાળને જાણે,

ફૂલનો ઊગ્યો પહાડ

પહાડમાં ડૂબ્યાં ગાન રે તોયે

સંભળઆયે  છે આન.

પંખીએ જે નીડ્માં ભર્યા

ડગ , તે ભૂલ્યું ખગ એ વ્હાલમ!

નીડ વિનાના પારેવડાંને

કોણરે કહે ‘આવ રે બાલમ’?

પહાડ્માં ડૂબ્યાં ગાન

ઝાડના જગે નહીં રે ખોયા

એક્કેક એનાં તાન ,

નીડ્માં કોળ્યા કંઠે જે કાલો

ઝાડને હજી ખૂબ રે વ્હાલો

પહાડમાં ડૂબ્યા ગાન રે તોયે

સંભળયે છેતાન,

ઝાડમાં હજી સંભળયે છે તાન-

પડ્ઘાયે છે  પ્રાણ

  • મેઘનાદ હ.ભટ્ટ

અ,આનંદ ફેબ્રુઆરી 2023 પાનું;11

Posted in miscellenous

રામની વાડીએ

રામની વાડીએ

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,

આપણા નામની અલગ છાપ ન પાડીએ જી,

જગને ચોક  ચબૂતરી વેરી રામધણીની જુવાર,

તે પર પાથરી બેઠો તું ઝીણી પ્રપંચ્ની જાળ;

ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી.

રામની વાડી ગામ આખાની, હોય ના એને વાડ,

બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;

વાડ કરી આ ક્ષિતિજ  ના વણસાડીએજી,

રામની વાડી ભોગવવી ભાઈ, હકનાં પાઈ નીર,

સૌને વ્હેંચી  ચાખવી  આપણે રામના ફળની ચીર;

આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી.

–ઉશનસ

Posted in miscellenous

ધારણા

અ.આનંદ ફેબ્રુઆરી,2023 પાનું:37

મહેબૂબ એ. સૈયદ(બાબા)

    ક્યાંય સુધી એની જીતના નારા તેના કાનમાં ગૂંજતા રહ્યા. વાતની જમાવટ વચ્ચે દરવાજે ટકોરા પડ્યા. જોયું તો રોડનો કોંટ્રાકટર ..! તેનામાં ઘૂંટાતી ધારણા આજે વધુ પાકી થઈ . ગામ આખાની નસ પારખી ગયેલો  આંતરિક કોઠાસૂઝ ધરાવતો  પાક્કો ખેલાડી. ચારેકોરથી ફસાયેલા  ફંદાને ગંદા કાવતરાં ઓને સિફતપૂર્વક પાર કરી  બહુમતથી વિજયી થઈ પોતાની જીદ  પૂરી કરીને જ રાહતનો દમ લીધો. પૂરા ખુલ્લા મેદાનમાં  એ પોતે જ અઠંગ ખેલાડી ને પોતે જ અઠંગ ખેલાડી ને પોતે જ એક વિજેતા હતો.

‘બોલો.. કામમાં કોઈ અડચણ તો નથીને? ‘

‘ના..ના..જરાય નહીં, આ તો આપના હિસ્સે આવતી રકમનું કવર આપવાજ…’

  ત્યાં જ એ તાડૂક્યો: ‘ગામ આખાયે મારામાં વિશ્વાસ પર કૂતરા મૂતરાવવા નથી. આજ પછી આવું કામ લઈને  ભૂલથીયે મારા.. આ રકમ ગામના કામકાજમાં વાપરી  વધુ સારું કામ થાય એમ.. ને જો એમાં ખૂટે તો આવીને મારા…’

કોંટરાકટૅર ના ગયા પછી ક્યાંય સુધી તેના મનમાં જીતના નારા પડ્ઘાતા જ રહ્યા.

Posted in miscellenous

ઉઘાડી રાખજો બારી – સર પ્રભાશંકર પટ્ટણી

ઉઘાડી રાખજો બારી

દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરના દુ:ખનેદળવા,

તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્ર્ણયનો વાયરો વાવા,કુછંદી દુષ્ટ વા જાવા,

તમારા શુદ્ધ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોની છૂટાંજંજીર થી થાવાં,

જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

–સર પ્રભાશંકર પટ્ટણી

Posted in કવિતા

હેલી

હેલી/વેણીભાઈ પુરોહિત

ભજનયોગ/ સંકલન: સુરેશ દલાલ

હરિકીર્તનની હેલી રે મનવા !

હરિકીર્તન ની હેલી,

ધ્યાન ભજનની અરસપરસમાં જાગી તાલાવેલી,

ધામધૂમ નર્તન અર્ચનનીસતત ધૂન મચેલી ;

રે મનવા !  હરિકેર્તનની હેલી.

મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી,

મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી :

રે મનવા !

હરિકીર્તનની હેલી.

નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી,

કેવી અકલ અલૌકિક લીલા ! કોઈએ નથી ઉકેલી:

રે મનવા !

હરિકીર્તનની  હેલી.

Posted in miscellenous

શ્વાસો ની જેટલું જ

શ્વાસો ની જેટલું જ \વિનોદ રાવલ

સુખ શબ્દનું બધું જ મને માણવા મળ્યું,

અખબાર  એક  જૂનું બદન ઢાંકવા મળ્યું.

અનુમાન થાય ફક્ત, રસાસ્વાદ શું કરું?

શબરીનું એઠું બોર નથી ચાખવા મળ્યું.

બેઉ પગે અપંગને ચપ્પલ મળી ગયાં.

ટેકો મળ્યો નહીં ને નથી ચાલવા મળ્યું.

જઈને સહેજ દૂર તરત આવવું પડ્યું,

શ્વાસો ની  જેટલું જ જવા-આવવા મળ્યું.

શ્વાસો મળે છે તેય પરત આપવા પડે,

જાણે અહીં કશું ય નથી રાખવા મળ્યું.

===સેવાભારતી હૉસ્પિટલ કેરિયા રોડ, અમરેલી

મો.9825549332

Tagged with:
Posted in miscellenous

ભાણી

દિવાળીના દિન આવતા જાણી,

ભાદરમાં ધૂએ લુગડાં ભાણી,

માથે હતું કાળી રાતનુંધાબું;

માગી ત્રાગી કર્યો એકઠો સાબુ;

‘કોડી વિનાની હું વિનાની હું કેટલે  આંબું?

લૂગડાંમાં એક સાડલો જૂનો,

ઘાઘરો યે મેલો દાટ કે’દુનો

કમખાયે કર્યો કેવડો ગુનો?

તીને ત્રોફાયેલ ચીંથરાને કેમ ઝીંકવું તાણી?

ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી,

ઓઢણું પેરે  ને ઘાઘરો ધુવે

ઘાઘરો ઓઢેને  ઓઢણું ધુવે;

બીતી બીતી ચારે દિશામાં જુએ

એને ઉઘાડી અંગે અંગમાંથી આતમા ચૂવે;

 લાખ ટકાની આબરૂને એણે સોડમાં તાણી

ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી,

ઊભાં ઊભાં કરે ઝાડવાં વાતું,

ચીભડાં વેચીને પેટડાં ભરતી,

ક્યાંથી મળે એને ચીંથરૂં ચોથું?

વસ્તર વિનાની ઈસ્તરી જાતની આબરૂ સારૂ

પડી જતી નથી કેમ મોલાતું?

શિયાળવાંની વછૂટતી વાણી

ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું

કેમ કરી થાવું ઝૂંપડી ભેળું?

વાયુની પાંખ ઉડાડતી વેળુ !

જેમતેમ પે’રીલૂગડાં નાઠી

ઠેસ  ઠેબાં ગડથોલિયાં ખાતી

ધ્રૂજતી ધ્રૂજતી કાય સંતાડતી

કૂબે પહોંચતા તો

પટકાણી

રાંકની રાણી;

ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી

—-ઈંદુલાલ ગાંધી

અખંડ આનંદ,એપ્રિલ.2022

————————————————————-

Tagged with:
Posted in miscellenous

ઉઘાડી રાખજો બારી

ઉઘાડી રાખજો બારી

દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા,

તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,

તમારા શુદ્દ્ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ્કર્મોની છૂટા જંજીરથી થાવા,

જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

–સર પ્રભાશંકર પટ્ટણી

અખંડ આનંદ\એપ્રિલ\2022\પાનું:\પાનું ત્રણ

Tagged with:
Posted in કવિતા, miscellenous

મોગરાનું ફૂલ

મોગરાનું ફૂલ – શાંતિલલ ગઢિયા

અખંડ આનંદ\એપ્રિલ2022\પાનું;41

     સવારના નાસ્તા માટે માતાપિતા અને પુત્રી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં. મહિનાનો છેલ્લો શનિવાર હોઈ શાળામાં યુનિફોર્મ માંથી છુટ્ટી હતી.તેથી પીંકી સવારથી જ આનંદમાં હતી. પોતાના મનગમતાં રંગનું ને ડિઝાઈનવાળું ફ્રોક પહેરવા મળશે.

   મમ્મીએ પીંકી સામે દૂધનો ગ્લાસ ધર્યો. પીંકીએ મોં મચ્કોડ્યુ. ચેહરા પર નો આનંદ નાખુશીમાં પલટઈ ગયો. રોજ રોજ હું દૂધ નહીંપીઉં’’ કહી એણેમમ્મીને ગ્લાસ પાછો લઈ લેવા કહ્યું મમ્મી ગુસ્સે થઈ ગઈ. ‘’ તારી હંમેશની જિદ્દ્થી હું કંટાળી ગઈ છું. શુંકામ દૂધ નહિપીએ? કહેતાં પુત્રીનામાસૂમ ગાલ પર થપ્પડ મારી. પપ્પાએ પણ એમાં સૂર પુરાવ્યો.’એ છે જ એવી ‘આ ખાઈશ પેલું નહી, ક્યારે સમજણી થશે છોકરી?

 પીન્કી રડતી રડતી બેડરૂમમાં ચાલી ગઈ.’મમ્મી વઢે, પપ્પા પણ વઢે, મારું કોઈ નહિ,! વેદનાથી એનું મોં પડી ગયું. માતાપિતા મૌન ધારણ કરી ઊભા થઈ ગયાં.માતાનો પુત્રી પરનો ગુસ્સો હવે પતિ તરફ ફંટાયો.હું પીંકીને ધમકાવું, એટલે એમણે પણ ધમકાવવાની? એમણે  મને રોકી કેમ નહિ?પિતાને પણ અપરાધભાવ પીડતો હતો. પોતે કોની કઈ રીતે ક્ષમા માંગે?દ્વિધા  એમને વ્યાકુળ બનાવતી હતી.બંને દીવાન ખંડ્માં બેઠાં હતાં, પણ એકનુ મોં  પૂર્વ તરફ, એકનું મોં પશ્ચિમ  તરફ

સ્કૂલ જવાનો સમય થતાં મમ્મી સજાગ થઈ પીંકી પાસે ગઈ, પ્રેમપૂર્વક એને તૈયાર કરી વાળ ઓળી આપ્યા. ફરી જ્યાંહતી ત્યાં આવીને બેસી પતિથીદૂર બેસી ગઈ.અબોલા ચાલુ જ હતા. પીંકી વાડામાં જઈ મોગરાનું ફુલ લઈ આવી. આજના શનિવારે મજા કરવાની છે.ફૂલ માથામાં ખોસ્યું અને દોડતી મમ્મીપપ્પા વચ્ચે આવીને ઊભી રહી. ‘’અરે,બેઉમારી સામેજુઓ તો ખરા.મોગરા નું ફૂલ મેં  બરાબર ખોસ્યુંછેને?

પતિ પત્નીની પરસ્પર દ્રષ્ટિ મળી. પુત્રીસામે  જોઈ બંને હસી પડ્યાં

——-

Posted in miscellenous
વાચકગણ
  • 771,386 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
એપ્રિલ 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો