તો પપ્પા, હવે ફોન મૂકું?/મનહર ત્રિવેદી

PAPPA

અગાઉ મૂકેલી આ કવિતા મને બહુ ગમે છે એટલે ફરી થી એકવાર

તો પપ્પા, હવે ફોન મૂકું?/મનહર ત્રિવેદી

તો પપ્પા, હવે ફોન મૂકું?

તમને યે મોજ જરી આવે તે થયું મન !

STD ની ડાળથી ટહુકું…..

 

હોસ્ટેલને ! હોસ્ટેલ તો ફાવે છે….

જેમ કે કાંટામાં સચવાતું ફૂલ,

તોય  એ તો ઊઘડે છે…

રંગભર્યું મહેકે છે….

ડાળખીમાં ઝૂલાઝૂલ….

ફાગણના લીલા, કુંજાર કોઇ ઝાડવાનું પાન

એમ થાય નહીં સૂકું….

તો પપ્પા, હવે ફોન મૂકું?

મમ્મીબા જલસામાં?

બાજુમાં ઊભી છે?

ના ના તો વાસણ છો માંજતી,

કે’જો દીકરી તારાં સૌ સપનાઓ

રાત પડ્યે નીંદરમાં આંજતી.

સાચવજો….

ભોળી છે…. ચિંતાળુ… ભૂલકણી….

પાડજો ના વાંકુ કે ચૂકું….

તો પપ્પા, હવે ફોન મૂકું?

શું લીધું? …સ્કૂટરને?….

ભારે ઉતાવળા…

શંભુ કે’તોતો ફ્રીજ,

કેવા છો જિદ્દી?…

 ને હપ્તા ને વ્યાજ?

વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ,

ઝાઝી તો વાતુંના ગાડા ભરાય

કહું હાઇકુમાં….

એટલે કે ટૂંકું…..

તો પપ્પા, હવે ફોન મૂકું?

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
5 comments on “તો પપ્પા, હવે ફોન મૂકું?/મનહર ત્રિવેદી
  1. saras rachana ! mauj aavi gai dost ! thnks & congrats

  2. Jignesh adhyaru કહે છે:

    વાહ કાકા, ખૂબ સુંદર રચના મૂકી છે…

    મજા પડી ગઈ…

  3. સુંદર,… હોસ્ટેલ માં ગયેલ યુવક ની મનોવ્યથા!… અડધું મન સતત ઘેર જ હોય…
    આ આત્મીયતા તૂટતા વર્ષો વીતી જાય છે! પછી તે જનરેસન ગેપ ના નામે ઓળખાય છે!

Leave a comment

વાચકગણ
  • 777,978 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો