કર્મનો નિયમ અને ક્ષમાશીલતનો નિયમ

5.કર્મનો નિયમ અને ક્ષમાશીલતાનો નિયમ.

   માણસ જે આપે છે તે જ તે પામે છે. જીવનની રમત એ બૂમરેંગની રમત છે. માણસના વિચારો, કાર્યો અને શબ્દો મોડાવહેલા પણ અદ ભુત ચોક્સાઈથી તેના ભણી જ પાછા વળે છે. આ જ કર્મનો નિયમ છે.

    માણસ જેમ વધુ જ્ઞાન મેળવે છે તેમ તેણે વધુ જવાબદાર બનવાનું રહે છે.જાણવા છતાં જે માણસ નિયમ ઉવેખે છે, તેને વધુ સહન કરવું પડે છે.

    અધિકાર પહેલાં આજ્ઞાપાલન આવે છે. માણસ નિયમનું પાલન કરે છે, ત્યારે નિયમ માણસને અધીન વર્તે છે. વીજળી મનુષ્યની સેવિકા બને તે પહેલાં વીજળીનો નિયમ જાણવો જોઈએ. અજ્ઞાનતાપૂર્વક તેની સાથેકામ પાડીએ  તો તે જીવલેણ શત્રુ બની રહે.

   મનના નિયમોનું પણ આવું જ છે.

    એક સ્ત્રીને તેના સંબંધીનું મકાન ખૂબ ગમતું. તે પ્રબળપણે એ મકાન મેળવવાની ઈચ્છા કરતી અને પોતે એ મકાનમાં રહે છે  તેવું માનસચિત્ર દોરતી. વખત જતાં તે માણસ મૃત્યુ પામ્યો અને  એ મકાનમાં રહેવા ગઈ. એક વખત તેણે મને પૂછ્યું, ‘’ એ માણસના મૃત્યુ સાથે મારે કોઈ સંબંધ હશે?’’ મેં કહ્યું: ‘’ હા, તમારી ઈચ્છા એટલી સબળ હતી કે દરેક વસ્તુએ એને માટે માર્ગ કરી આપ્યો. પણ તે માટે તમારે કર્મનું ઋણ ચૂકવવું પડ્યું. તમારા પ્રિય પતિ થોડા જ દિવસમાં મરણ પામ્યા નેમકાનનું ખર્ચ તમને ભારે થઈ પડ્યું. ‘’

    ખરી રીતે સ્ત્રીએ એમ કહેવુંજોઈતું હતું કે, ‘’ હે અનંત ચેતના, મારું આવું જસુંદર,મારા માટે યોગ્ય, ઘર આપો, જે દૈવી અધિકારની રૂએ મારું હોય.’’

    દિવ્ય પ્રકૃતિએ તેને પૂર્ણ સંતોષ આપ્યો હોત અને બધાંનું તેમાં કલ્યાણ થયું હોત. ઈચ્છાશક્તિ એક પ્રચંડ શક્તિ છે. તે યોગ્ય માર્ગે જ વહેવી જોઈએ, નહિ તો અંધાધૂંધી આવી પડે છે.

    એ સ્ત્રીએ જો એમ વલણ દાખવ્યું હોત કે આ ઘર જો મારા માટે નિર્માયું હશે  તો મને મળ્યા વગર નહિ રહે. નિર્માયું હોય તો મને એવું જ બીજું મકાન આપો. તો કદાચ પેલા માણસે મકાન ખાલી કર્યું હોત, અને તેને સહજ રીતે મકાન મળ્યુંહોત. માણસ પોતાની ઈચ્છાશક્તિ પરમ ચેતનાને ચરણે ધરી દે છે, ત્યારે તેને જોઈતી વસ્તુ તેને મળી રહે છે એ એક વિચિત્ર લાગતું સત્ય છે.

   એ માટે માણસે ‘શાંત’થવું જોઈએ, જે ઘણું અઘરું છે, બચાવવું, સંઘરો કરવો તેમાં નુક્શાન છે અને ભેટ-ઉપહાર આપવાં તે ફાયદો છે, એ હકીકતથી ઘણા લોકો અજાણ હોય છે. માણસ ખર્ચ કરવાની કે આપવાની વૃત્તિને અવગણે  તો એ પૈસા   અણગમતી રીતે ખર્ચાઈ તો જાય  છે જ.

    એક સ્ત્રીએ એના કુટુંબને કહ્યું કે આપણેતહેવારનો દિવસ ઊજવીશું નહિ, કારણકે પૈસા ઓછા છે. તેની પાસે પૈસા હતા પણ તેને તે બચાવવા હતા.   થોડા દિવસ પછી એક ચોર તેના કબાટમાંથી એટલા જ પૈસા ચોરી ગયો જેટલા પૈસા ઉજવણી પાછળ ખર્ચાયા હોત.

    કર્મના નિયમને અતિક્રમી જતો  નિયમ છે કૃપાનો, ક્ષમાશીલતાનો. એ માણસને કારણ પરિણામના પ્રભાવમાંથી મુક્ત કરે છે.. અહીંની ભૂમિકા ઉપર માણસ વાવે તેવું લણે છે, પણ ભગવાનની કૃપાનો વરસાદ તો સદાયવરસતો હોય છે.  દુન્યવીવિચાર પર,  માંદગી-મૃત્યુ-પાપના વિચાર વિજય મેળવનાર મનુષ્ય માટે આ કૃપાનુભવની સ્થિતિ નિરંતર વાટ જોતી ઊભી જ છે.

          6—.બોજો ફેંકી દો.

   જીવનની લડાઈઓમાં લડવાનું કામ માણસમાં જે ભગવત-મન રહેલું છે, તેને સોંપાયેલું છે. માણસે પોતે તો માત્ર શાંત બની રહેવાનું હોય છે, પ્રતીક્ષા કરવાની હોય છે. તેનું તર્કબુદ્ધિ  ધરાવતું મન તો ઘણું મર્યાદિત  હોય છે. ભય અને શંકાથી ભરેલું હોય છે. આથી તેણે પોતાનો બોજો ભગવત-મનને સોંપી દઈ, હળવા થઈ જવુંજોઈએ. પોતાનો બોજો પોતે ઊંચકવો, એ નિયમનો ભંગ છે. એક સ્ત્રી વર્ષોથી દુનિયા પ્રત્યે નફરતનો બોજો લઈને ફરતી હતી.તેણે એક દિવસે કહ્યું, ‘’મારો આ બોજો હું અહીં બેઠેલા ભગવાનને સોંપી દઉં છું.’’ સર્વશક્તિમાન ભગવત-ચેતનાએ એના અર્ધજાગ્રત મનને પ્રેમથી ભરી દીધું અને તેનું જીવન જ પલટાઈ ગયું.

    પરમ ચેતના સમક્ષ આ નિવેદન ફરી ફરી, ઘણીવારા તો કલાકો સુધી મૌનપણે અથવા મોટેથી નિશ્ચયાત્મકતાથી કરતા રહેવું જોઈએ.

    મેં નોંધ્યું છે કે બોજો ફેંકી દીધા બાદ થોડા વખત પછી આપણી દૃષ્ટિ ચોખ્ખી બને છે. હું મારો બોજો ભગવાનને સોંપી મુક્ત થાઉં છું. એમ ફરી ફરી કહેતાં દૃષ્ટિની સ્પષ્ટતા અને હળવાશ અનુભવાય છે અને થોડા જ વખતમાં ’શુભ’ નો મૂર્ત સ્વરૂપમાં આવિર્ભાવ થાય છે—પછી એ આરોગ્ય હોય, આનંદ હોય કે સાધનસામગ્રી  હોય.

    ઘણીવાર મોટો આવિષ્કાર થતાં પહેલાં બધું જ અવળું પડતું હોય એમ ભાસે છે. ઊંડી હતાશા મનને ઘેરી વળે છે પણ એ તો અર્ધજાગ્રત મનમાં લાંબા સમયથી ધરબાયેલા  પડેલા ભય ને શંકા સપાટી પર આવવાને કારણે બને છે અને એ સપાટી પર નાબૂદ થવા માટે  જ આવ્યાં છે.

  કોઈ કદાચ પૂછે: ‘’ આ અંધારામાં ક્યાં સુધી રહેવું પડે?’’ મારો જવાબ છે: ‘’અંધારામાં’ જોઈ શકીએ’  ત્યાં સુધી.’’ અને બોજો ફેંકી દેવાથી માણસ અંધારામાં પણ જોઈ શકે છે.  વાત કરવાનો

   અર્ધજાગ્રત મન પર કોઈ પણ બાબત અંકિત કરવા માટે સક્રિય શ્રદ્ધા હંમેશાં ખૂબ જરૂરી  છે.

    કશીક ગેરસમજને કારણે એક સ્ત્રી અને તેના પતિ છૂટાં પડી ગયાં. સ્ત્રી તેના પતિને ખૂબ ચાહતી હતી, પણ પતિ સમાધાન મા કેમેય તૈયાર થતો નહતો. તે તો તેની સાથે વાત કરવાનો જ ઈન્કાર કરતો.

    આધ્યાત્મિક નિયમની તે સ્ત્રીને જાણ થતાં તેણે જુદાઈની પરિસ્થિતિનો જ ઈન્કાર કર્યો. તેણે કહ્યું, ‘’ ભગવત ચેતનામાં કોઈ જુદાઈ નથી, જે પ્રેમ અને સાથ દિવ્ય ચેતનાએ મારે માટે નિર્મ્યાં છે તેનાથી મને કોઈ અલગ કરી શકે નહિ.’’

    તેણે આ બાબતમાં સક્રિય શ્રદ્ધા દર્શાવી, રોજરોજ તે જમવાના ટેબલ પર તેના પતિ માટે જગ્યા રાખતી, અને એ રીતે અર્ધજાગ્રત મન પર પતિના પાછા ફરવાનું ચિત્ર અંકિત કરતી. એક વર્ષ વીતી ગયું. તે શ્રદ્ધામાંથી જરા પણ ડગી નહિ, અને’એક દિવસ તે ઘરે આવ્યો.’અર્ધજાગ્રત મન  પર પ્રભાવ પાડવા માટે સંગીત પણ એક વિશેષ સાધન છે. સંગીતના લય અને સંવાદ સાથે આવતા શબ્દો ઘણા શકતિશાળી બની જાય છે.

     સુખ અને શાંતિ પામવા માટે માણસે પોતાના અર્ધજાગ્રત મનમાંથી બધા ભય ભૂંસી નાખવા જોઈએ. માણસના પોતાના ભયને લીધે જ વસ્તુ ભયાનક બનતી હોય છે. માણસે પોતાનું દરેક કાર્ય તે ભયમાંથી ઉદ ભવે છે કે શ્રદ્ધામાંથી, તે તપાસતા રહેવું જોઈએ.

    કોઈવાર માણસને વ્યક્તિનો ભય લાગતો હોય છે. એવે વખતે જેનાથી ભય લાગતો હોય તે વ્યક્તિને મળવાનું ટાળવું નહિ. પ્રસન્નતાથી તેમને મળવું. તેઓ કાં તો તમારા ‘શુભ’ની સાંકળમાં એક સોનેરી કડી બનશે કે પછી અનાયાસ તમારા માર્ગમાંથી ખસી જશે.

     રોગ કે જંતુનો ભય લાગતો હોય તો રોગભરપૂર પરિસ્થિતિમાં નિર્ભય થઈને વિચરવું. તમે રોગથી અસ્પર્શ્ય રહેશો. તમારાં આંદોલનો અને જંતુના આંદોલનો સમાન સ્તરે ચાલતાં હોય તો  જ તમને જંતુઓ ત્રાસરૂપ બની શકે છે અને જંતુની ભૂમિકાએ માણસને ખેંચીજનારવસ્તુ છે ભય.

————————————————–      7. પ્રેમ

 એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ બીજી સ્ત્રી ખાતર તેને છોડી ગયો હતો. આ સ્ત્રી ઈર્ષ્યા અને નફરતથી અતિશય પિડાતી હતી. મને આટલી દુ:ખી કરી છે તો એને પણ એટલું જ સહન કરવું પડશે, એમ કહીને તેણે પૂછ્યું, ‘’ હું એને આટલો બધો ચાહતી હતી,પછી એ મને કેમ છોડી ગયો ?’’

      મેં કહ્યું : ‘’ તું એને ચાહતી નથી ,

 તુંતો એને  ધિક્કારે છે અને જે તેં કદી

આપ્યું ન હોયતે તું પામી શકે નહિ. તું સંપૂર્ણ પ્રેમ આપે તો તને સંપૂર્ણ પ્રેમ મળશે. એને સંપૂર્ણ, નિ:સ્વાર્થ, માગણી વગરનો પપ્રેમ આપ, એની ટીકા  કે એનો તિરસ્કાર ન કર.એ જ્યાં હોય ત્યાં ત્યાં એને  શુભેચ્છા પાઠવ.’

     તેણે કહ્યું: ‘’ એ ક્યાં છે એ હું ન જાણું  ત્યાં સુધી હું એને શુભેચ્છા નહિ મોકલું.’’

 ‘તો પછી તારો પ્રેમ સાચો નથી.’’ મેં કહ્યું, ‘’ તું સાચો પ્રેમ આપીશ તો તને સાચો પ્રેમ મળશે, આ માણસ તરફથી  કે બીજા એવા કોઈ પુરુષ તરફથી;અન્યથા એ માણસ જો દૈવી યોજના પ્રમાણે તારે માટે નિર્માયો  નહિ હોય, તો તને તેની જરૂર નહિ રહે.’’

     થોડા મહિના પસાર થઈ ગયા. પરિસ્થિતિ યથાવત રહી  પણ તે બાઈ હ્રદયપૂર્વક પ્રયત્ન કરતી હતી. મેં કહ્યું, ‘’ તું તેની ક્રૂરતાથી વ્યથિત નહિ થાય ત્યારે તે ક્રૂર મટી જશે. તારી પોતાની જ લાગણીઓને કારણે તું એને તારા ભણીએ ખેંચે છે.’’

     પછી મેં એને, ભારતમાં અમુક લોકો એકબીજાને મળે ત્યારે ‘નમો નારાયણ’ કરે છે, તે વાત કરીએ સંન્યાસીઓ મનુષ્યમાં રહેલા નારાયણને નમસ્કાર કરે છે. જંગલી પ્રાણીમાં પણ તે નારાયણને જ જુએછે, અને તેઓ તેમને કદી હાનિ કરતાં નથી. મેં તે સ્ત્રીને કહ્યું, ‘’આ મનુષ્યમાં  રહેલ નારાયણને પ્રણામ કર અને તેને કહે કે હું તારા દિવ્ય સ્વરૂપને જ જોઉં છું.’’

    ધીમે ધીમે તે સ્વસ્થ થતી ગઈ. એક દિવસ અચાનક તેનાથી બોલાઈ ગયું, ‘’તે જ્યાં હોય ત્યાં ભગવાન તમે કૃપા કરજો.’’

    ત્યાર પછી હું થોડો વખત બહાર હતીએ. એક દિવસ તેનો પત્ર આવ્યો, ‘’અમે લગ્ન કર્યાં છે.’’

   ‘’પાછા આવતાં મેં સૌ પહેલાં તેને ફોન કર્યો, ‘’શું થયું’’ તેણે કહ્યું,’’અરે ચમત્કાર થયો. એક દિવસ હું જાગી ત્યારે મારી બધી વેદનાઓ શાંત થઈ ગઈ હતી. એ સાંજે હું તેને મળી. તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને અમે પરણી ગયાં.એના જેવો પ્રેમાળ માણસ મેં જોયો નથી.’’

    એક જૂની કહેવત છે કે કોઈ માણસ તમારો દુશ્મન નથી, કોઈ માણસા તમારો મિત્ર નથી; દરેક માણસ તમારો  ગુરુ છે.

   એટલે માણસે બિનઅંગત બનીને, બીજાએ તેને જે શીખવવાનું છે તે શીખવું જોઈએ.

      દુ:ખ  માણસના વિકાસ માટે જરૂરી નથી; એ તો આધ્યાત્મિક નિયમના ભંગનું પરિણામ છે. પણ મોટા ભાગના લોકો દુ:ખ  ન પડે ત્યાં સુધી આત્મનિદ્રામાંથી જાગતા નથી, લોકો સુખી હોય છે ત્યારે સ્વાર્થી બની જાય છે, અને પછી કર્મનો સિદ્ધાંત કામ કરવા લાગે છે.

    એક સ્ત્રી કહ્યા કરતી, ‘’ મને મારા પતિ સામે કોઈ ફરિયાદ નથી, પણ મને લગ્નજીવનમાં બહુ રસ જ નથી. ‘’ થોડા જ વખતમાં તેનો પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને તેને છોડી ગયો. સ્ત્રી ગુસ્સા અને વ્યથાથી ફફડતી મારી પાસે આવી. મેં કહ્યું,’’ પણ આ તો તમે કહેતાં હતાં તેમ જ બન્યું છે.’’ તે સમજી , ‘’હા, લોકો જે માગતા  હોય તેજ તેમને મળે છે. અને દુ:ખી થાય છે.‘’

    થોડા  વખતમાં તેણે પરિસ્થિતિ  સાથે સંવાદ સાધ્યો અને તેને સમજાયું કે બન્ને સાથે હતાં તેના કરતાં અલગ વધારે સુખી છે.

    જે માણસ પૈસાને તિરસ્કારતો  હોય તે કદી પૈસાદાર થઈ શકે નહિ. ઘણા કલાકારો ગરીબ હોય છે તે આ જ કારણે.

   સમૃદ્ધિ એ પણ ઈશ્વરનો જ આવિર્ભાવ છે. જરૂરિયાત અને મર્યાદામાંથી મુક્તિના સ્વરૂપે, પણ ધન  હંમેશાં ફરતું રહેવું જોઈએ અને તેનો સદુપયોગ થવો જોઈએ. સંઘરાખોરી અને પૂરા વેર સાથે બદલો લે છે. આનો અર્થ એ  નહિ કે માણસે મૂડીનું રોકાણ ન કરવું. પણ જરૂર પડ્યે તેણે બધાજ પૈસા વાપરી નાખતાં અચકાવું જોઈએ નહિ. માણસ જયારે પૈસાનો આનંદપૂર્વક  અને નિર્ભયતાપૂર્વક જવા દે છે, ત્યારે તે વધુ  સમૃદ્ધિના આગમન માટે દરવાજો ખોલી નાખે છે.

    પૈસા તરફનું આધ્યાત્મિક વલણ તે આ; અને સૃષ્ટિની મહાન બેંક કદી તૂટી પડતી નથી.

   ‘લોભ ‘ નામની એક ફિલ્મમાં એક   સ્ત્રીને લોટરી ને લોટરીમાં પાંચ  હજાર ડૉલર મળેછે, પણ તે તેમાંથી એએક પાઈ પણ ખરચતી નથી.  તેનો પતિ  કષ્ટ વેઠે છે, સ્ત્રી પોતે ગુજરાન માટે મજૂરી કરે છે, પણ એક રાતે તેનુ6 ખૂન થાય છે અને પૈસા ચોરાઈ જાય છે.

    પૈસા બધાં અનિષ્ટોનું મૂળ છે એમ કહેવામાં આવે છે, તેનું આ ઉદાહરણ છે. પૈસાનો જ્યારે સંઘરો કરવામાં આવે છે, પ્રેમ કરતાંતેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને ઘણીવાર તેને પૈસા પણ ગુમાવવા પડેછે.

પ્રેમનો રસ્તો ગ્રહણ કરો, બીજું બધું જ આવી મળશે, કારણકે  પ્રેમ ભગવાન  છે અનેસામગ્રીનો સ્ત્રોત પણ તે જ છે. 

   એક ધનિક સ્ત્રી કપડાં ને ગળાનો હાર એક પછી એક ખરીદેજ જત્તી.જત્તી .તેનો ઉપગ કરતી હોત કંઈક ઠીક હતું પણ તે બધું વીંટીને કબાટમાં મૂકતી હતી.વસ્તુઓને વધુ વળગવાને કારણે તેના હાથને પક્ષઘાત થયો અને છેવટે તેની વસ્તુઓની વ્યવસ્થા બીજાના હાથમાં સોંપવી પડી,કારણકે તેણે ઉપયોગનો નિયમ ઉવેખ્યો હતો.

   નિયમથી અજ્ઞત માણસ પોતાનો જ વિનાશ નોતરે છે.

     બધા રોગ,બધું દુ:ખ પ્રેમના નિયમનો ભંગ કરવાથી આવે છે. અત્યારે તો પ્રેમ એક ખોવાઈ ગયેલી કળા છે, પણ આધ્યાત્મિક નિયમનું  જ્ઞાન ધરાવતોમાણાસ જાણે છે કે એ પાછી મેળવવી જોઈએ, એના વિના માણસ માણસ હોતો નથી.

    ઘણીવાર લોકોને ભૂતકાળમાં, કદાચ વરસો પહેલાં કોઈના પ્રત્યે આચરેલ કટુ વર્તન માટે ખૂબ અફસોસ થતો હોય છે. એ ઘટનાને સુધારી શકાય તેમ નહોય  તો વર્તમાન માં કોઈના પ્રત્યે ભલાઈ દાખવીને એની અસરો ભૂંસી શકાય છે.અફસોસ, રંજ,શોક શરીરના કોષનું ધોવાણ કરે છે અને માણસના જીવનને વિષમ બનાવી દે છે.

     એક સ્ત્રી તેની પુત્રીના મૃત્યુથી ખૂબ શોકમાં ડૂબી ગઈ હતી. મને એનો ઉપચાર કરવાનું કહેવામાં આવ્યું. મેં જુદાઈ અને વિયોગ જેવી માન્યતાઓ જ       માનવાનો એંકાર કર્યો અને દૃઢતાપૂર્વક કહ્યું કે સ્ત્રીના આનંદ,પ્રેમ અને શાંતિનું કેંદ્ર પરમાત્મા છે.

એ સ્ત્રી તરત જસ્વસ્થ થઈ ગઈ અને તેણે તેના પુત્ર  મારફત હવે વધુ ઉપચાર ન કરવા કહેવડાવ્યું.કે તે હવે વધુ આનંદમાં હતી અને તેથી તેના માટે શોભાસ્પદ ન હતું.   મનુષ્યને પોતાઆં દુ:ખ અને અફસોસને વળગીરહેવાનું ગમતું હોય છે.

  એક સ્ત્રીને હું ઓળખું છું.તેને પોતાની મુશ્કેલીઓ   વિશે મોટી મોટી વાતો કરવી ખૂબ ગમતી.

    જૂના વખતમાં એવી માન્યતા હતી કે કોઈ સ્ત્રી જો તેનાં બાળકો માટે ચિંતા ન કરે તો તે સારી માતા ન કહેવાય.

    પણ હવે આપણે જાણીએ છીએ કે  બાળકોને  થતી  માંદગી તેમજ અકસ્માત માટે ઘણીખરી વાર માતાની ચિંતા જવાબદાર હોય છે.. ભય વિવિધ રોગ કે વિષમ પરિસ્થિતિનાં ચિત્રો મન પર અંકિત કરેછેઅને આ ચિત્રોને ભૂંસી નાખવામાં ન આવે તો  તેબાહ્ય આકાર ધારણ કરે છે.

    એ માતા સુખી છે, જે હ્રદયપૂર્વક એમ કહી શકે કે તેણે બાળકોને ભગવાનના હાથમાં સોંપ્યાં  છે અને જાણે છે કે તેમનું ભગવાન રક્ષણ કરે છે.

    સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 586,982 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
એપ્રિલ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
<span>%d</span> bloggers like this: