કહેવતોની સ્મરણિકા

ગોપાલ મેઘાણી\મહેંદ્ર મેઘાણી

અતિશે તાણ્યે તૂટી જાય.

અધૂરો ઘડો છલકાય

અન્ન તેવો ઓડકાર

અન્ન પારકું, પણ પેટ કાંઈ પારકું ?

અંધા આગળ આરસી નેબહેરા આગળ

અંધારે ખાય,પણ કોળિયો નાકમાં ન જાય.

અંબાડીએ ચડીને છાણાં ન વિણાય.

આગ લાગે ત્યારેકૂવો ન ખોદાય.

આથમ્યા પછી અસૂરું શું ?

આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.

આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા.

આપ સમાન બળ નહીં.

આભને બાથ ના ભરાય.

આભ ફાટ્યું ત્યાઅં થીગડું ક્યાં દેવું ?

આંખનું આંજણ કાંઈ ગાલે ઘસાય?

આંગળાં ચાટ્યે પેટ ન ભરાય.

ઉકરડાને વધતાં વારા  નહીં.

ઉજ્જ્ડા ગામમાં એરંડો પ્રધાન.

ઉતાવળે આંબા પાકે નહીં.

ઉલેચ્યે અંધારું ન જાય.

ઊગતાને સૌ પૂજે.

ઊજળું એટલું દૂધ નહીં.

ઊંઘા ન જુએ સાથરો ને ભૂખા ના જુએ ભાખરો.

ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો.

એકડા વગરના મીંડાં.

એક મ્યાનમાં બે તલવાર ન સમાય,

એક હાથે તાળી ન પડે.

એરણની ચોરી ને સોયનું દાન.

એવું તે શું રળીએ કે દીવો બાળીને દળીએ ?

કડૅવું ઓસડ મા પાય.

કમળો હોય તેને પીળું જ દેખાય.

કરમીની જીભ ને અકરમીના ટાંટિયા.

કરવો દાવો ને થવું બાવો.

કર્યું તે કામ.

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના.

કાગનું બેસવું ને તાડનું પડવું.

કાજી દૂબલે ક્યું ?તો કહે—સારે ગાંવકી ફિકર.

કામ કર્યાં તેણે કામણ કર્યાં.

કાંકરે કાંકરે પાળ બંધાય.

કિસીકા બેલ, કિસીકી વેલ્ય, બંદેકા ડચકારા.

કુમળી ડાળ વાળીએ તેમ વળે.

કૂવામાં હોય તો હવાડામાં આવે.

કોઠી ધોયે કાદવ નીકળે.

કોલસાની દલાલીમાં હાથા કાળા.

ખજૂરાનો એકા પગા ભાંગ્યો તોય શું ?

ખાટલે મોટી ખોડ કે પાયો જ નહીં.

ખાણિયામાં માથું ને ધમકારાથી બીવું શું ?

ખારા જળનું માછલું તે મીઠા જળમાં મરે.

ખાળે દાટા ને દરવાજા મોકળા.

ખેપ હાર્યા—કાંઈ ભવ નથી હાર્યા.

ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ,

ગધેડાની સાથે ઘોડું બાંધ્યું, ભૂકયું નહીં પણ આળોટતાં શીખ્યું.

ગધેડાં ચાલે બાર ગાઉ તો કુંભાર ચાલે ચૌદ ગાઉ.

ગરજ સરી એટલે વૈદ વેરી.

ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.

ગાજ્યા મેઘા વરસે નહીં.

ગાડા. તળે કૂતરું તે જાણે, બધો ભાર હું તાણું છું.

ગાડું દેખી ગૂડા ભાંગે.

ગામને મોઢે ગરણું ન બંધાય.

ગામ હોય ત્યાં ઉકરડો હોય.

ગાય દોહીને કૂતરીને પવાયા નહીં.

ગાંડાનાં તે કાંઈ ગામ વસતાં હશે.?

ગોર પરણાવી દે, કાંઈઘરા ના માંડી દે.

ગોળ ખાય તે ચોકડાં ખમે.

ગોળ નાખીએ એટલું ગળ્યું થાય,

ઘડીની નવરાશ નહીં ને પાઈની પેદાશ નહીં.

ઘરડી ઘોડી ને લાલ લગામ.

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપધ્યાયને આટો.

ઘરનાં દાઝ્યા વનમાં ગયાં, તોવનમાં લાગી આગ.

ઘરે જ ગંગા ને ફળીમાં જ જાત્રા.

ઘંટીને ઘઉં ને બંટી બેઉ સરખાં.

ઘાણીનો બળદ ઠેરનો ઠેર.

ઘાંચીને લૂગડે ડાઘ નહીં.

ઘી ઢોળાયું, તો ખીચડીમાં ને !

ઘેર ઘેર માટીના ચૂલા.

ચકલી નાની ને ફરડકો મોટો.

ચતુરકી ચારા ઘડી, મૂરખકા જન્મારા.

ચાક પર પિંડો—ગોળો ઊતરે કે ગાગર.

ચાલતા બળદને આર શીદા ઘોંચવી ?

ચીભડાંના ચોરને ફાંસીની સજા.

ચોર કોટવાળને દંડે !

ચોરનો ભાઈ ઘંટીચોર.

છગન-મગન બે સોનાના ને ગામના છોકરા ગારાના!

છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય.

છાશ લેવા જવું ને દોણી સંતાડવી ?

છીંડેચડ્યો તે ચોર.

જબાન હાર્યો તે જનમ હાર્યો.

જર, જમીન ને જોરું; એ ત્રણ કજિયાનાં છોરુ.

જવું જગન્નાથ ને થાક્યા પાદરમાંથી.

જાગ્યા ત્યારથી સવાર,

જુવાનીનું રળ્યું તે રાતનું દળ્યું.

જૂતિયાં ખાઈ—પર મખમલકી થી !

જે કોદરે કાળ ઊતર્યા, તે કોદરે હવે મીણા ચડ્યા !

જે ગામ જવું નહીં,તેનો મારગ શીદને પૂછવો ?

જે છાજે  તે છાજે,કાંઈ ગધેડા ઉપર નોબત બાજે ?

જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ !

જેને ગાડે બેસે તેનાં ગીત ગાય.

જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં.

જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.

જે મોઢે પાન ચાવ્યાં તે મોઢે કોયલા ચવાય નહીં.

ઝાઝા હાથ રળિયામણા.

ઝાઝી કીડીઓ સાપને તાણે.

ઝાઝી વાતનાં ગાડાં ભરાય.

ઝાઝી સૂયાણીએ વેતર વંઠે.

ઝીણો પણ રાઈનો દાણો.

ટકાની તોલડી તેર વાનાં માગે.

ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં.

ટપટપનું કામ છે કે મંમંનું ?

ટીપેટીપે સરોવર ભરાય.

ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં.

ડાહી સાસરે જાય નહીં ને ઘેલીને શિખામણ દે.

ડાહ્યા ભૂલ કરે ત્યારે ભીંત ભૂલે.

ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે.

ડુંગરા દૂરથી રળિયામણ.

ડૂબતો નર તરણું ઝાલે.

તમાસાને તેડું નહીં.

તરત દાન  ને મહાપુણ્ય.

તીરથે સૌ મુંડાય.

તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં.

 નહીં

ત્રેવડ ત્રીજો ભાઈ.

થઈને રહીએ તો પોતાનાં કરી લઈએ.

થૂંક્યું ગળાય નહીં.

થોરે કેળાં પાકે નહીં.

દલાલે દેવાળું  નહીં ને મસીદે ખાતર નહીં.

દાઝ્યા ઉપર ડામ ને પડ્યા ઉપર પાટુ.

દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.

દિગંબરનું ગામ, ત્યાં ધોબીનું શું કામ ?

દીવા તળે અંધારું.

દુકાળમાં અધિક માસ.

દુખનું ઓસડા દહાડા.

દુખે પેટ ને કૂટે માથું.

દુનિયા ઝૂકતી હૈ,ઝુકને વાલા ચાહીએ.

દૂઝણી ગાયની પાટુ પણ ખાવી પડે.

દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ.

દૂબળા ઢોરને બગાઈ ઝાઝી.

 દેખવું નહીં ને દાઝવું નહીં.

દેવું ત્યારે  વાયદો શો ?

દેશ તેવો વેશ.

દોઢ વાંક  વગર કજિયો થાય નહીં.

ધણીની એક નજર, ચોરની ચાર.

ધણીને કહેશો ઘા ને ચોરને કહેશો નાસ.

ધરતીનો છેડો ઘર.

ધરમ કરતાં ધાડ થઈ.

ધરમના કામમાં ઢીલા નહીં.

ધરમની ગાયનાં દાંત શા જોવા ?

ધીરજ્નાં ફળ મીઠાં.

ધોકે મારીને ધરમ કરાવાય નહીં.

ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો.

નકલમાં અકલ નહીં.

નગારખાનામાં પિપૂડીનો અવાજ ક્યાં  સંભળાય.

ન બોલ્યામાં  નવ ગુણ.

નમે તે સૌને ગમે.

નવરો બેઠો નખ્ખોદ વાળે.

નવ્વાણું ઓસડ, સોમું ઓસડ નહીં.

નહીં મામા કરતાં કાણો મામો સારો.

નાક વાઢીને અપશુકન કરાવ્યું.

નાગાને લૂંટાયાનો ભો શો ?

નાહ્યા તેટલું પુણ્ય.

નેળનાં ગાડાં નેળમાં ન રહે.

પગ તળે બળે તે જુએ નહીં, ને લંકા ઓલવવા જાય.

પટોળે પડી ભાત, ફાટે પણ ફીટે નહીં.

પરણ્યા નહીં હોઈએ,પણજાનમાં તો ગયા હશું ને !

પરાણે પ્રીત થાય નહીં.

પહેલું સુખ તે જાતે નર્યા,

પહેલો સગો પાડોશી.

પંચ બોલે તે પરમેશ્વર.

પાઈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં,

પાકે ઘડે કાંઠા ન ચડે.

પાઘડીનો વળ છેડે.

પાડાને વાંકે પખાલીને ડામ.

પાડે પાડા લડે ને ઝાડનો ખો.

પાણી પહેલાં પાળ બાંધવી.

પાણીમાં રહેવું ને મગરથી વેર ?

પાણી વલોવ્યે માખણ ન નીકળે.

પારકાં છોકરાંને જતિ કરવાં !

પારકી આશ સદા નિરાશ.

પારકી મા કાન વીંધે.

પારકે ભાણે લાડવો મોટો.

પાંચેય આંગળી સરખી ન હોય.

પીળું એટ્લું સોનું નહીં,

પુત્રનાં લક્ષણ પારણામાંથી.

પૂછતાં પંડિત, લખતાં લહિયા.

પૂછ્તાં પૂછતાં લંકા જવાય.

પેટનો બ્ળ્યો ગામ બાળે.

પોદળો પડ્યો, ને ધૂળ લઈને ઊખડે.

ફરે તે ચરે.

બકરાંના વાડા હોય, સિંહના નહીં.

બકરું કાઢતાં ઊંટ પેઠું.

બધે સરખા બપોર.

બહુ દુખિયાને દુખ નહીં, બહુરુણિયાને રુણ નહીં.

બહુ બોલે તે બોળે.

બહુ ભૂખ્યા બે હાથે ખવાય નહીં.

બહેરો બે વાર હસે.

બળિયના બે ભાગ.

બાપ  તેવા બેટા ને વડ તેવા ટેટ.

બાર ગાઉએ બોલી બદલાય.

બાંધી મૂઠી લાખની.

બાંધે તેની તલવાર ને ગા વાળે ઈ અરજ્ણ.

બુંદકી બિગડી હોજસે સુધરે નહીં.

બે ઘરનો પરોણો ભૂખે મરે.

બેઠાની ડાળ કાપવી નહીં.

બોલે તેનાં બોર વેચાય.

બોલ્યું વાયરે જાય, લખ્યું લેખે થાય.

ભજે તેના ભગવાન, પાળે તેનો ધરમ.

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય.

ભણે તેની વિદ્યા.

ભણ્યો ભૂલે ને તારો ડૂબે.

ભાવતું હતું ને વૈદે કીધું.

ભીખનાં હાંડલં શીંકે ચડે નહીં.

ભૂલ્યા ત્યાંથી  ફરી ગણો.

ભેંસ આગળ ભાગવત.

ભેંસા ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ.

ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડી દેડકાં બિચારાં ઓવાળે ચડે.

મખમલની મોજડી માથે ન પહેરાય.

મણનું માથું જજો, પણ નવટાંકનું નાક ન જશો.

મન ચંગા તો કથરોટમાં ગંગા.

મન હોય તો માળવે  જવાય.

મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા.

મનોરથ માંધતાના, કરમા કઠિયારાનાં.

મરનારને ઊંચકનારની શી ફિકર ?

મરવું એમાં મુહરત શું ?

મસાણા ગયાં મડદાં  પાછાં ન આવે.

મહાદેવના ગુણ ઉમિયા જાણે.

માગ્યા ઘીનાં ચૂરમાં ન થાય.

માગ્યા વિના માયે ન પીરસે.

માથું કાપીને પાઘડી બંધાવવી.

માથું મુંડાવ્યે જતિ નહીં ને ઘૂમટો તાણ્યે સતી નહીં.

માથું વાઢીને ઓશીકે મૂકીએ, તોય કહેશે ખૂંચેછે.

માથુંસોંપ્યા પછી નાક—કાનની અધીર શી ?

માની ગાળ ને ઘીની નાળ.

માલ લૂંટીગયા,પણ ભરતિયું મારી પાસે છે !

મિયાં પડ્યા, પણ ટંગડી ઊંચી.

મીઠા ઝાડનાં મૂળ ન ખોદાય.

મુખમેં રામ, બગલમેં છૂરી.

મુલતવી રાખવાનાં માઠાં ફળ.

મૂઆ પહેલી મોકાણ શી ?

મૂઈ ભેંસના મોટા ડોળા.

મૂઠી વાવે ને ગાડું લાવે.

મૂરખને માથે શિંગડાં ન હોય.

મેશથી કાળું કલંક.

મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે.

મોસાળમં વિવાહ ને મા પીરસણે.

યથા રાજા તથા પ્રજા.

રંગનાં કૂંડાં ન હોય, ચટકાં હોય.

રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી.

રાત થોડી ને વેશ ઝાઝા

.રામનામે પથરા તરે.

રુણ નહીં તે રાજા.

રોગ આવે  ઘોડાવેગે ને જાય કીડી વેગે.

રોજ મરે તેને કોણ રુવે ?

રોતો જાય તે મૂવાની ખબર લાવે.

લક્કડકે લાડુ: ખાયગા વો પસ્તાયગા, નહીં ખાયગા વો ભી પસ્તાયગા.

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં  ધોવા ન જવાય.

લખાણું તે વંચાણું.

લપસ્યા તોયે ગંગામાં.

લાખની પાણ.

લાગ્યું તો તીર,નહીંતર તુક્કો.

લાપસી જીભે પીરસવી ત્યારે મોળી શી પીરસવી ?

લૂંટાયા પછી ભો શો ?

લોભિયા વસે ત્યાં ધૂતારા  ભૂખે ન મરે.

વખાણી ખીચડી દાંતે વળગી.

વગર બોલાવ્યું  બોલે તે તણખલાની તોલે.

વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો.

વળે તે ભાંગે નહીં.

વા જોઈને વહાણ હંકારવું.

વાડ ચીભડાંને ગળે.

વાડ વિના વેલો ન ચડે.

વાઘરી સારુ ભેંસ મરાતી હશે ?

વાર્યા ન વળે ને હાર્યા વળે.

વાવે તેવું લણે.

વાસીદામાં સાંબેલું ગયું !

વિનાશકાળે વિપરીત બુદ્ધિ.

વિશ્વાસે વહાણ ચાલે.

વેળુ પીલ્યે તેલ ન નીકળે.

વૈદ—ગાંધીનું સહિયારું.

વ્યાજમાં ડૂબે રાજ.

શિયાળ તાણે સીમ ભણી, કૂતરું તાણે ગામ ભણી.

શિર સલામત તો પઘડિયાં  બહોત

શૂરા આચારે,તો વેરી ઘા વખાણે.

શૂળીનું દુખ શૂળથી ટળ્યું.

શેઠની શિખામણ ઝંપા સુધી.

શેરડી વાંસે એરડી.

શેરને માથે સવાશેર.

સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.

સબસે બડી ચૂપ.

સંગ તેવો રંગ.

સંઘર્યો સાપ પણ કામ આવે.

સંપ ત્યાં જંપ.

સાચને નહીં  આંચ.

સાજાં ખાય અન્ન ને માંદા ખાય ધન.

સાત સાંધે ત્યાં તેર તૂટે.

સાપ ગયા ને લિસોટા રહ્યા.

સામો થાય આગ, ત્યારે આપણે થઈએ પાણી.

સાંભ્ળ્યાનો સંતાપ ને દીઠાનું ઝેર.

સિંહ  ભૂખે મરે પણ ખડ ન ખાય.

સીંદરી બળે પણ વળ ન મૂકે.

સુતારનું મન બાવળિયે.

સૂકાં ભેગું લીલું બળે,

સૂતો સાપ જગાડવો નહીં.

સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે ?

સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો પોતાની આંખમાં પડે.

સૂંઠને ગાંગડે ગાંધી થવાય નહીં.

સો જો, પણ સોનો પાલનહાર ન જ્જો.

સો દહાડા સાસુના, તો એક દહાડો વહુનો.

સોના કરતં ઘડામણ મોંઘું.

સો સો ચુહા મારકે બિલ્લી ચલી હજકો.

સોનાની કટારી કેડમાં બંધાય, કાંઈ પેટમાં ખોસાય ?

સોનાની થાળીમાં લોઢાની મેખ.

સોનામાં સુગંધ ભળી.

સૌનો હાથ મોં ભણી વળે,

હાથ-કંકણને આરસી શું ?

હાથીના દાંત ચાવવના જુદા ને દેખાડવાના જુદા.

હાર્યો જુગારી બમણું રમે.

હિસાબ કોડીનો, બક્ષિસ લાખની.

હિંમતે મરદા તો મદદે ખુદા.

હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો.

હું રાણી, તું રાણી, ત્યાં કોણ ભરે બેડે પાણી ?

 હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા.

હૈયે તેવું હોઠે.

હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.

હોય તો ઈદ, ન હોય તો રોજા.

—————————————————————–

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 674,327 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 281 other followers
તારીખીયું
માર્ચ 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: