a

SANXEPKARTAA

સંક્ષેપકર્તા:સુ.શ્રી. હસુમતી મહેતા(બી.એ., એમ.એડ્.)ના
શ્રીમદ્ ભાગવત સંક્ષેપ આધારિત “જ્ઞાનકસોટી”
પ્રશ્ન સંયોજક :
ફલાઇંગ ઑફિસર શ્રી અશ્વિનભાઇ સોમેશ્વર ખંભોળજા(નિવૃત)
સંચાલક:- બાળપુસ્તકાલય,ગાયત્રી મંદિર,ડાકોર મોબાઇલ:09898032057

. સૌજન્ય
(1) શ્રીગોપાલદાસ એચ.પારેખ, “પુસ્તકની પરબ”
ચીપ્સ એંડ બાઇટ્સ, બીજે માળે, નગરશેઠ ચેમ્બર્સ, ગુંજન સિનેમા પાસે, કોપરલી રોડ, જી.આય.ડી.સી. વાપી.396195 મોબાઇલ:-09898792836 (2)શ્રીમહેન્દ્રભાઇ આર.પટેલ. માવજીભાઇની ખડકી,ડાકોર 288225


પ્રશ્નોત્તરી પ્ર. 1. શ્રીમદ્ ભાગવત કેવો ગ્રંથ છે?
અ.ધાર્મિક બ. ભક્તિપ્રધાન ક. આધ્યાત્મિક ડ. ત્રણેય
પ્ર. 2. વેદવ્યાસજી એ ભાગવતજીની રચના કરતાં પહેલાં ક્યા ગ્રંથની રચના કરી હતી?

અ. મહાભારત બ. વિષ્ણુપુરાણ ક. શ્રીમદ્ ભગવદ્ ગીતા ડ. ઉપરના ત્રણે ય ગ્રંથ.
પ્ર. 3. વ્યસજી અને માતા અરણીના પુત્રરૂપે કોણે જન્મ લીધો હતો?

અ.બ્રહ્માજી બ. વિષ્ણુ ક.મહેશ ડ. ગણપતિ પ્ર. 4. કઇ વયે શુકદેવજીએ ગૃહ ત્યાગ કર્યો?
અ.3વર્ષ બ. 4વર્ષ ક.5 વર્ષ ડ.6 વર્ષ

 પ્ર. 5. સનતકુમારોએ પ્રથમ વખત ભાગવતજીની કથા ક્યા સ્થળે કરી?

 અ. અલાહાબાદ બ. બદરીકાશ્રમ ક.હરિદ્વાર ડ. અયોધ્યાજી.

પ્ર. 6. ધુંધુકારી કોનો પુત્ર હતો.?

 અ.ધુંધુંકા બ.આત્મદેવ ક.કપિલદેવ ડ. રામદેવ

 

 પ્ર. 7. ધુંધુંકારીનું મૃત્યુ કેવી રીતે થયું?

અ. કુલટા સ્ત્રીઓ દ્વારા બ. સર્પદંશ્થી ક. આત્મહત્યાથી. ડ. ઉપરનું એકપણ કારણ નહીં


પ્ર. 8 .શ્રીમદ્ ભાગવતના કેટલાં સ્કંધ છે?
અ.10 બ.11 ક. 12 ડ.14

પ્ર. 9 . ભગવાનના તેટલા અવતાર થયા? (ભાગવતજી પ્રમાણે)
અ. 23 બ. 24 ક. 25 ડ.26
પ્ર. 10 . નારદજી કોના પુત્ર હતા ?

 અ.ઋષિપત્નિ બ. દાસી ક. બ્રાહ્મણ સ્ત્રી ડ. અપ્સરા
પ્ર. 11. નારદજીએ ક્યા વૃક્ષ નીચે બેસી ભગવાનનું ધ્યાન ધર્યું હતું ?

 અ. લીમડો બ. આમ્રવૃક્ષ ક.અશ્વત્થવૃક્ષ. ડ. કદંબ વૃક્ષ

પ્ર. 12. જીવનની આખરી ઘડીઓ ગણતા બાણશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની ઉંમર કેટલા વર્ષની હતી?

અ. 179 બ. 279 ક. 105 ડ. 99
પ્ર. 13. મહાભારતનાયુધ્ધ પછી ભાતૃહત્યાના પાપમાંથી મુક્ત થવા નારદજીએ પાંડવોને ક્યા સ્થળે જઇ મહાદેવની સ્તુતિ કરવા માર્ગદર્શન આપ્યું?

અ.રામેશ્વર બ. કાશીવિશ્વનાથ ક. કેદારનાથ ડ. ડંકેશ્વર
પ્ર.14. પરીક્ષિતરાજાએ કલીયુગને ક્યા સ્થાનોમાં રહેવાની પરવાનગી આપી?

અ. જુગારખાનું બ.મદિરાલય. ક.સોનું દ. ઉપરની ત્રણેમાં

 પ્ર. 15. ગાયત્રી માતાના ઉપાસક શૃંગી ઋષિ કોના પુત્ર હતા ?

 અ.વિશ્વામિત્ર બ.વશિષ્ઠ ક.શ્રંગાલ ડ, શમીક.

 પ્ર. 16. શ્રીમદ્ ભાગવતમાં કોની કથાઓનું વર્ણન છે?

 અ.દેવ અને દાનવો બ. ભગવાનના અવતારો

ક.કૃષ્ણ અને તેમની લીલાઓ ડ. બ અને ક બંને

પ્ર. 17. શ્રીમ ભાગવતજીમાં કુલ કેટલા શ્લોકો છે?

 અ. 15,000 બ. 18,000 ક. 16,000 ડ. 20,000

 પ્ર. 18 . ઇશ્વરની આરાધના કરતા નારદજીના જીવનમાં શું પ્રગતિ થઇ?

અ.દેવર્ષિ પદ પામ્યા બ. રંક માંથી રાય બન્યા ક. માટીમાંથી સોનું થયા. ડ. ત્ર્ણેય થયા.

પ્ર. 19. વ્યાસજીએ ભાગવતજીને ગ્રંથસ્થ કરવા લહિયા તરીકે કોને વરણ કર્યા?

અ. કાર્તિકસ્વામી બ. મા શારદા ક.ગણપતિ ડ.બ્રહ્માજી
પ્ર.20 વિષ્ણુસહસ્ત્રનો પાઠ કોણે કોને કરાવ્યો?

અ. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને બ. શંકર ભગવાને મા પાર્વતીજીને
ક. બ્રહ્માજીએ વેદવ્યાસજીને ડ. ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને.
પ્ર. 21. શ્રીકૃષ્ણભગવાનનું મૃત્યુ કેવી રીતે થયું?

‘અ. પોતાની યોગમાયા દ્વારા દેહ તજ્યો. બ.કુદરતી રીતે મૃત્યુ થયું. ક. સમુદ્રમાં સમાધિ લીધી. ડ. પારધીના બાણથી.
પ્ર.22 . જનકરાજા અને સુનયના મહારાણી પાસેથી શુકદેવજી એ કેટલી ભિક્ષા સ્વીકારી?

અ. પોતાના કમંડળમાં માય તેટલી બ. હથેળીમાં માય તેટલી
ક. ઝોળીમાં સમાય તેટલી ડ. અ અને ક બંને

 પ્ર. 23 .પૃથ્વી પર ભગવાન ક્યારે અવતાર ધારણ કરે છે?

 અ. જરૂર પડે ત્યારે બ. અધર્મ વધે ત્યારે ક. ધર્મ ભયમાં મુકાય ત્યારે ડ. ઉપરના ત્રણે ય.

 પ્ર. 24. ભાગવત સ્કંધ બીજામાં વર્ણવેલા શ્લોકોમાંથી ક્યા ચાર શ્લોકોને ચતુ:શ્લોકી ભાગવત કહેવામાં આવે છે?

અ. 31 થી 34 બ.32 થી 35ક.33 થી 36 ડ. 34 થી 37
પ્ર. 25 . પારશવીદેવી કોના પત્ની હતા?

અ. કર્ણ બ. મનુરાજા ક.વિદુરજી ડ. સંજય
પ્ર. 26 . બ્રહ્માજીએ મૈથુનિક સૃષ્ટિના સર્જના માટે કોનું સર્જન કર્યું?

અ. મનુ અને શતરૂપા બ. વશિષ્ઠ અને અરૂંધતિ ક. કર્દમ-દેવહૂતિ ડ. ઉપરના ત્રણે ય
પ્ર. 27. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ કોના પુત્ર હતા ? અ. કશ્યપ—દિતિ બ. કર્દમ—દેવહૂતિ ક.કશ્યપ—અદિતિ
ડ. મનુ –શતરૂપા
પ્ર. 28. કપિલ ભગવાને માતા દેવહૂતિનું શ્રાધ્ધ કઇ જગ્યાએ કર્યું?

અ.ગયાજી બ. અલાહાબાદ ક.ગંગાસાગર ડ. હરિદ્વાર
પ્ર. 29 . દક્ષની કથા પરથી આપણે શું સાર લેવો જોઇએ ?

અ.ગુસ્સો ન કરવો બ. અહંકારથી વિનાશ થાય ક. અસત્યના બોલવું ડ.ઉપરના ત્રણેય
પ્ર. 30 . કોઇપણ કાર્ય કેવી રીતે કરવાથી સફળ થાય છે?

અ. વિચારીને બ. કામ અને ક્રોધને જીતીને કરવાથી ક. યોજના સહ ડ. આંખો નીચીને ધ્યેય કે ધ્યેય વિના કરવાથી.

પ્ર. 31 . ધૃવજીએ કઇ વય સુધી રાજ્ય સંચાલન કર્યું? અ.100 વર્ષ બ. 58 વર્ષ ક. 57 વર્ષ ડ.75 વર્ષ
પ્ર.32 . ઋષભદેવના પિતાજીનું નામ શું હતું? અ.ઉત્તાનપાદ બ. ગાધીરાજા ક.નાભીરાજા ડ.મયુરધ્વજ રાજા.
પ્ર. 33 . ઋષભદેવે સન્યાસી જીવન વ્યતીત કરવા કેવી અવસ્થા સ્વીકારી? અ. મુક્ત સન્યસ્ત બ. બધ્ધ સન્યસ્ત ક. મૌન સન્યસ્ત
ડ. ઉપરની ત્રણેય અવસ્થા
પ્ર. 34 . જડભરતજી આગળ જન્મમાં શું હતા?

 અ.સસલું બ.ગાય ક. માછલી ડ. હરણ
પ્ર.35 . દિવસમાં શુભકાર્યો કરવા માટ એઉત્તમ એવું અભિજિત નક્ષત્ર ક્યા સમયે હોય છે?

 અ. સવારે ચાર વાગ્યે. બ.બપોરે એક અને ચાળીસ મિનિટે. ક. બપોરે બાર અને ઓગણચાલીસ મિનિટે ડ. છ અને ત્રેવીશ મિનિટે.
પ્ર. 36 . અજામિલ ડાકૂના દિકરાનું નામ શું હતું?

અ. વિષ્ણુ બ. શંકર ક. નારાયણ . ડ. શ્રીકાંત
પ્ર. 37 .દેવતાઓનાગુરુ વૃધ્ધ થયા ત્યારે તેમની જગ્યાએ કોને ગુરુપદે સ્થાપ્યા?

અ.વિશ્વરૂપ બ. ત્વષ્ટા ક. વશિષ્ઠ ડ. વિશ્વામિત્ર
પ્ર. 38 . દેવ અને દૈત્યો વચ્ચે પ્રથમ સંગ્રામ કઇ નદીના કિનારે અને ક્યા સ્થળે થયો હતો ?

 અ.નર્મદા—ભરૂચ બ. ગંગા—હરિદ્વાર ક.ગંગાસાગર—કલકત્તા ડ. યમુના—મથુરા
પ્ર. 39 . હિરણ્યાક્ષના વધનું વેર લેવા હિરણ્યકશિપુએ ક્યા સ્થળે તપ કરેલું? અ.ગંગોત્રી બ.હિમાલય ક. મંદરાચલ ડ. કૈલાશ
પ્ર. 40 હિરણ્યકશિપુ તપ કરીને પાછો ફર્યો,ત્યારે પ્રહલાદજી કેટલા વર્ષના હતા? અ.4 વર્ષ બ. 5 વર્ષ ક. 6વર્ષ ડ. 7 વર્ષ
પ્ર.41 . ગજેન્દ્ર મોક્ષ કથાના ગજ અને ગ્રાહ ક્યા સ્થળે લડ્યા? અ. કૈલાસ પર્વત –માનસરોવર બ. હિમાલય પર્વત- ગંગોત્રીક.ત્રિકુટ પર્વત પરના સરોવર ડ. ભૂજ પાસે નારાયણ સરોવર
પ્ર.42 . સાગરમંથન વખતે વિષ્ણુ ભગવાને કયો અવતાર ધારણ કરેલો/

 અ. મત્સય બ.કુર્મ ક.કચ્છપ ડ.વરાહ

 પ્ર. 43. સાગરમંથન વખતે સાગરમાંથી ભગવાન વિષ્ણુના અંશમાંથી એક અદ્ ભુત પુરુષ પ્રકટ થયો, તે વ્યક્તિ કયા નામે પ્રસિધ્ધ થયા?

 અ. અશ્વિનીકુમાર બ. કુમારસ્વામી ક. મહર્ષિ ચરક ડ. ધંવંતરી.

પ્ર. 44 . કશ્યપમુનિની પત્નિ અદિતિએ પોતાના પુત્રો દેવતાઓનું રાજ્ય પાછું મેળવી આપવા માટે કયું વ્રતકર્યું હતું/

અ. ઇશ્વ—પાર્વતી વ્રત બ. રાજ્યપ્રાપ્તિ વ્રત ક. એકાદશી વ્રત
ડ.પયોવ્રત
પ્ર. 45 . વામન ભગવાનની જન્મજયંતિ ક્યામહિનાની બારસે ઉજવાય છે.?
અ. કારતક બ. શ્રાવણ ક. ફાગણ ડ. ભાદરવો

પ્ર. 46 . અંબરીશ રાજાએ સેવેલું પ્રભુ દ્વારકાધીશજી નું મંદિર હાલ ક્યાં બિરાજે છે? અ.શ્રીનાથદ્વારા બ. અડેલ ક.ગોવિંદઘાટ ડ. કાંકરોલી

 પ્ર. 47 . રામ ભગવાન વનવાસમાં ગયા તે સમયે ભરતજી બોજનમાં શું લેતા હતા?

અ. ફરાળ બ. ફળફળાદિ ક. મીઠા વિનાનું સાદુ6 ભોજન
ડ. જવની ભાખરી

 પ્ર. 48 . શ્રવણના મા—બાપે દશરથ રાજાને કયો શ્રાપ આપ્યો?

અ. પુત્રવિયોગથી મૃત્યુ બ.ભોજનભક્ષથી મૃત્યુ ક. પારધીના બાણથી મૃત્યુ ડ. બ અને ક બન્ને

પ્ર.49 .લંકા વિજય બાદ અયોધ્યામાં શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો.લક્ષ્મણજી સીતાજીને કોના આશ્રમમાં મૂકી આવ્યા?
અ. વિશ્વામિત્ર બ. કણ્વઋષિ ક. ડંકઋષિ ક.વાલ્મીકિ
પ્ર. 50 .ભરતરાજાના પત્નિ શકુંતલા કોના પુત્રી હતા ?
અ. વિશ્વામિત્ર બ. વશિષ્ઠ ક.વૈવસ્વત ડ. વિશ્વરૂપ
પ્ર. 51 . શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધને ભગવાનશ્રીનાથજીનું કયું સ્વરૂપ કહેવામાં આવ્યું છે ?

અ.હૃદય બ. વદન ક. ચરણ ડ. ઉપરના ત્રણેય
પ્ર. 52. દશમ સ્કંધમાં મથુરા, વસુદેવ અને દેવકીના અનુક્રમે શુંઅર્થ બતાવ્યા છે?

 અ.મન,વચન અને કર્મ બ. કાયા, જીવ અને બુધ્ધિ
ક.આત્મબળ ,સાહસ અને ધૈર્ય ડ. ઉપરના અ અને ક
પ્ર.53 . સંતાનવિહોણા નંદ-યશોદાને સંતાન પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરવા ક્યા ઋષિએ માર્ગદર્શન કર્યું ?
અ. વિશ્વામિત્ર બ.કણ્વ ક.ગૌતમ ડ. શાંડિલ્ય

 પ્ર. 54. શ્રીકૃષ્ણભગવાને કારાગૃહમાંશ્રાવણ મહિનાની કઇ તિથિએ જન્મ લીધો?

અ.સુદ આઠમને ગુરુવાર બ.વદ આઠમ ને બુધવાર ક. વદ દશમ ને શુક્રવાર ડ. સુદ નોમ ને શુક્રવાર
પ્ર. 55 . જન્મ પછીના કયા દિવસે પૂતનામાશીનો ઉધ્ધાર કર્યો? અ.પાંચમો બ. છઠ્ઠો ક.સાતમો ડ. આઠમો. પ્ર. 56. બાલમુકુંદનું દર્શન કરવા નંદરાયજીને ઘરે કયા દેવતા પધાર્યા?

 અ.બ્રહ્મા બ. વિષ્ણુ ક. મહેશ ડ. ઇન્દ્ર

પ્ર. 57. પૂતના આગલા જન્મમાં કોની પુત્રી હતી?

અ. હિરણ્યકશિપુ બ.વૃત્રાસુર ક.મહિસાસુર ડ. બલિરાજા
પ્ર. 58. યદુવંશના પુરોહિતનું નામ જણાવો

. અ. રામાચાર્ય બ. શંકરાચાર્ય ક.ગર્ગાચાર્ય ડ. શુક્રાચાર્ય

 પ્ર. 59. બાળકને પોટી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં કયા મહિનામાં લઇ જવામાં આવે છે?

અ. ત્રીજા અને ચોથા બ. ચોથા અને પાંચમા ક. પાંચમા અને છઠ્ઠા
ડ. એક વર્ષ પુરું થયે તુરંત
પ્ર. 60. કાનુડાએ માટી ખાધી છે કે નહી તે તપાસવા મા યશોદાએ કાનાનું મુખ ખોલાવ્યું તો તેમાં તેમને શેના દર્શન થયા?

 અ. ચતુરભુજ ભગવાન ના બ.સાક્ષાત વૈકુંઠના ક. સમગ્ર ગોકુળના
ડ. કાનાની જીભ અને દુધિયા દાંતના

 પ્ર. 61. ખાંડણીયા સાથે બંધાયેલા ભગવાન બાળકૃષ્ણનો જમણો અંગુઠો આંગણામાં રહેલા વૃક્ષોને અડક્યો ત્યારે તે વૃક્ષોમાંથી બે દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા. તેમના નામ જણાવો.

અ. મણિગ્રીવ અને નીલગ્રીવ બ. નળ અને કુબેર ક.નળકુબેર અને મણિગ્રીવ ડ. જળકુબેર અને મણિગ્રીવ પ્ર.62. યમુના નદીમાં રહેતા નાગનું નામ શું?


અ.તક્ષકનાગ બ.કાળીનાગ ક. વસુનાગ ડ. જાળીનાગ
પ્ર.63 .ધેનુકાસુર રાક્ષસ શેના વનમાં રહેતો હતો? અ.આમ્રવન બ. અશ્વત્થ વન ક. બોરડીનું વન ડ. ખજૂરવન
પ્ર. 64. ગ્રીષ્મઋતુ પછીની વર્ષાઋતુમાં ભગવાનનું સુંદર રૂપ જોઇને ગોપીઓના મનમાં ભગવાન સાથે કઇ ક્રીડા કરવાની ઇચ્છા થઇ?

 અ.સંતાકુકડી રમવાની બ. જલવિહાર કરવાની
ક. રાસ રમવાની ડ. ઉપરની ત્રણે ય
પ્ર.65. માગશર મહિનામાં ગોપીઓ કઇ દેવીની ઉપાસના ,વ્રત-ઉપવાસ દ્વારા કરતી હતી?

અ. લક્ષ્મીદેવી બ.સરસ્વતી દેવી ક. કાત્યાયની દેવી ડ. પાર્વતી દેવી.

 પ્ર.66. ગોવર્ધન પુજા સમયે બાળકૃષ્ણથી દંડાયેલા ઇન્દ્ર અને ઐરાવતે ભગવાનનો કેવી અભિષેક કરી પુજા કરી?

અ.ગંગાજળ અને દૂધથી બ.દૂધ અને આકાશગંગાના જળથી ક. અર્ઘ્ય અને પંચામૃતથી ડ. ષોડશોપચારથી.

પ્ર.67. ગિરિરાજધરણ પ્રસંગે ભગવાને ગોવાળીયાઓને કઇ બારસે વૈકુંઠમાં આવવા કહ્યું હતું?

અ. ભાદરવા સુદ બ. ફાગણ સુદ ક.કારતક સુદ ડ. આસો સુદ
પ્ર.68. ઠાકોરજી ગોપીઓ સાથે ક્યારે રાસ રમ્યા હતા ?

 અ. માણેકઠારી પૂનમ બ. શરદ પૂનમ ક. હોળીની પૂનમ ડ. અ અને બ બંને પૂનમે.

 પ્ર. 69. રાસલીલામાં કેટલી ગોપીઓએ ભાગ લીધો હતો? અ.16108 બ.21600 ક.20,201 ડ.25,901.

પ્ર. 70. ઠાકોરજી સ્વરૂપભાગવતજીની અનુક્રમે કેટલી પ્રદક્ષિણા કરવાથી સાત જન્મના પાપનો નાશ થાય છે?

 અ.4 કે 8 બ. 1 કે 108 ક. 5 કે 108 2 કે 108
પ્ર.71. રાસલીલામાં એકાએક ભગવાન અંતરધ્યાન થઇ ગયા, વિરહથી તત્પર ગોપીઓએ કેવી રીતે સ્તુતિ કરી?
અ. ગોપીઓનું સામુહિક સ્તવન બ. વિષ્ણુસહસ્ત્ર નામ
ક. વેણુગીત દ્વારા ડ. ગોપીગીત દ્વારા
પ્ર.72. રાધાજી કોના દિકરી ?

અ. અશ્વપતિ રાજા બ. વૃષભાનુ રાજા ક. બૃહદભાનુ રાજા ડ. ભૃગપતિ રાજા
પ્ર. 73. રાજાની પરિચારિકા (દાસી) કુબ્જા આગલા અવતારમાં કોણ હતી? અ. શૂર્પણખા બ.દાસી મંથરા ક. પૂતના ડ. ક્યાધુ
પ્ર.74. કંસ વધ બાદ કનૈયો વાસુદેવ—દેવકીને પાછો મળ્યો.આ પ્રસંગે માતા દેવકીએ કેટલી ગાયો નું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો?

 અ.એક લાખ બ. એક લાખ એક ક. એકલાખ એકસો આઠ ડ. એકલાખ એકસો અગીયાર
પ્ર75. કૃષ્ણ—સુદામાના ગુરુ સાંદિપની ઋષિનો આશ્રમ ક્યા સ્થળે હતો?

અ. ઉ જ્જૈન બ. પાટણ ક. કર્ણાવતી ડ. ભૃગુકચ્છ.
પ્ર. 76.કેમ કંસના આમંત્રણ ને માન આપી કૃષ્ણ અક્રુરજી સાથે મથુરા જવા તૈયાર થયા ત્યારે રાધાજી ક્યાં હતાં?

અ. રથની સામે સજળનેત્રે ઊભા હતા બ. કૃષ્ણના ચરણ પકડીને બેઠા હતા ક. રથના પૈડા નીચે સુતા હતા ડ. કુંજગલીમાં ઉદાસ ચિત્તે બેઠા હતા
પ્ર.77. ગુરુદક્ષિણામાં સાંદિપની ઋષિના મૃતપુત્રને ભગવાને કોની પાસેથી પાછો લાવીને ગુરુને સોંપ્યો?

અ. બલિરાજા બ. પાંચજન્ય રાક્ષસ ક. પિતૃલોક ડ. યમરાજા
પ્ર. 78. કૃષ્ણના મથુરાગમન બાદ મા યશોદા અને પિતા નંદરાય કેવી રીતે જીવન જીવતા હતા ?

અ. ફક્ત જલ ગ્રહણ કરીને બ. ફળાહાર કરીને ક. ફરાળી વાનગી લઇને ડ. ફક્ત દુગ્ધાહાર કરીને
પ્ર. 79. રુક્મિણી કોના પુત્રી હતા?

અ. આંર્તના રાજા ભિષ્મક બ. વિદર્ભના રાજા ભિષ્મક. ક.કાશી નરેશ ભિષ્મક ડ. કલિંગ નરેશ ભિષ્મક
પ્ર. 80. સત્રાજીતે સ્યમંતક મણિ કોની પાસેથી મેળવ્યો હતો?

અ. બદરીનારાયણ બ. સ્વામિનારાયણ ક. સૂર્યનારાયણ ડ.દ્વિજનારાયણ .

 પ્ર. 81. કોશલદેશના રાજા નગ્નજીતની પુત્રી સત્યાના લગ્ન માટે કઇ શરત રાખવામાં આવી હતી?

અ. સાત હાથીઓને, જે કોઇ એક સાથે નાથી શકે. બ. સાત ગોધલાને એકી સાથે નાથી શકે. ક. સાત શેરને એક સાથે નાથી શકે.
ડ. અ અને ક બંને

પ્ર. 82. જેમની નજર પડતાં જ કાળયવન બળીને ભસ્મ થયો, તે મહાપુરુષ કોણ હતા?

અ. નાભિરાજાના પુત્ર મહાત્મા ઋષભદેવ બ. અંગિરસ બ્રાહ્મણના પુત્ર ભરત
ક.માંધાતા રાજાના પુત્ર મુચકુંદ ડ. નાભાગના પુત્ર અંબરીષ
પ્ર. 83. ભક્તકવિ નરસિંહ મહેતા આગલા જન્મમાં કોણ હતા?

 અ. ઋષભદેવ બ. મુચુકુંદ ક.પ્રહલાદજી ડ. ઉધ્ધવજી
પ્ર. 84. બલિરાજાના સૌથી મોટા પુત્રનું નામ શું?

 અ. માણ. બ.ગાણ ક. કાણ ડ. બાણ.

 પ્ર. 85. શોણિતપુરના રાજાનો વધ શ્રીકૃષ્ણ ભગવાને કેમ ન કર્યો?

 અ.તે શંકર ભગવાનનો ભક્ત હતો. બ. પ્રહલાદજીને, તેમના વંશનો નાશ નહીં કરવાનું ભગવાને વચન આપેલું ડ. પૌત્ર અનિરુધ્ધ્ના સસરા થતા હતા ડ. પૌત્રવધુ ઓખાની પ્રાર્થના માન્ય રાખીને .

 પ્ર.86. કુમાર સાંબ કોનો પુત્ર હતો?

 અ. કૃષ્ણ—રુક્મિણી બ. કૃષ્ણ—કાલિંદી ક. કૃષ્ણ—જાંબુવતી ડ. કૃષ્ણ—સત્યભામા
પ્ર. 87. સ્વર્ગમાંથી ઇન્દ્રરાજાની માતાના કુંડળ અને વરુણનું છત્ર તોડીને કોણ લઇ ગયું?

અ.મહિષાસુર બ. બકાસુર ક.વૃત્રાસુર ભૌમાસુર
પ્ર. 88. ભગવાન કૃષ્ણ પર સ્યનંતક મણિ ચોરવાનું આળ કેમ આવ્યું?
અ. ભાદરવા ચોથે ચંદ્ર દર્શન કરવાથી બ. ગણપતિ દેવની પૂજાનો અનાદર કરવાથી ક. મણિ સૂર્યનારાયણની ભેટ હતી—સૂર્યનારાયણની વંદના નહીં કરવાથી. ડ. અ અને ક બંને

પ્ર.89. રાક્ષસ ભૌમાસુરના અંત:પુરમાં કેટલી કન્યાઓ કેદમાં હતી?

અ.16,000થી વધારે બ. 17,000 થી વધારે ક.18,000થી વધારે ડ. 20,101

પ્ર.90. નૃગરાજાને કયું પાપ ભોગવતા કાચીડો થવું પડ્યું?

અ.બ્રાહ્મણને દાન આપવાનો સંકલ્પ કરી પછી દાન ન આપ્યું
બ. બ્રાહ્મણને આપેલું દાન પાછું લીધું ક. શંકરજીનો પ્રસાદ ન લીધો ડ. અ અને ક બંને
પ્ર.91.સામ્બનું લગ્ન કોની પુત્રીસાથે થયું હતું?
અ. અર્જુનની પુત્રી બ. દુર્યોધનની પુત્રી ક. નકુળની પુત્રી
ડ. ભીમની પુત્રી
પ્ર.92. યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરી ?

 અ. ભિષ્મ-પિતામહ બ. ગુરુ દ્રોણ ક. કૃપાચાર્ય ડ. કૃષ્ણ
પ્ર. 93. કૃષ્ણ ભગવાનને કેટલા દિકરા હતા?

અ.150080 બ. 161080 ક. 170801 ડ. 180180

પ્ર. 94. સૂર્યાગ્રહણ કાળમાં પુણ્ય પ્રાપ્ત કરવા ભગવાન કૃષ્ણ પરિવાર સહિત ક્યા સ્થળે ગયા?

અ. પુષ્કર સરોવર બ. અલાહાબાદ ક. કુરુક્ષેત્ર ડ. નારાયણ સરોવર
પ્ર.95. કંસ દ્વારા મરાયેલા માતા દેવકીના પ્રથમ છ પુત્રોને કૃષ્ણ ભગવાને કોની પાસેથી પાછા લાવી માતાને આપ્યા?

અ. યમરાજા બ. બલિરાજા ક. પિતૃલોક ડ. સ્વર્ગલોક
પ્ર.96. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ –ત્રણ દેવતામાં કોણ સૌથી મોટો દેવ છે તેની પરીક્ષા કરવા ઋષિઓ કોને પરીક્ષક તરીકે નીમ્યા?

 અ. અત્રિ ઋષિ બ. ગૌતમ ઋષિ ક.ભૃગુ ઋષિ ડ. બૃહસ્પતિ ઋષિ
પ્ર.97. ભગવાન કૃષ્ણના પ્રખ્યાત યદુ વંશનો નાશ કોના શાપથી થયો?

 અ. પ્રારબ્ધ બ. ઋષિના ક. ગાંધારીના ડ. બ અને ક
પ્ર.98. ભગવાન કૃષ્ણે સ્વધામ પધારતી વખતે કળીયુગના લોકોના શ્રેયાર્થે પોતાનું “તેજ” કોનામાં પધરાવ્યું? ‘

અ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બ. મહાભારત કથામાં ક. ભાગવતજીમાં
ડ.વિષ્ણુપુરાણમાં
પ્ર.99. પુત્ર જનમેજયની સખત ચોકી હોવા છતાં તક્ષકનાગ કેવી રીતે પરીક્ષિતને ડંસવામાં સફળ થયો?

અ.બ્રાહ્મણરૂપે આવીને બ. ફળમાં કીડો બની પેસી ગયો. ક. બાવાના વેષે ડ. અ અને ક બંને
પ્ર. 100. ભગવાન કૃષ્ણે પોતાના કુટુંબના સભ્યોને અને યાદવોને દ્વારકાનગરી છોડી પ્રભાસપાટણ જવા માટે કયું કારણ બતાવ્યું ?

અ. મોહ—માય બ. અંતકાળ સુધારવા ક. પવિત્રસ્નાન માટે ડ. મોક્ષ મેળવવા.

***************************************************

 ટાઇ બ્રેકર પ્રશ્નો (ફરજિયાત)

પ્ર.1. માનવે કેવી ભક્તિ કરવી જોઇએ?…..2 માર્ક


પ્ર.2. ઇશ્વર ભક્તિના કેટલા પ્રકાર છે?…….2 માર્ક
પ્ર.3. કઇ વ્યક્તિએ પોતાના સ્વાનુભાવ અને જ્ઞાનથી, પોતાના ગુરુ બનાવ્યા હતા?…..2 માર્ક
પ્ર.4. “ભાગવતજી સંક્ષેપ”માં વર્ણવેલા ભગવાનના 24 અવતારો ના નામ અનુક્રમે લખો…..2 માર્ક
પ્ર. 5. મનુષ્ય શરીરમાં પાપને પ્રવેશવાના કેટલા દરવાજા છે? કયા કયા?…….2 માર્ક

વિશે

I am young man of 77+ years

Posted in શીમદ્ ભાગવત, miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,035 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો