9.દૈવી યોજના

દરેક મનુષ્ય માટે સંપૂર્ણ આમ-અભિવ્યક્તિનો અવકાશ હોય છે. એક એવી જગ્યા છે, જે માર તે જ ભરી શકે છે, બીજું કોઈ નહિ.એવું કામ છે, જે માત્ર તેણે જ કરવાનું નિર્માયુ હોય છે બીજું કોઈ એ કરી શકે નહીં.આ કાર્ય કયું છે એ માણસે જાણવું જોઈએ. આ દૈવી યોજના જ તેના જીવનની સૌથી મોટી માંગ છે.

    આ શું છે તેનો લેશમાત્ર ખ્યાલ ન હોય એમ બને. તેની અંદર કદાચ કોઈ અદ ભુ ત શક્તિ છૂપાયેલી પડી હોય તેમ બને.આથી એની માંગ આ પ્રમાણે હોવી જોઈએ: ‘’ અનંત ચેતના, મારા જીવનની દૈવી યોજનાને મૂર્ત થવા માટેનો  માર્ગ ખોલી આપ, મારી અંદરની ઉચ્ચ શક્તિને  હવે મુક્ત કર, અને મને મારા  વિશેની સંપૂર્ણ યોજના સ્પષ્ટપણે જોવા દે.

    સંપૂર્ણ યોજનામાં સ્વાસ્થ્ય, સંપત્તિ, સ્નેહ  અને સ્વઅભિવ્યક્તિનો સમાવેશ થાય છે. માણસ જ્યારે આની માંગ કરે છે ત્યારે તેના જીવનમાં મોટા ફેરફારો  થતા જણાય છે; કારણ કે સાધારણ રીતે માણસ આ દૈવી યોજનાથી ઘણો દૂર નીકળી ગયો હોય છે.

    ઘણા મેઘાવી લોકોએ  પોતાની તંગી  ટાળવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો  હોય છે પણ તેમણે જો શ્રદ્ધા રાખી હોત અને આ શબ્દો  ઉચ્ચાર્યા હોત તો જરૂરી સાધન સંપત્તિ તરત મળ્યા હોત. તેમને તરત મળ્યાં હોત.

       ચોક્કસ સંકેતોની માંગણી કરો, તમારો માર્ગ સરળ અને સફળ બનશે

   આપણે જબરદસ્તીથી મન સમક્ષ કોઈ ચિત્ર ઊભું કરવાનું નથી.આપણે માનસપટ પર સ્પષ્ટ પણે દૈવી યોજના ઊપસવાની  માંગણી કરીએ  ત્યારે આપણને પ્રેરણાનાં સ્ફુરણો, ચમકારા મળે છે; અને કશીક મોટી બાબતો સિદ્ધ થતી અનુભવાયછે અને આ વિચાર કે ચિત્રને આપણે દૃઢતાપૂર્વક વ તે વળગી રહેવું જોઈએ.

    આપણે જે વસ્તુને શોધીએ છીએ  તે વસ્તુ આપણને પણ શોધતી હોય છે. ટેલિફોન  ગ્રેહામબેલને  શોધતો  હતો.

    મા-બાપોએ તેમનાં બાળકો પર  કદી વ્યવસાય લાદવો ન જોઈએ. તેનમણે  તો કહેવું જોઈએ: ‘’ આ બાળકમાં રહેલ ભગવાનને સંપૂર્ણ અભિવ્યક્તિ મળે. એના વિશેની દૈવી યોજના એના આખા જીવનમાં, ચિરકાળમાં પ્રગટ થાઓ.’’

 અને આ કારણે જ માણસે પોતાની બુદ્ધિશકતિ દટાઈ જવા દેવી જોઈએ નહિ, માણસે પોતાના બુદ્ધિકૌશલ્ય ન વાપરે તો તેની મોટી સજા તેને ભોગવવી પડે છે.

     ઘણીવાર માણસ અને  તેની સ્વ-અભિવ્યકિત વચ્ચે ભય  દીવાલ બનીને ઊભો રહે છે. જાહેર  મંચનો ભય  ઘણાને ગભરાવે  છે.  આને ઉચ્ચારિત શબ્દો વડ જીતી શકાય. એવું થાય છે ત્યારે માણસ પોતાના વિશેની સભાનતા ગુમાવે છે અને અનંતચેતનાના પ્રાગટ્ય  માટેનો માર્ગ બની રહે છે. પછી તે સીધી   પ્રેરણા હેઠળ, ભયરહિત, આમવિશ્વાસથી સભર હોય છે.

     કોઈક વાર માણસ પોતાને ગમતી રીતે પ્રાગટય  થાય એમ ઈચ્છતો હોય છે. એનાથી બાબતો  સ્થગિત  થઈ જાય છે. તારી રીતે નહિ, મારીરીતે—એ અનંત  ચેતનાનો  આદેશ છે.  તેને કામ કરવા માટે સપૂર્ણપણે વિરોધરહિત માનસ જોઈએ.

    શાંત સ્વસ્થતા  એ શક્તિ છે.છે. એ ઈશ્વરી સત્ત્તાને માણસની અંદર રહેવાની તક આપે છે. ગુસ્સો માણસની દૃષ્ટિને ધૂધળી બનાવે છે.  રકતને વિષમય કરી દે છે. તેમાંથી ઘણા રોગો ઉદ ભવે છે. ઘણાખોટ્ટા નિર્ણયો નીપજે છે, જે નિષ્ફળતા લાવે છે. ભય અને ચિંતા પણ મનુષ્યના આવા જ દુશ્મનો  છે.

     મને  કેટલીક વાર લોકો પૂછે છે: ‘’ ધારોકે કોઈનામાં એક કરતાં વધુ પ્રકારની  આવડત  હોય, તો તેમાંથી  પસંદગી કેમ કરવી?’’

  તે માટે આ કહો : ‘’ અનંત ચેતના,મને નિશ્ચિત સંકેત આપો, મારે અત્યારે કઈ આવડતનો ઉપયોગ કરવાનો છે તે કહો.’’

     ઘણા લોકો ભેટ આપવામાં ઉદાર હોય છે, પણ ભેટ સ્વીકારવામાં કૃપણ હોય છે. અભિમાન કે એવા કોઈક કારણે તેઓ ભેટ્નો ઈંકાર કરે છે, અને એમ કહીનેતેઓ પ્રવાહ રૂંધે છે.

    આપવા અને લેવા વચ્ચે સંપૂર્ણ  સમતુલા હોય છે અને માણસે બદલાના ખ્યાલ વિના આપવું જોઈએ  પણ તેજો પોતાને અપાતી વસ્તુઓ સ્વીકારે નહિ તો તે નિયમનો ભંગ કરે છે, કારણ કે બધી વસ્તુઓ ભગવાનની જ ભેટ છે.  માણસ તોવાહનમાત્ર છે.  

    ઘણીવાર લોકો પૂછે છે: શા માટે કેટલાક માણસો સમૃદ્ધ  અને સ્વસ્થ જન્મેછે, અને બીજા ગરીબ અને માંદા હોય છે?

   આનો ઉત્તર છે પુનર્જન્મનો નિયમ, માણસ સત્યદર્શન કરે અને મુક્ત થાય તે પહેલાં તે ઘણા જન્મોને મૃત્યુ માંથી પસાર થાયછે.  અધૂરી વાસનાને કારણે  તે ફરી ફરી પોતાનાં કર્મોનું ઋણ ચૂકવવા કે નિર્માણ કરવા પૂરું કરવા પૃથ્વી પર આવે છે.સ્વસ્થ, સમૃદ્ધ માણસે આગલા જન્મમાં પોતાના અર્ધ જાગ્રત મનમાં આરોગ્ય ને સંપતિનાં ચિત્રો અંકિત કર્યા હોય છે, ગરીબ રોગી માણસે દરિદ્રત્તા  અને માંદગીનાં.

   જો કે જન્મ અને મૃત્યુ એ માનવીએ રચેલા  નિયમો છે. સાચો આધ્યાત્મિક માણસ અજન્મા છે, અમર છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 592,288 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
એપ્રિલ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: