અખંડઆનંદ
ડિસેમ્બર,2020
વહાવીએ ઉરેથીકારુણ્યની મંગલ પ્રેમધારા
પાનું 80
અખંડઆનંદ
ડિસેમ્બર,2020
વહાવીએ ઉરેથીકારુણ્યની મંગલ પ્રેમધારા
પાનું79\80
ક્ષમાથી કરુણા વરસે છે\ડો.ભાલચંદ્ર હાથી
આજના યુગમાં અવનિ ઉપર અનેક જાતના રોગો, અવિશ્વાસનાં જાળાં,શારીરિક અને માનસિક વ્યાધિનાં કષ્ટો વેરાયેલાં પડ્યાં છે. માનસિક તાણ નકરવાનું કરાવે છે. તેના માટે ઔષધોપચાર પણ છે. રોગો વધ્યા તેમ ડોકટર પણ વધ્યા છે પણ તેના અંતરમાં ફેરફાર થતો નથી. આ બધી આધિ, વ્યાધિ ને ઉપાધિથી બચવા માટે અન્ય ઉપાયો પણ છે. જે દરેક મનુષ્યેઅપનાવવાનો સમય ક્યારનોયે આવી ગયો છે અને તે ‘કરુણા વરસંતઆવો,’ દયા, કરુણા અને અનુકંપા શબ્દોનો અર્થ એક જ છે પણ દરેક શબ્દ અલગ અલગ ભાવનાનો દ્યોતક છે.
બધા ધર્મો એક યા બીજી રીતે ક્ષમા આપવા અને માગવાનું સૂચન કરે છે. વાત નાની છે પણ તેનું અનુસરણ મોટું અને સકારાત્મક પરિણામ આપે છે. જગતનો કોઈ ધર્મ અવિશ્વાસ, અસહિષ્ણુતા કે ખૂન-ખરાબાની હિમાયત કરતો નથી પણ તેના અનુયાયીઓ ગેરસમજણમાં આ બધું કરે છે અને વગોવાય છે ધર્મ ! પ્રેમ-સહ્રદયતાની હૂંફ મળતી નથી અને તેને લીધે મનુષ્યને મનમાં થતી તાણ વધીનેતેના દુષ્પરિણામ આપે છે.
સામા પ્રત્યે કરુણા દર્શાવવાથી થતું લાગણીઓનુંપ્રતિબિંબ અરસ પરસ પડે છે. મન અને શરીરની હળવાશથી જ આ બધું શક્ય છે.
સામી વ્યક્તિ પરત્વે કરુણા, સહિષ્ણુતા અને ક્ષમાના ભાવો મન, આત્મા અને ઈંદ્રિયોને નીરોગી રાખે છેઅને તેનીપ્રસન્નતા મનને આહ લાદકતાનો અનુભવ કરાવે છે. જૈનધર્મમાં ક્ષમાનું આગવું મહત્ત્વ છે. ક્ષમા આપવા-લેવા માટે ધર્મમાં ખાસ પર્વ આવે છે. આ ફિલસૂફી માત્ર જૈનધર્મ પૂરતી જ નથી, એક યા બીજીરીતે જગતના અન્ય ધર્મોમાંપણ તે અપનાવવાનું સૂચન છે. તમે મારી ભૂલોને માફ કરો અને હું તમારી ભૂલોને માફ કરું, આ ઘટના સાચા હ્રદયથી થાય તો જ સાચા અર્થમાં કરુણા પ્રગટેઅને મોટા ભાગની તાણ તેનાથી જ ઘટી જાય અને મન, હ્રદય અને આત્મામાં શુદ્ધતા આવે.
ક્ષમાઅને ધૈર્ય એ બંને બહેનો છે. જે ધૈર્યવાન બને છે એ સહજતાથી ક્ષમાવાન પણ બને છે. ધીરજ મનની અધીરતા દૂર રાખે છે અને મનના સદ ભાવોનો ઉદય કરે છે. તેથી આપોઆપ ક્ષમાની લાગણીથાય છે. જે આગળ ઉપર મન અને હ્રદયને નિર્મળ બનાવે છે. દરેક વ્યક્તિ જો એનો વિચાર કરી અમલમાં મૂકે તો અનેક પ્રશનો પોતાની મેળે જ ઉકેલાઈ જાય.
ડો. ભાલચંદ્ર હાથી, 677, વાસ્તુનિર્માણ સોસાયટી, સેક્ટર -21, ગાંધીનગર—382021\મો. 94278 18473
—————————————-
પ્રતિસાદ આપો