કબીર

તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે.

ઘટ ઘટ મેં વહ સાંઈ રમતા કટુક વચન મત બોલ રે.

ધન જોબન કો ગરબ ન કીજૈ જૂઠા પંચરંગ ચોલ રે

સુન્ન મહલમેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે.

જોગ જુગત સો રંગમહલ મેં પિય પાયો અનમોલ રે,

કહે કબીર આનંદ ભયો  હૈ બાજત અનહદ ઢોલ રે.

   કબીરનું આ અત્યંત પ્રસિદ્ધ પદ છે. પ્રસિદ્ધ થયું હશે કદાચ જ્યુથિકાને કારણે. પણ પ્રસિદ્ધ ન થયું હોત તોયે આ મહત્ત્વનું પદ છે. કહેવાય છે કે કવિતાના આકાશમાં કોઈક કવિ સૂર્ય જેવા, તો કોઈક ચંદ્ર જેવા અને કોઈક નક્ષત્રો જેવા ને કેટલાયે આગિયા જેવા હોય છે. મારે માટે કબીર એ કેવળ સૂર્ય કે ચંદ્ર નથી, પણ કવિતાનું સ્વયં આકાશ છે. એમનાંદોહા અને પદ આપણા મન પર ચંદનનો લેપ કરે છે અને શાતા આપે છે

    કાવ્યની પ્રથમ પંકિત ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે એ આપણામાં શ્રદ્ધા પ્રેરે છે.શ્રદ્ધાની સોગાત આપવી એ નાનીસૂની વાત નથી.તને પ્રિયતમ મળશે એની પ્રતીતિ આપેછે. પણ એમનેમ ન મળે. આપણે પક્ષે પણ કંઈક કરવાનું હોય છે. આપણે ઘૂંઘટનો પટ ખોલવાનો હોય છે. આપણી અને પ્રિયતમની આડે આ જે પટ છે એ આડો આવે છે. આપણો ચહેરો ઢંકાયેલો  છે અને પરમાત્માનો ચહેરો ખુલ્લો છે.આ પટ ખસી જાય તો પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય.

    કબીર વણકર હતા.એટલે વસ્ત્રની ભાષા બોલ્યા. આ ઘૂંઘટ એટલે શું? આપણાંકામ,ક્રોધ,લોભ,મોહ,મદ, મત્સર ઈત્યાદિ. ટૂકમાં આપણો પ્રલંબ અહમ.અહમ ખસે તો ‘સોહમ’ મળે.પરમાત્મા બીજે ક્યાંય નથી. એ કાશીમાંય નથી અને વૃંદાવનમાંય નથી, એ તો આપણા  ઘટઘટમાં છે. માણસની પાછળ જ માધવ છે.એટલે એને કડવાંવચન ન કહેવાં જોઈએ.સંસારનો પણ આપણો અનુભવ છે કે આપણે જો આપણી  આસપાસની વ્યક્તિને  કડવાં વચન કહીએ તો એ દૂર ને દૂર જાય છે.ઈશ્વર  આપણી અંદર જ છે એ આપણી વાણી અને મૌન  બંનેનેસાંભળે છે. એ આપણી મીઠાશ અને કડવાશ બંનેને ઓળખે છે.

   ‘ઈસ તનધન કી કૌન બડાઈ’ ગાનાર કબીર ઘૂંટીઘૂંટીને કહે છે, આ ધન અને યૌવનનો ગર્વ શાનો? કશું  ટકે એવું નથી, કશુંયે શાશ્વત નથી, કશુંય કાયમ માટે તમારી પાસેરહેવાનું નથી. આપણું પાંચ તત્ત્વનું બનેલું ખોળિયું;  એ પણ ક્ષણભંગુર છે. તો આ ક્ષણભંગુરનું મમત્વ  શા માટે?

    કબીર કેવા મોટા ગજાના કવિ  છે કે શૃંગારની ભાષામાં એ ગહન જ્ઞાનની વાત કરે છે. શૂન્યનો મહેલ છે. આ શૂન્યનો મહેલ એ બ્રહ્માંડ.આ બ્રહ્માંડમાં જ તું બ્રહ્મનો દીવો પ્રગટાવ  અને મૃગજળ જેવી આશાઓથી ચલિત ન થા.’આસન સોં મત ડોલ’ એ પંકિત આ કવિ જ લખી શકે,આશાથી જીવવું  હોય તો હતાશાનો મુકાબલો કરવો પડે, અને હતાશાથી પાર જવુંહોય તો આશાથી વિચલિત ન થવાય.

    શૂન્યના મહેલમાંથી કવિ રંગમહલમાં જાય છે. પણ

આ ‘રંગમહલ’ રાગ વિનાનો છે. જે વીતરાગ હોય એને જ બ્રહ્માંડનો રંગ મળે. અહીં પ્રિયતમા અને પ્રિયતમનું મિલન  થાય છે—જ્ઞાનના દીવાની સાક્ષીએ. આ રંગમહલ એ બ્રહ્માંડનો રંગમહલ છે. અહીં જે મિલન થાય છે એ અણમોલ છે. પ્રિયતમ પોતે જ અણમોલ છે. મિલન થયું. પછી એના આનંદને વર્ણવવો કઈ રીતે? સુખ ખંડિત હોય છે  આનંદ અખંડિત હોય છે.  સુખને હદ હોય છે આનંદ  અનહદ હોય છે. અને આ અનહદનો જ ઢોલ વાગ્યા કરેછે. અહમનો દહનખંડ શૂન્યના શયનખંડમાં પલટાઈ જાય છે અને આત્મા અને પરમાત્માની ‘શુભદૃષ્ટિ’ થાય છે.

6

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 658,623 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
જૂન 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: