વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્ર્સ્ટ,બગસરા
ત્રિમાસિક કાર્ય અહેવાલ
પરમ ચૈતન્ય શક્તિની પ્રેરણાથી, આપ સૌના સહકારથી બગસરા વિસ્તારના વિવિધ સેવાના કામો કરવાની અમોને તક મળી રહી છે, જેનો અમને આનંદ છે.
જાન્યુઆરી 2021માં આપણી સંસ્થાએ કરેલ કામગીરીનો ટુંકો અહેવાલ આપશ્રીને મોકલતાં આનંદ અનુભવીએ છીએ. જે બાબત જરૂરી માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી
- વાડીપ્રોજેકટ
દાહોદ, પંચમહાલ,ડાંગ તેમજ મધ્યપ્રદેશ વગેરે વિસ્તારોમાંથી સ્થાળાંતર કરીને ખેત મજૂરી કરવા માટે અમારા બગસરા વિસ્તાર એક હજારથી વધારે શ્રમિકો રોજી રોટી માટે આવે છે.આ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત છે.તેમજ તેમને પોતાનું બાળપણ માણવા મળતું નથી, જે તંદુરસ્ત સમાજ માટે સારી વાત નથી. અમો વધારે ને વધારે બાળકો સુધી પહોંચવામાંગીએ છીએ.જે માટે ‘સીમાશાળા’તા.26-01- 2021થી શરૂ કરેલ છે.અમારો સંકલ્પ છે કે 100થી વધારેબાળકોને પોતાનું બાળપણ માણવા મળે, કેળવણી પામે,તેવું આયોજન કરી રહ્યા છીએ, હાલ બે સમીશાળાશરૂ કરેલ છે.
સુખડી યોજના
અમો સ્લમ વિસ્તારમાં સાત બાળ સંસ્કાર કેંદ્રો ચલાવી રહ્યા છીએ.આ વિસ્તારમાં જે સગર્ભા માતાઓ રહે છે, તેમને પૌષ્ટિક ખોરાક મળતો નથી.પરિણામે તેની કૂખે જે બાળક જન્મે છે તે કુપોષિત ન જન્મે તે માટે આ માતાઓને પૌષ્ટિક ખોરાક મળી રહે તેવી સમજ સાથે30 માતાનીક કિલો સુખડી આપી રહ્યા છીએ. તેઓને સુખડી વિતરણ કરવામાં આવેલ.
સ્લમ ડેવલપમેંટ કાર્યક્રમ:
સંસ્થા વંચિત પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું કામ તો કરે છે, સાથો સાથ આ વિસ્તારમાંસ્વચ્છતા જળવાય રહે, સંગઠન મજબૂત થાય, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવતા થાય, તેમજ ગંદકી દૂર થાય એ માટે શૌચ ખાડા બનાવવા,વૃક્ષારોપણ વગેરે પ્રવૃતિઓ માટે એક સેંટર હાલ દત્તક લીધું. તેમાં હાલ 50,000/- થી વધારે ખર્ચ કરી,એક ડેવલપમેંટનું મોડેલ ઉભું કરવા માટે થી કામગીરી શરૂ કરેલ છે. આ વિસ્તારમાં 45 અતિ ગરીબ પરિવારના દેવીપૂજક લોકો રહે છે.તેઓ છૂટક કામ કરી ચલાવે છે.
4. સ્વરોજગાર પ્રવૃત્તિ માટે યુવાનો સાથેસેમીનાર
અમારા સાત બાળ સંસ્કાર કેંદ્રોમાં જે ભાઈ બહેનો ધંધો રોજગાર શરૂ કરવા માંગે છે,તેવા યુવાન ભાઈ બહેનોને ધંધો રોજગાર શરૂ કરવા માટે વગર વ્યાજની લોન આપવામાંઆવે છે. તેમજ જરૂર પડે તો તાલિમ પણ આપવામાં આવે છે. આ માર્ચ માસમાં દસ યુવાનોનેરૂ.55000\- નીવગર વ્યાજની લોન આપવામાં આવી છે.
સંસ્થાનું માનવું છે કે દરેક વ્યક્તિની ધંધા રોજગારની કુશળતા વધારવી જોઈએ.જે દિશામાં અમો પ્રયત્ન કરી રહ્યા છીએ.આ માટે 3 યુવાનો સાથે એક સેમીનારનું આયોજન પણ કરવામાંઆવેલ છે.
5. આરોગ્ય વિષયક કામગીરી
આપણી સંસ્થા બગસરા વિસ્તારના 12 ગામોમાં 64 મહિલા મંડળોના માધ્યમથી 700થી વધારે બહેનો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે. જેમ કે બચત ધિરાણ, માઈક્રો ફાઈનાન્સ,સાસુ વહુવંદના,સર્વોદયપાત્ર,આપણુંઆરોગ્ય આપણા હાથમાં અભિયાન, ગાય આધારિત ખેતી અભિયાન વગેરે મહિલા સશક્તિકરણનીકામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે મહિલાઓની પરિવાર ભાવના વધી રહી છે. સંવેદંશીલતા કે લાગણીભાવ વધી રહ્યો છે. અનેક બહેનો આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે.કોરોના લોક ડાઉન દરમ્યાન 23 જગ્યાએ આરોગ્યવર્ધક ઉકાળો આપવામાંઆવેલ તેમજ 100 થી વધારે બહેનોના મેડીકલ ટેસ્ટ કરાવવાનું આયોજનકરેલ છે. જેમાં બી.પી.ડાયાબીટીસ તેમજ ટેમ્પરેચર વગેરે ટેસ્ટ દ્વારાબહેનોને પોતાની સામાન્ય બિમારીનીજાણકારી મેળવતાથાય,અને તેનો ઉપચાર કરી શકે તે માટે સમજ સાથે આ અભિયાનશરૂ કરેલ છે.
કુદરતી ઉપચાર નિદાન સારવાર કેમ્પ
સર્વરોગ આયુર્વેદ કુદરતી ઉપચાર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ.જેમાં રાજકોટથી ડોકટરો આવેલ.તેમણે 73દર્દીઓને તપાસ કરી. તેમજ એક્યુપ્રેશર, માલિશ જેવી સારવાર પણ કરવામાંઆવેલ.આ કેમ્પ બહેનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેલ છે.આ માત્ર કેમ્પ નથી પરંતુ માર્ગદર્શન તાલીમનું સ્વરૂપ આપવામાં આવે છે. જે ખરેખર ખૂબ જ ઉપયોગી બને છે.
અમારા મહિલામંડળની બહેનો દ્વારા દર મહિને એક કુદરતી ઉપચાર આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જે અનુસંધાને તા.24-01-2021 ના રોજ બગસરા મુકામે કેમ્પ રાખવામાં આવેલ.
7.આંગણવાડી કાર્યકર બહેનો સાથે સંવાદ
બગસરા તાલુકાની 60 આંગણવાડી બહેનોને અભિનય બાળગીત, બાળવાર્તા,બાળરમતો, સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ વેસ્ટમાંથી બેસ્ટવસ્તુઓ વગેરેશીખવવાની તાલીમ આપવામાંઆવેલ.
આ તાલીમ શિશુવિહાર ભાવનગરના અનુભવી અને અભ્યાસુ બહેનોએ આપેલ. આતાલીમથી આંગણવાડી બહેનોની સજજતા કેળવાશે અને તેમની આંગણવાડી સમૃદ્ધ બનશે, તેવી શ્રદ્દા સૌની વધી રહેલ જોવા મળી.
8.પ્રયોગવાડી એક નવતર પ્રયોગ
આપણી સંસ્થા ગાય આધારીત સજીવખેતીનું એક અભિયાન ચલાવી રહેલ છે.જેમાં ખેડૂતોને રાસાયણિક ખાતર અનેજંતુનાશકદવાઓનોવપરાશ ઘટાડે અને ગાય આધારિત ખેતી કરતા થાય તેવાઅભિગમ સાથે બગસરા વિસ્તારમાં 150થીવધુ ખેડૂતો સાથે આ કાર્યક્રમ ચાલી રહેલ છે,
આ અભિયાનઅંતર્ગત મોડેલ ફાર્મ હાલ બની રહ્યા તાલીમ છે. જે ફેબ્રુઆરી માસમાંખેડૂતપરિસંવાદકરવામાંઆવેલ.આ અભિયાનથી ઘણા ખેડૂતો ગાય આધારિત સજીવખેતી કરતાં થયા છે.
9.મહિલાકૌશલ્ય
મહિલા કૌશલ્ય તાલીમ અંતર્ગત બગસરા તાલુકાના 7 ગામોમાં 200 થી વધારે બહેનોને સિલાઈ તાલીમથી બહેનો સ્વરોજગારીમેળવી રહ્યાંછે. આ તાલીમાર્થી બહેનો આર્થિક રીતે સ્વાવલંબી બની રહીછે.તા.01-06-2021 ના રોજ બગસરા તાલુકાના જુનીહળિયાદ ગામે સિલાઈ તાલીમ વર્ગ શરૂ કરેલ છે. જેમાં26 બહેનો સિલાઈમશીન તાલીમ મેળવી રહેલ છે.
10.જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા મહિલાઓ ઉત્પાદિત વિવિધ વસ્તુઓ માર્કેટમાં લોંચ કરી
સંસ્થા દ્વારા જે મહિલા મંડળો ચાલે છે, તેમાં 50 થી વધારે બહેનો સ્વરોજગારીની પ્રવૃત્તિઓ કરી રહેલ છે.આબહેનોદ્વારાખાખરા,પાપડ,ફિનાઈલ, મુખવાસ,વાઢિયાનો મલમ, ફેસપેક વગેરે વિવિધ વસ્તુઓનું જ્યોતિબ્રાન્ડ્થી તા.26-01-2021ના રોજ માર્કેટમાંમુકવામાંઆવેલ છે.
આ જાન્યુઆરી માસમાંસંસ્થા દ્વારા ઘણી પ્રવૃત્તિઓ થઈ શકી છે.તેનો આનંદ છે.સંસ્થા પાસે સમર્પિત કાર્યકરોની ટીમ છે. લોકભાગીદારી દ્વારા કામગીરી થઈ રહી છે.પરિણામે લોકોનો રાજીપો જોવા મળે છે. બસ! ભગવાનને એટલી જ પ્રાર્થના કે,અમોને સારા કામોમાં નિમિત બનાવે પણ અમારામાં કદી અભિમાન ન આવે આ ઈશ્વરે સોંપેલું કામ છે. આસમજ સાથે આપણે સૌ સાથે મળીને સારા કામોમાં નિમિતરૂપ બનીએએ જ પ્રભુ પ્રાર્થના.
અમારા આ રિપોર્ટ બાબતે આપનો પ્રતિભાવ જણાવશો તો અમોને વિશેષ આનંદ થશે.
મારે એક વાત ગૌરવ સાથે કહેવી છે કે દાતાઓએ અમોને સેવાના કામો માટે કદી આર્થિક મુશ્કેલી પડવા દીધી નથી,પરિણામે જ અમોએ વધારે ને વધારે જરૂરિયાત મંદ બાળકો, બહેનો, ખેડૂતો સુધી અમારી સેવા પહોંચતી કરી રહ્યા છીએ.એ જ આનંદ છે બસ આપણા સૌનો સહિયારો આનંદનો વિસ્તાર થતો રહે એ જ અભ્યર્થના સાથે સૌને વંદન.
પ્રતિસાદ આપો