મન મક્કમ કર!\ અરુણ વામદત્ત
તુજ ભૂલ કબૂલ કરંત ન ડર-મન મક્કમ કર!
કર માફ,ન રહેશ અહમ નિરભર-મન મક્કમ કર!
નહિ ક્રોધ, ન મત્સર, લોભ વગર-મન મક્કમ કર!
કરવું નહિ વેર વસૂલ અગર-મન મક્કમ કર!
કપરું,પણ સત્ય જ ઉચ્ચરવા-મન મક્કમ કર !
કડવું, પણ સત્ય જીરવવા-મન મક્કમ કર!
સુખ ફૂલ, ભમે દુ;ખનો ભમરો- મન મક્કમ કર!
જવ મિત્ર અસહ્ય અમિત્ર બને-મન મક્કમ કર!
પ્રિય મિત્ર છલોછલ નેહ વહે-મન મક્કમ કર!
કટુ વેણ કહેલ પ્રિયાતિપ્રિયે-મન મક્કમ કર !
વિષઘૂંટ હળાહળ સ્નેહીજને-મન મક્કમ કર !
નહિ શંકિત, નિત્ય નચિંત જ થા-મન મક્કમ કર !
‘અબ સોંપ દિયા ઈસ જીવન કા’-મન મક્કમ !
તન શ્રાંત અતીવ, નિરામયતા-મન મક્કમ કર!
મનની જળવાય નિરામયતા-મન મક્કમ કર!
ક્શત જીવ જો પ્રિયસંગ વિના-મન મક્કમ કર !
સ્મરણે રત અ-ક્શત ગાયન ગા-મન મક્કમ કર !
વિસ્વાસભર તવ શેષ સફર –મન મક્કમ કર !
ઉચ્છ્વાસ પૂરા તવ શેષ સફર-મન મક્કમ કર !
કેર ઓફ;ડો.દક્શા અરુણ વામદત્ત, 203,સુરભિ એપારટમેંટ
ચાંદની ચોક,પીપલોદ, સૂરત
પ્રતિસાદ આપો