ગુજરાતી કવિતા – મીન પિયાસી

 

ગુજરાતી કવિતાઓ

ઘૂ ઘૂ ઘૂ//મીન પિયાસી/ અભિયાન 14/02/1993

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછુંદરોનું  છૂ છૂ છૂ,

કૂજનમાં શી  ક્ક્કાવારી? હું કુદરતને પૂ છું છું .

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે

હૂ હૂ હૂ.

લખપતિઓનાલાખ નફામાં સાચું ખોટું કળવું શું?

ટંકટંકની રોટી માટે રક જનોને રળવું શું?

હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ ! તું પ્રભું તું.

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

સમાનતાનો સમય થાસે ત્યાં ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં, ફણિધરો શાં ફૂ ફૂ ફૂ

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

પરમેશ્વર તો પહેલું પૂછશે કોઇનું સુખદુ:ખ પૂછ્યું’ તું ?

દર્દભરી દુનિયામાં જઇને કોઇનું આંસુ લૂછ્યું’તું?

ગેં ગેં ફેં ફેં કરતાં કહેશો હેં હેં હેં હેં ! શું શું શું.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,012 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓગસ્ટ 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો