અખંડ આનંદ,જાન્યુઆરી2021
નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા એ ત્રણે ગુણો જીવનવ્યવહારમાં ખૂબ ઉપયોગી છે.
નિયમિતતા એટલે જે કાળે જે નક્કી કર્યું હોય તે કામ કરવું. જો એજ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું તો પછી એ ટેવરૂપ બની જશે, પણ બાંધછોડ કરીશું તો કોઈ કામ વ્યવસ્થિત નહિ થઈ શકે.
આવો જ બીજો ગુણ વ્યવસ્થિતતાનો છે. કોઈ પણ ઠેકાણે વ્યવસ્થિતતાનો છે. કોઈપણ ઠેકાણે વ્યવસ્થાની જે ચીજ જે જે ખામી હોય તો રુચિકર લાગતું નથી. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય, તો એ શબ્દો ગમતા નથી. જ્યાં જે ચીજ હોવી જોઈએ ત્યાં ન હોય, તો તેનું નામ અવ્યવસ્થા. જ્યાં જે વસ્તુનો ઉપયોગ કરવાનો ત્યાં તે કરવો, તેનું નામ વ્યવસ્થા.
ત્ર્રીજી વાત ઉપયોગિતાનીછે.જરૂર પૂરતું જ લેવું અથવા જરૂરિયાતનો ઘટાડો કરવો તેનું ઉપયોગિતા.ઉપયોગિતા. ઉપયોગ એ આત્માનો ગુણ છે ને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માણસ્જો સાચો ઉપયોગ રાખતાં શીખે તો કેટલાંય અનિષ્ટોમંમાંથી તે જાતે બચી જાય, પાપ ઘટી જાય.
–સંતબાલ
પ્રતિસાદ આપો