અખંડ આનંદ,એપ્રિલ2021
આશરે 50 વર્ષ ઉપરની બીના છે. જ્યારે હું રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલ કૈવલ્ય્ધામમાં રહી કોલેજનો અભ્યાસ કરતો હતો ત્યારે દેવીપ્રસાદ ડી.ટી.આચાર્ય અમદાવાદમાં ઘીકાંટા કોર્ટમાં ન્ય્યાયાધીશ હતા.
આ દરમિયાન દૈનિક પેપરમાં સમાચાર વાંચ્યા કે અમુક કેસમાં રાજ્યના તત્કાલિન ગૃહમંત્રી શ્રીરસિકલાલ પરીખની સાહેદ તરીકે જુબાની થનાર છે.મારી રૂમમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ અમદાવાદ જઈ ગૃહમંત્રીશ્રીની જુબાની સાંભળવા અને કોર્ટ કાર્યવાહી નિહાળવા આતુરતા થતાં,અમે રાતની ગાડી પકડી સવારે અમદાવાદ પહોંચ્યા.
અમે બધા વિદ્યાર્થીઓએ ધર્મશાળામાં સ્નાન,ચા-પાણી કરી,ઘીકાંટા ખાતે આવેલ ન્યાયાલય તરફ પ્રયાણ કર્યું.
બરાબર 11-00 વાગ્યે ગૃહમંત્રીશ્રીએ ઝાંપા બહાર ગાડી પાર્ક કરાવી,પોતે ચાલીને કોઈ અંગરક્ષક વગર સરકારી વકીલની ઓફિસમાં આવ્યા.ત્યાં પૃચ્છા કરી કોર્ટની માહિતી મેળવી, ખુરશીમાં શાંતિથી બેઠા. સરકારી વકીલે કોર્ટમાં જઈ, દૈનિક બોર્ડમાં જોઈ,કેસ ક્યારે નીકળશે તેની માહિતી ઓફિસમાં આવી એમને આપી. ગૃહમંત્રીશ્રીએ કોઈપણ આડંબર વગર કોર્ટ રૂમ તરફ પ્રયાણ કર્યું. એક સામાન્ય પક્ષકાર—સાહેદ જેમ પાછળની સીટમાં બેસી ગયા. પોતે લંડનમાં અભ્યાસ કરેલો અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલી જેથી પોતે કોર્ટની કાર્યવાહી નિહાળવા પણ ઉત્સુક હતા.
થોડીવાર પછી કેસ નીકળતાં પટાવાળાએ નામ પોકાર્યું. એટલે ગૃહમંત્રી હાજર થઈ સાહેદના પાંજરામાં આવી પહોંચ્યા. બોક્ષમાં વિનમ્રતાથી માથું ઝુકાવી, કોર્ટની માન-મર્યાદા જાળવી. જુબાની પૂરી થતાં, ન્યાયાધીશે જવા અનુગ્રહ કરતાં ફરી માન અપી શાંતિથી વિદાય લીધી.
અમને પ્રતીતિ થઈ કે કેવા હતા તે સમયના સમાજ સેવક ! કેવી વિનમ્રતા, કોઈ આડંબર વગર શાંતિથી આવી વિધિસર જુબાની આપી વિદાય લીધી. ન્યાયાધીશને પણ પ્રતીતિ થઈ કે કેવા હતા તે વખતના ન્યાયાધીશ ! કોઈપણ રીતે વિચલિત થયા વગર, કોર્ટના મોભા પ્રમાણે, કોઈપણ દબાણ વગર, તેમજ પ્રભાવિત થયા વગર કોર્ટની કાર્યવાહી કરી. આવા હતા તે વખતના સમાજસેવક અને ન્યાયાધીશ.
402,તેજશ્રી ફ્લેટ,વિમલ હાઉસ સામે,
સરદાર પટેલ સ્ટેડિયમ,અમદાવાદ-14
મો09905345620
——————————————
મંત્રીશ્રીની વિનમ્રતા-સાદાઈ/વી.ટી. આચાર્ય

પ્રતિસાદ આપો