ઘીનો દીવો //લલ્લુભાઈ મ. પટેલ [મિલાપની વાચનયાત્રા:1955,સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/ પાનું: 16] સેવાગ્રામમાં તે દિવસે સાંજે નિત્યસાયંપ્રાર્થના પછી ગાંધીજી ખાસ પ્રવચન કરનાર હતા. અને ગાંધીજયંતિનો દિવસ હોવાથી આસપાસનાં ગામડાંનાં લોકો પણ પ્રાર્થનામાં હાજર હતા. ગાંધીજીને માટે એક ખાસ ઊંચી…