અખંડઆનંદ, જાન્યુઆરી,2021
કાળ સારો કે ન ગમતો ક્યાં ટકે છે ધ્યાન રાખો,
ના વળે ત્યાં આપણું તો ઈશનું બસ ગાન રાખો,
એક સૈકો જાય કે ત્યાં રોગચાળો આવવાનો,
આપણાં એવાં કરમ છે તો જરા એ ભાન રાખો,
સ્વાર્થવશ જે ભૂલ માનવ ખૂદ કરતો હોય છે એ
નોંધ તેની ત્યાં ઉપર લેવાય છે એ ગ્યાન રાખો,
બાદશાહો કે સિકંદર ક્યાં ટક્યાં છે આ જગતમાં,
સંભળાશે કરતૂતો ત્યાં મહાલયોમાં કાન રાખો,
માનવી છો તો સતત ગુણ એજ છલકાવ્યા કરો,
જિંદગી ની છે સફળતા એ જ એની શાન રાખો.
60, સી.પી. નગર-2, ઘાટલોડિયા રોડ, ભુયંગદેવ, અમદાવદ-380061
પ્રતિસાદ આપો