શાંતિલાલ ગઢિયા.
અખંડ આનંદ એપ્રિલ,2022\પાનું;41
સવારના નાસ્તા માટે માતાપિતા અને પુત્રી ડાયનિંગ ટેબલ પર ગોઠવાયાં, મહિનાનો છેલ્લો શનિવાર હોઈ શાળામાં યુનિફોર્મમાંથી છુટ્ટી હતી. તેથી પિંકી સવારથી જ આનંદમાં હતી. પોતાને મનગમતા રંગનું અને ડિઝાઈંવાળું ફ્રોક પહેરવા મળશે.
મમ્મીએ પિંકી સામે દૂધનો. ગ્લાસ ધર્યો, પિંકીએ મોં મચકોડ્યું,ચહેરા પરનો આનંદ નાખુશીમાં પલટાઈ ગયો,’’ રોજ રોજ હું દૂધ નહિ પીઉં’’ કહી એણે મમ્મીને ગ્લાસ પાછો લઈ લેવા કહ્યું. મમ્મી ગુસ્સે થઈ ગઈ.’તારી હમેશની જિદથી હું ત્રાસી ગઈ છું, શું કામ દૂધ નહિ પીએ? ‘ કહેતાં પુત્રીના માસૂમ ગાલ પર થપ્પડ મારી, પપ્પાએ પણ એમાં સૂર પુરાવ્યો.- ‘એ છે જ એવી. આ ખાઈશ પેલું નહિ, આપીશ, પેલું નહિ, ક્યારે સમજણી થશે છોકરી?’
પિંકી રડતી રડતી બેડરૂમમાં ચાલી ગઈ . ‘મમ્મી વઢે, પપ્પા પણ વઢે, મારું કોઈ નહિ!’ વેદનાથી એનું મોં પડી ગયું. માતાપિતા મૌન ધારણ કરી ઊભાં થઈ ગયાં માતાનો પુત્રી પરનો ગુસ્સો હવે પતિ તરફ ફંટાયો. હું પિંકીને ધમકાવું એટલે એમણેય ધમકાવવાની? એમણે મને રોકી કેમ નહિ? પિતાને પણ અપરાધ ભાવ પીડતો હતો. પોતે કોની કઈ રીતે ક્ષમા માંગે? દ્વિધા એમને વ્યાકુળ બનાવતી હતી. બંને દીવાન ખંડમાં બેઠાં હતાં , પણ એકનું મોં પૂર્વ તરફ, એકનું મોં પશ્ચિમ તરફ.
સ્કૂલનો જવાનો સમય થતાં મમ્મી સજાગ થઈ પિંકી પાસે ગઈ, પ્રેમપૂર્વક એને તૈયાર કરી વાળ ઓળી આપ્યા,ફરી જ્યાં હતી ત્યાં આવીને પતિથી દૂર બેસી ગઈ. અબોલાચાલુ જ હતા. પિન્કી વાડામાં જઈ મોગરાનું ફૂલ લઈ આવી. આજના શનિવારે મજા કરવાની છે. ફૂલ માથાના વાળમાઅં ખોસ્યું અને દોડતી મમ્મી-પપ્પાની વચ્ચે આવી ઊભી રહી, અરે, બેઉ મારી સામે જુઓ તો ખરા, મોગરાનુંફૂલ બરાબર ખોસ્યુંછે ને?
પતિપત્નીની પરસ્પર દ્રષ્ટિ મળી, પુત્રી સામે જોઈ બંને હસી પડ્યા.
1o3, સિરીન એલિગન્સ, 12 બી.પ્રતાપગંજ,પ્રોફેસર કામદાર માર્ગ, વડોદરા-390002
ફોન;0265-275 0275
પ્રતિસાદ આપો