13th june,2022
અખંડ આનંદ,એપ્રિલ,2022\પાનું;38
લઘુ કથાઓ\ સેવા મોરચે\ આબિદ ભટ્ટ
જગજિતસિંહ ઈન્ડિયન આર્મીફોર્સમાં સૈનિક હતો. ત્રણ મહિનાની રજા મળી. ઘેર આવ્યો.માતા ગુરમીત બીમાર પડી. રજાઓ માણવી એક બાજુ રહી.
ઘરગથ્થુ ઉપચાર કારગત ન નીવડતાં’ન્યૂહોપ’ હોસ્પીટલના પેટ્ના રોગોના નિષ્ણાત ડો.તાહીર મનવાને બતાવ્યું. બીમારી ગંભીર હોવાથી બીજે જ દિવસે ઑપરેશન કરવાનો નિર્ણય લેવાયો.રોકાવું પડસે અને ખર્ચ થશે એ વાત ડોકટરે જણાવી દીધી.
બીજે દિવસે જગજીતસિંહ આવ્યો. ચહેરા પર ચિંતાના કાળાં વાદળો છવાયેલા હતાં.કહ્યું,’’ડોક્ટર સાહેબ, એક પ્રોબ્લેમ છે’’
‘’ પૈસા નથી…? વાંધો નહીં….પછીથી !’’
‘’ ના સહેબ, વાત એમ છેકે સરહદે યુદ્ધ જાહેર થયું છે. મારી રજાઓ રદ કરવામાં આવી છે. મારે આજે જ જવું પડશે, કાલે તો ડ્યુટીજોઇન કરવાની છે.દર્દી પાસે રહી શકે એવું કોઈ નથી..’’ જગજીતનો અવાજ ગળગળો થઈ ગયો.
‘’ બસ, આટલી વાત છે? ચિંતા ના કર….તારી માતા આજ થી મારી માતા. તું દેશનીશાન સાચવવા જતો હોય તો હું એક માતાને સાચવી ન શકું? ડોંટવરી, ઑપરેશન આજે જ થશે…..મારી સંપૂર્ણ જવાબદારી સાથે… મારી એક નર્સ ચોવીસ કલાક માની તહેનાતમાં રહેશે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળશે એટલે હું મારે ઘેર રાખીશ…. તું આવે ત્યાંસુધી .’’
જગજીતસિંહના દિલને ટાઢક વળી….તેણે નિરાંતનો દમ લીધો.
મોરચો સંભાળવા તે સરહદે પહોંચી ગયો.
યુદ્ધ પૂરું થયું.જગજીતસિંહને ફરી રજા મળી. તે આવ્યો.ડોક્ટર ને સલામ. મારી અને કહ્યું,’’ડોકટરને સ્લામ મારી અને કહ્યું’ ‘ડોક્ટર,થેંક યુ સો મચ…. તમે ના હોત તો…..!
‘’ નહીં જવાન, તેં તારું કર્તવ્ય નિભાવ્યું, તેમ મેં મારું કર્તવ્ય નિભાવ્યું’’
‘’ સાહેબ, જ્યાં સુધી આ દેશમાં ઈન્સાનિયતથી છલોછલ માણસો હશે ત્યાંસુધી દેશના જવાનો જાન ન્યોછાવર કરવા સદા તત્પર રહેશે.તમે સેવાના મોરચે જે સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તે કાબિલે તારીફ છે! સો…સો…સલામ ડોક્ટર સાહેબ.’’
‘’ અલ્યા જગુ…આ શું સાએબ… સાએબ કહે રાખે છે, તાહીર મારો બીજો પુત્તર છે… તારો ભાઈ! ગુરમીતે કહ્યું.
ત્રણે ખડખડાટ હસી પડ્યાં!
————————————————————————————
પ્રતિસાદ આપો