જીવન: એક ખેલ

એવીજીવન : એક ખેલ\કુંદનિકા કાપડીઆ

કુસુમ પ્રકાશન અમદાવાદ

શ્રી ઓચ્છવલાલ ગોરધંદાસ શાહ ટાઈલ્સ્વાળા ગ્રંથમાળા: પ્રકાશન 30મું

જીવન :એક ખેલ ફ્લોરેંસસ્કોવેલ શિનના પુસ્તક’ધ ગમે ઑફ લાઈફએન્ડ હાઉ તો પ્લે ઇટ’નો સંક્ષેપ અનુવાદ

 કુંદનિકા કાપડીઆકુસુમ પ્રકાશન અમદાવાદ  

1 ખેલ

મોટા ભાગના લોકો જીવનનો એક સંગ્રામ ગણે છે, પણ એ તો એક ખેલ છે.

  પણ એ એવો ખેલ છે,જે અધ્યાત્મના નિયમોનું જ્ઞાન ન હોય તો, સફળપણે રમી શકાય નહિ. ઈસુ

ખ્રિસ્ત્ના ઉપદેશ પ્રમાણે એ આપવા અને લેવાની મહાન રમત છે.

  માણસ જે વાવે તેજ લણે લણે છે. એનો અર્થ એ કે માણસતેના શબ્દો કે કાર્યો દ્વારા જે બહાર વહાવે છે તે જ તેના ભણી પાછું વળે છે. જે તે આપે છે, તે જ તે પામે છે.

   તે ધિક્કાર વહાવે તો ધિક્કાર પામે છે, તે જૂઠું બોલે તો બીજાઓ તેની સાથે જૂઠું બોલે તો બીજાઓ તેની સાથે જૂઠું બોલે છે; તે બીજાને છેતરશે તો બીજાઓ પણ તેને છેતરશે.

    એમ કહેવાયું છે કે જીવનના આ ખેલમાંકલ્પનાશક્તિ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આનો અર્થ એ કે માણસ કલ્પના કરે છે, તે વહેલે કે મોડેબાહ્ય આકાર ધારણ કરે જ છે. હું એક માણસને ઓળખું છું, જેને અમુક રોગનો ભય હતો. આ રોગ ભાગ્યે જ કોઈને થાય તેવો રોગ છે, પણ તે માણસ સતત એની કલ્પના કર્યા કરતો, એના વિશે વાંચ્યા કરતો, છેવટે એના દેહમાં એ રોગે આકાર લીધો અને તે મૃત્યુ પામ્યો. હકીકતમાં તે  પોતાની વિકૃત  કલ્પનાનો ભોગ જ બન્યો હતો.

  એટલ, આપણે જિદગી નામની આ રમત સફળપણે રમવી હોયતો આ કલ્પનાશક્તિને યોગ્ય રીતે કેળવવી જોઈએ. આપણે હંમેશાં સારી જ કલ્પનાઓ કરતાં શીખવું જોઈએ. આરોગ્ય, સંપદા, પ્રેમ, મૈત્રી, ઊંચા આદર્શોની કલ્પના અને આ  એ કલ્પનાઓ સફળપણે કરતાં શીખવા માટે આપણે આપણા મનની પ્રક્રિયાઓ સમજવી જોઈએ.

    મનના ત્રણ વિભાગો છે : અર્ધજાગ્રત, જાગ્રત અને પરજાગ્રત. અર્ધજાગ્રત એ વરાળ કે વીજળી જેવી કેવળ શક્તિ છે, એને કોઈ દિશા નથી. એની પાસે જે કરાવવામાં આવે છે તે એ કરે છે. માણસ જે કાંઈ બહુ તીવ્રતાથી અનુભવે કે જેની બહુ ચોક્સાઈથી કલ્પના કરે તેનીપૂરી વિગતો આ અર્ધજાગ્રત મન પર અંકાઈ જાય છે.

   જાગ્રત મન તે માનુષી મન છે અને જીવનને જેવું  દેખાય છે તેવુંજુએ છે. તે મૃત્યુ, માંદગી, દરિદ્રતા6કાયેલું , દરેક પ્રકારની મર્યાદા જુએ છે અને તેની પણ છાપ આ જાગ્રત મન પર પડે છે.

    પરાજાગ્રત મન તે દરેક મનુષ્યમાં રહેલુંભગવત મન છે. તેમાં પ્લેટો જેને ‘સંપૂર્ણઆકૃતિ’ કહે છે તે રહેલી છે. દરેક મનુષ્ય માટે આ દૈવી આકાર અથવા કહો કે દૈવી યોજના રહેલી છે.

  ‘એક એવું સ્થળ છે, જે તમારે જ ભરવાનું છે.બીજું કોઈતે ભરી નહિ શકે; એક એવું કામ છે જે તમારે  જ કરવાનું  છે, બીજુંકોઈતે કરી  નહિ શકે.’

   આ વિચારનું સંપૂર્ણ ચિત્ર ભગવત મનમાં અંકાયેલું હોય છે. માણસના મન પર તે ઘણી વાર ઝબકી પણ જાય છે; પણ ત્યારે આપણને લાગતું હોયછે :આ તો બહુ અઘરો આદર્શ છે. આ કાંઈ પ્રાપ્ત કરી શકાય નહિ.

   હકીકતમાં એ જમનુષ્યની સાચી નિયતિ છે, જે તેની જ ભીતર રહેલી અનંત ચેતના તેને કહે છે.  પણ મોટા બાગના લોકો પોતાની સાચી નિયતિ વિશે અજાણ હોય છે અને તેમની ન હોય તેવી પરિસ્થિતિઓ અને વસ્તુઓ સાથેકામ પાડે છે, જેમાં કેવળ નિષ્ફળતા મળે છે અને ધારો કે સફળતા મળે તોપણ તેમાંથી સંતોષ સાંપડતો નથી.

એક ઉદાહરણ આપું. એક દિવસ એક સ્ત્રીએ આવીને  મને કહ્યુંકે હું ‘અ’નામના માણસના ઊંડા પ્રેમમાં છું તો તમે કહો કે મારાં લગ્ન તેની સાથે થાય.

   મેં કહ્યું કે એમ કહેવું તે આધ્યાત્મિક નિયમનો ભંગ ગણાશે; પણહું એમ કહીશ કે તારે માટે જે સુયોગ્ય માણસ ભગવાને નિર્માણ કર્યો છે તેની સાથે તારાં લગ્ન થાય. વધુમાં મેં એમ પણઉમેર્યું કે’અ’ એ જો સુયોગ્ય માણસ હશે તો તો તને ગમે તે રીતે મળશે જે, અને જો તે નહિ હોય તો બીજો યોગ્ય સાથી તને સાંપડશે. તે એને વારંવાર મળતી પણ તેમના સંબંધમાં કોઈ વિકાસ થયો નહિ. એક દિવસ તેણે આવીને કહ્યું “તમને ખબર છે? છેલ્લા થોડા દિવસથી મને લાગેછે કે ’અ’માં અદ્ ભુત કહી શકાય એવું કાંઈ નથી.” મેં કહ્યું. “ તે કદાચ કુદરતે તમારા માટે પસંદ કરેલો સાથી નહિ હોય. બીજો કોઈ વધુ યોગ્ય માણસ આવશે.”

   થોડા જ વખત પછી તેનો મેળાપ એક બીજા માણસ સાથે થયો. ‘અ’માં તે જે બાબતોની ઈચ્છા રાખતી હતી, તે બધી જ વસ્તુઓ આ માણસમાં હતી અને તેનો સંપૂર્ણ યોગ્ય સાથી બન્યો.

   આ ઘટના ‘બદલીનો નિયમ’દર્શાવે છે. ખોટા વિચારને બદલે  સ્ત્રીના મનમાં એક સાચો વિચાર મૂકવામાં આવ્યો. તેમાં તેણેકાંઈ ગુમાવવું પડ્યું  નહિ.

   ઈશ્વરનું રાજ્ય મનુષ્યના હ્રદય માં છેએમ કહેવાય છે. આ રાજ્ય એટલે સારા વિચારોનો અથવા દૈવી યોજનાઓનો પ્રદેશ.

    માણસ ઘણીવાર ખોટા,નિરર્થક શ્બ્દો વડે પોતાના જીવનનો આ ખેલ ભયંકર બનાવી મૂકે છે. એક સ્ત્રી પાસે પુષ્કળ પૈસા હતા, સરસ વસ્તુઓથી સજાવેલું ઘર હતું. પણ ઘરની વ્યવસ્થા કરતાં તે એટલી થાકી જતી કે ઘણી વાર કહ્યા કરતી: મને આ બધી વસ્તુઓનો ખૂબ થાક લાગે છે. એટલે કંટાળો આવે છે  ને થાય છે:આના કરતાં ઘોલકામાં રહેતી હતી હોત તો સારું થાત. અને પછી તેને ખરેખર ઘોલકા જેવી જગ્યામાં રહેવાનું આવ્યુ.

સદ ભાગ્યે આ નિયમ બન્ને દિશામા કામ કરે છે. એક દિવસ દૂરના નાનકડા શહેરમાંથી થાકેલી, હતાશ, જર્જરિત સ્ત્રી મારી પાસે ‘’સંપત્તિ માટે ઉપચાર’કરાવવા આવી. તેની પાસે ફક્ત આઠ ડૉલરની મૂડી હતી. તેણે પૂછ્યું. હુ શું કરું: “હુંશું કરું ?’?’ મેં કહ્યું’’ તમારા અંતરાત્મા માંથી જે સ્ફુરણ આવતું હોય  યેનેઅનુસરો.’’ મેં સ્ત્રીએ કહ્યું કે તેને મનમાં થાય છે કે ઘરે જવું. તેની પાસે માત્ર ભાડા જેટલા જપૈસા હતા. બુદ્ધિ તો તેને કહેતી હતી દઓલર કે મોટા શહેરમાંરહી પૈસા મળે એવું કાંઈક કામ શોધી કાઢ. પણ મેં કહ્યં કે મનમાંથી એમ આવતું હોય કે ઘરે જવું તો ચોક્કસ ઘરે જ જાઓ. તેને માટેમેં આ શબ્દો કહ્યા, “અનંત ચેતના… માટે  વિપુલતાનો માર્ગ  ખોલી આપે. વિધાતાએ તેને માટે જે વસ્તુઓ નિર્મેલી છે તે અનિવાર્ય ચુંબકની જેમ તેના ભણી ખેંચાઈઆવે .’’ મેં તેને મનોમન આ શબ્દો  સતતા ઉચ્ચારવા કહ્યું.

   તે તરત જ ઘર ભણી જવા નીકળી.તેના શહેરમાં તેને કુંટુંબના એક જૂના મિત્ર મળી ગયા. જેની મારફત તેને અત્યંત  ચમત્કારિક રીતે હજાર ડૉલર મળયા.

    માણસના માર્ગ પર હંમેશાં  વિપુલતા—ભરપૂરતા –રહી હોય છે; પણ તે ઇચ્છા , શ્રદ્ધા અને ઉચ્ચારિત શબ્દો વડે જ આવિર્ભાવ પામે છે. પણ પહેલું પગલું માણસે ભરવું જોઈએ. દરેક ઇચ્છા-વ્યક્ત કે અવ્યક્ત –એક માગણી છે. ઘણીવાર તો તે એવી આકસ્મિક રીતે પૂર્ણ થાય છે કે  આપણે ચકિત થઈ જઈએ. એક વખત મેં ફૂલવાળાની દુકાને બહુ જસુંદર  ગુલાબના છોડ જોયા.

    મને થયું કે એકાદ છોડ મારી પાસે હોય તો કેવું  સારું ! મન:ચક્ષુ  સામે ગુલાબનો છોડ બારણાંમાંથી  ઘરમાંથી ઘરમાં આવતો નિહાળ્યો.

   થોડા દિવસ પછી ખરેખર એક સુંદર ગુલાબનો છોડ  એક મિત્રે  મોકલાવ્યો. બીજે દિવસે મેં તેનો આભાર માન્યો. તો તે કહે, પણ મેં  તો લીલી મોકલવાનું કહ્યું હતું !’’ અને ફૂલવાળાએ મને ભૂલથી ગુલાબનો છોડ મોકલ્યો હતો’ , કારણ કે મને ગુલાબનો છોડ જોઈતો હતો.

માણસ અને તેના ઊંચ આદર્શો તથા હ્રદયની ઈચ્છા વચ્ચે શંકા અને ભય જ અવરોધક બની ઊભાં હોય છે.માણસ ‘થશે કે નહિ તત્કાળ પૂરી થશે કે કે નહિ ?’એવી ચિંતા વગર ઈચ્છા  કરેતો તેની દરેક ઈચ્છા તત્કાળ પૂરી થશે. આની વૈજ્ઞાનિક સમજણહું આગળ ઉપર આપીશ. ભય એ જ મનુષ્યનો મોટો દુશ્મન  છે.—અભાવનો ભય, નિષ્ફળતાનો ભય, માંદગીનો ભય,અસલામતીનો ભય, આપણે ભયને સ્થાને શ્રદ્ધાનું સ્થાપન કરવું જોઈએ. એક બુદ્ધિમાન સફળ માણસે પોતાના ખંડમાં મોટા અક્ષરે લખી રાખ્યું હતું: ‘’ચિંતાશા માટે કરવી? કદાચ એવું ક્યારેય નહિ બને.’’ અને સતત આ વાંચતા રહીનેતેણે પોતાના મનમાંથી ભયને સદંતર ભૂંસી નાખ્યો હતો.

    મન એ મનુષ્યનો વફાદાર સેવક છે; પણ માણસેતેને સાચા આદેશ આપવા જોઈએ. એટલે અર્ધજાગ્રત મનની બધી જૂની નકામી છાપો ભૂંસી નાખી નવી સુંદર છાપો તેના પર અંકિત કરવી જોઈએ.

   શક્તિપૂર્વક, વિશ્વાસપૂર્વક આ શબ્દો મોટેથી બોલો: “મારા અર્ધજાગ્રત મન પર મારી ખોટી કલ્પનાઓમાંથી જન્મેલી બધી ખોટી છાપોનો હું નાશ કરું છું . ભગવાનને હ્રદયમાં રાખીને હું હવે નવી સંપૂર્ણ છાપો સર્જું છું. આરોગ્ય, સંપદા, પ્રેમ અને સંપૂર્ણ આત્માભિ-વ્યક્તિની છાપો. “

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,742 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: