sthitpragya na laxano

સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.

 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

અર્જુન ઉવાચ: સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ

 સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54

અર્જુન બોલ્યા:

 સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા:

હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?

સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

શ્રીભગવાનુવાચ: પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા

આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55
શ્રીભગવાન બોલ્યા–

મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે રહે

 સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55
શ્રીભગવાન બોલ્યા–

 હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે

અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55

નોંધ:
આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો, સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:

વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરૂચ્યતે…56
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;

 ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56

દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્ત્પ્રાપ્ય શુભાશુભમ્

 નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…57
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;

ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર….57

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,125 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો