લાજ ન રહીએ/અખો

/ભજનયોગ/સંકલન;સુરેશ દલાલ

લાજ ન રહીએ,સહીએ

ઐસા લાગ ગયા ના આવે રે!

નીડર હોકર જે જઈ લાગે,

સો શામ અનેરા પાવે રે!

ગલે બાંહો કા સુખ જ્યૂનૂં નહીં દેખ્યા,

સો આહાર ફરે  બુધ્ય્હીણી રે

ચતુરપણાં મૂરખ હોય નીમડ્યાં.

જો તું બાત ન સમજી ઝીણી રે

લાજુ, લાજ ન રહીએ!

બારે માસ રહે ઘૂંઘરટી

મન જાણે હું જાગી  રે,

જાગણ તેરા નીંદ સરીખા,

જો તું સાથી કંઠ ન લાગી રે !

લાજુ,લાજ ન રહીએ !

ચલે સહિજ મેં હરતીફરતી

લેવે લ્હાવા—પણ લૂખી રે,

આછા અંગ દેખાવે લોકા

પણ ભોગ બીના તું ભૂખી રે !

લાજુ,લાજ ન રહીએ !

લટકા લાલાલન કા લ્હાવા,

લીના નહિ જશ ના રે રે,

સો ભૂલી ભામ્યની મહા ભૂંડી,

કહ્યા બહોત સુના રે !

લાજુ ,લાજ ન રહીએ !

પોતાના એક પદમાં આપણી ભાષાનો શ્રેષ્ઠ વેદાંતી  જ્ઞાનીકવિ અખો આદર્શ ભક્તનાં લક્ષણો આલેખતાં ગાય છે:

  જેમજારવળુંધી જુવતી-તેનું મન રહે પ્રીતમ પાસ :

અહર્નિશ રહે આલોચતી; ભાઈ,એવું મન હરિદાસ !

–જેમ પ્રિયતમ(=જાર,યાર ) સાથે પ્રેમમાં લપટાયેલી-વળગેલી (=વળુંધી,) યુવતીનું મન રાત-દિવસ)-અહર્નિશ)પોતાના પ્રિયમાં જ વસ્યું હોય છે, એના જ વિચારમાં ખોવાયેલુંરહે છે તેમ હરિનાભક્તનું મન પણ પોતાના ઈષ્ટદેવમાં જ સદાયે રમમાણ હોય છે, તન્મય હોય છે.

   પોતાના જ સુદીર્ઘ કાવ્ય ‘અખે ગીતા’માં એ ભક્તિરૂપી પંખિણીને જ્ઞાન અને વૈરાગ્યરૂપી બે પાંખ છે અને એ વડે સદ ગુરૂ ની દૃષ્ટી પ્રાપ્ત કરી ચિદાકાશમાં ચૈતન્યના નિરવધિ અવકાશ માં વિલસે છે એવું કહે છે:

   ભાઈ ! ભક્તિ જેવી પંખિણી,

જેને  જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે;

ચિદાકાશ માંહે તેજ ઊડે, જેને સદગુરુરૂપી આંખ છે.

    આમ,સાચી ભક્તિ  માટે અખાને પૂરો આદર છે. એટલું જ નહીં, પરમ  જ્ઞાની અને પરમ પ્રેમભક્તના પ્રતીકશી ગોપી  એ બંનેની સમાન ભૂમિકાએ મૂકે છે. એક છપ્પામાં એ કહે છે.

    જ્ઞાની વિહારી ગોરી જશા,

તે જ જ્ઞાનીગોપીની દશા;

ગોપી ભૂલી ઘર ને બાર,ગોપી ભૂલીકુટુંબ પરિવાર;

પોતાની દેહ પણ ભૂલી ગઈ,

અખા કામની કુળવંત લઈ !

   અખાએ જડ  સગુણ ભક્તિને,બાહ્ય આચારમાં અને કર્મકાંડમાં રાચતા ધર્મપંથોને સારી પેઠે નિંદ્યા છે. આપણા મધ્યકાલીન કે અર્વાચીન કવિઓમાં પણ સૌથી વધારે બુદ્ધિજીવી કહી શકાય એવા Intellectual અને વીર્યશાળી Seminal એવો આ કવિ પોતાના આરંભકાલીન જીવનમાં વૈષ્ણવધર્મના સંસ્કારોથી સારી પેઠે પ્રભાવિતથયો હશે. એટલે જ પાછળથી જ્યારે એ કેવલાદ્વૈત—કેવળદ્વૈત—વાદમાં પૂર્ણપણે માનતો થયો ત્યારે પણ એણે પોતાનાં કેટલાંક ગુજરાતી, હિંદી પદો અને સાખીઓમાં વૈષ્ણવ સંપ્રદાય—પ્રેમભક્તિનાં પ્રતીકો, શબ્દ્પ્રયોગો  વગેરેનો સુંદર વિનિયોગ  કર્યો છે.ભક્તિમાર્ગમાં તો દ્વૈતભાવ –ભક્ત અને ભગવાન,અનિવાર્ય છે.  અદ્વૈતવાદમાં  આત્મા અને પરમાત્મા વચ્ચે ભિન્નતા હોતી નથી—જેમ તણખામાં અને અગ્નિમાં કે બિંદુ અને સાગરમાં તત્ત્વત: નથી હોતી તેમ! એટલે તો શંકરાચાર્યે ‘ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે તેમ જ જીવ એ જ બ્રહ્મ છે  બીજુંકશું નહીં’એવું પ્રતિપાદિત કર્યું.જે કંઈ અનેકતા કે ભિન્નતા દેખાય છે તે માયાનું—અજ્ઞાનનું પરિણામ છે. જેમ અંધકાર(=અજ્ઞાન) હોવાને લીધે દોરડું સર્પ લાગે છે.પણ.પ્રકાશ(-જ્ઞાન) થતાં ભ્રમ દૂર થઈ જાય છે અને દોરડું સર્પ ન લાગતાં મૂળ એવું દોરડુંદેખાય છે તેમ !

એટલે જો અજ્ઞાન(=માયા) નો નાશ થાય તો  માયાથી ઉદ ભવેલું આ જગત એના મૂળ સ્વરૂપે (-બ્રહ્મ સ્વરૂપે) જણાય અને પમાય !

   અખો આતત્ત્વજ્ઞાનને ઘણીયે વાર પ્રેમ્ભક્તિનાં પ્રતીકો દ્વારા,એની એની જ પદાવલી તથા વાતાવરણ દ્વારા, આપણી સમક્ષ સચોટતાથી રજૂ કરે છે અખાની  આ કવિતાનું આ રૂપ સાચેજઆહલાદ્ક છે. પોતાના એક હિંદીપદમાં એ ગાય છે:

મેરા ઘૂરત મિત સલૂના રે,

મેં પાયા સાથી જૂનારે !

          ***

અબ દૂઈ ગઈ ! તું મિલિયા રે !

પરગટીઆ તું ગલીગલીઆં રે,

એક્મેક કરું રલીઆ રે !

મેરા ધૂરત.

   બીજા એક પદમાં આ જ રીતે જ્ઞાની એવો ભક્ત ગોપીભાવે અદ્વૈતના આનંદને આ પ્રમાણે વ્યક્ત કરે છે:

હું આપ સરીખી કીતી રે

  દોઉ જગમેંહું જીતી રે

હુંએક મેક કર લીતી રે !

મેરા ઢાલન ઢલ કર આયા રે !

    પ્રિયતમે-પરબ્રહ્મે-મને(જીવને)પોતાના સમાન કરી લીધી, પોતે જ પોતાનામાં અભિન્ન  કરી લીધી. મારો ઢોલન (પ્રિયતમ ) પોતે જ મારીપાસે દોડી આવ્યો. જીવ અને શિવ,આત્મા અને પરમાત્માનુંઅભિન્નત્વ જ અહીં દર્શાવ્યું છે. ‘આપ  સરીખી’ જેવાં પદોમાં એસ્પષ્ટ થાય છે. પહેલા ઉદાહરણમાં ‘દૂઈ ગઈ (દ્વૈત પણ ગયું) પણ એવો જ શબ્દપ્રયોગ છે.

    આ પદ ‘ લાજુ ન રહીએ’માં અખો અહીંયે પોતાની  છેલ્લી પંક્તિમાં, સોનારો-સોની તરીકે ઓળખાવે  છે. એમાં પણ એણે પ્રેમભક્તિના એ જ પ્રિયા-પ્રિયતમ ની શબ્દાવલી તેમ જ પ્રતીકયોજના  દ્વારા અદ્વૈતનો બોધ કર્યો છે. કહે છે;

  ‘હે લાજુડી, બહુ લાજમાં ન રહીએ, હે સખી(=સહી એ),આવો લાગ (=આવી મનુષ્યજન્મરૂપી તક) ફરી ફરી હાથ નહીં આવે. માટે નિર્ભય (= નીડર) થઈને શ્યામની પાસેજઈને પ્રેમથી ગળે વીંટાઈ એની સાથેના દ્વૈતભાવને મિટાવીદે.એવી નિર્ભયતાથી, જ્ઞાનની એવી પરમ સીમાએ જઈને જપરમાત્માને પ્રાપ્ત કરી શકાય.

6

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 617,444 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
મે 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: