AMRUT NU AACHAMAN-2

 

એકનાથજી ત્રિવેણીના પગપાળા યાત્રા કરી કાવડમાં ગંગાજળ લઇને

રામેશ્વર ધામ ની યાત્રાએ સંઘ સાથે જતા હતા, માર્ગમા મરુભુમિ આવી.

ગ્રીષ્મઋતુ ઊનાળાનાં ધોમ ધખતા તડકામા એક ગધેડો પાણી વિના તરફડે.

તીવ્ર તરસથી એનો જીવ જવાની તૈયારીમાં,ત્યા સંઘના યાત્રિકો પહોંચ્યા.

અરરર ! કેવો દુ:ખી થાય છે ?પણ આપણી પાસે બીજુ પાણી નથી.

“ભગવાન રામેશ્વરજીને ચડાવવાનું ગંગાજળ થોડુ ગધેડાને પાય દેવાય ?’’

એમ કહી એક પછી એક ચાલતા થયા, એક નાથજી બેસી પડયા. ગધેડાના મુખમાં

ગંગાજળ- જેનો અભિષેક રામેશ્વરજીને કરવાનો હતો તે પવિત્ર જળ રેડી દીધું એકનાથજીબોલ્યા : “કો ને ખબર ! ખૂદ રામેશ્વરજી આ રીતે મારી પાસે ગંગા જળ સ્વીકારવા ન આવ્યા હોય ? અને આ રામેશ્વરજી ન હોય તો મારે શુ ? એક જીવ બચાવવો એ મારી યાત્રાની સફળતા નથી ?”

*************************************************

      એકવાર નામદેવજીઅએ ભગવાનના ભોગ માટે રોટી બનાવી, થાળ ભોગ ધરવાની તૈયારી કરવા લાગ્યા ત્યા એક કુતરો આવી રોટી ઊપાડી ગયો. નામદેવજીએ તો ઘીની વાટકી લઇ પાછળ દોડયા : પ્રભુ ? ઊભા રહો, રોટંલી ઊપર ઘી ચોપડવું બાકી છે.”         

                            

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો

Leave a comment

વાચકગણ
  • 780,125 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
સંગ્રહ
ઓનલાઈન મિત્રો