અખંડઆનંદ
ડિસેમ્બર,2020
વહાવીએ ઉરેથીકારુણ્યની મંગલ પ્રેમધારા
પાનું77\78
કારૂણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્ર્મ શરણં પ્રપદ્યે (રામરક્ષાસ્તોત્ર)
પ્રકૃતિ અને જીવ પરસ્પર ગુંથાયેલ છે. સર્વમાંએક એવું તત્ત્વ રહેલું છે, જે રામતત્ત્વ છે. આ રામ એટલે કરુણાભંડાર. તો જીવમાત્રમાં આ ઈશ્વરીતત્ત્વ હાજર જ હોય છે.પણ માનવ નામનો જીબ એવો છેકે તેમાં ત્રણ ગુણ, સત્ત્વ,રજ, તમસ આપેલા છે. જે ગુણ પ્રમાણે માનવ વર્તન કરે છે. સત્ત્વગુણમાંઈશ્વરીતત્ત્વ્નું પ્રાધાન્ય છે.રજોગુણમાં તેની માયા, ભોગ-વિલાસ રહેલાં છે. અને તમોગુણમાંઅનર્થકારી પરપીડાવૃત્તિ રહેલ છે આ પરપીડનવૃત્તિ અસહિષ્ણુતા પેદા કરે છે. સહવિષ્ણુ એટલે પરમાત્માની સત્ત્વગુણની હાજરી, જેના હ્રદયમાં આવે છે તે કરુણાવાન બને છે અને કરુણાવાન સમષ્ટિનેપ્રેમ કરે છે. પ્રેમ કરનારે કશું કોઈની પાસેથી લેવાનું નથી, પણ
આપવાનું હોય છે.
જ્યારે સ્વાર્થનો ઉરમાં પ્રવેશ થાય છે ત્યારે અસહિષ્ણુતા પ્રવેશે છે.આ સ્વાર્થનું કુટુંબ લોભ, સત્તાલાલસા, છળકપટ વગેરે વગરનોતરે હાજર થાય છે. ત્યારે ઉરમાં રહેલો પ્રેમરૂપી દીવો બુઝાઈ જાય છે અને ખરાબ કૃત્યની વૃત્તિઓરૂપી અંધકાર છવાઈ જાય છે.
સહિષ્ણુતા ક્યારે પ્રગટે?
સંતોષથી: જે કાંઈ ધન,સંપત્તિ,સત્તા મળે તેમાં સંતોષ માને એટલું જ નહીં પણ તેમાં બીજાનો પણ ભાગ છે તેમ ઈચ્ચી તેને અન્યોને આપવા હાથ ફેલાવે તે એક પ્રકારની સહિષ્ણુતા છે.
ઉદારતાથી:લોભ હોય ત્યાં ઉદારતા આવી શકતી નથી. જ્યાં ઉદારતા છે ત્યાં લોભનો પ્રભાવ રહેતો નથી.લોભ જ બધા પાપનું મૂળ છે.તે બધું ભેગું કરી સંગ્રહ કરવાની વૃત્તિ ધારણ કરાવે છે. ઉદારતા લોભનું મારણ છે. લોભ મર્યો એટલે સહિષ્ણુતા પ્રગટે છે.
અહિંસાથી : જેવો હું છું તેવા જ બધા જીવો છે. માટે શરીરથી, મનથી કે વાણીથી કોઈ પણ જીવને હાનિ નહીં પહોંચાડવાની ભાવના જાગે ત્યારે ઉરમાં જીવ પ્રત્યે દયા પ્રગટ થાય છે તે જ આ કરુણા છે. પછી તે દરેક જીવ પ્રત્યે કરુણા વહાવે છે, દરેકની પ્રેમ કરે છે.
અક્રોધતાથી: ક્રોધ નહીં કરવો તે જ પ્રેમપાંગરવાનું પ્રથમ ચરણ છે. કોઈ જીવ તરફથી આપણનેગમે તેવા પ્રકારનું નુકશાન કે દુ:ખ પહોંચે ત્યારે એમ વિચારીએ કે તે તેનો સ્વભાવ છે. મને કશું નુકશાન કેદુ:ખ નથી, ત્યારે નફરત નામના તત્ત્વનું દફન થઈ જાય છે.
નિરભિમાનીપણાથી: જ્યારે કોઈપણ ધન, સાંપત્તિ, સત્તા મળે તારે આ મારું નથી, મને પરમાત્માએ તેની ટ્રસ્ટીશિપ આપી છે એવું માનનાર મને મળેલ સત્તા-સંપત્તિથી, બીજાં હિત જાલવાય તેવાંકામ કરવાની ખેવના રાખનાર તેમ જ હું દાન ન્નથી કરતો પણ ફરજમાં આવેલી ફરજ બજાવું છું તેમ માનનારના દિલમાં પ્રેમ પ્રગટેછે. જે સર્વજનહિતાય—સર્વ્જંલાભાય થાય તેવાંસદ કર્મો કરે છે. જે અભિમાન રાખતો નથી તેની મતિ—નિર્મળ, સ્મૃતિ નિર્મળ, વૃત્તિ નિર્મળઅને પ્રવૃત્તિ પણ શુદ્ધ હોય છે.
અત્યારની પરિસ્થિતિ માટે જવાબ્દાર મુખ્ય કારણો :
નીતિમતાનું ધોવાણ.ધોવાણ.સદ સાહચર્ય્નો અભાવ, સમાજનું વ્યક્તિ પ્રત્યે વર્તન. જો સમાજ કોઈ નબળી કે અક્ષમ વ્યક્તિને તેની નબળાઈકે ક્ષમતા કેળવવા માટે સહાય્ભૂત થાય તો તેના ઉરમાંસમાજ પ્રત્યે પ્રેમ અને અહેસાનની ભાવના ઉદ ભવે છે, જે બીજા પ્રત્યે કરુણા દાખવતાં શીખી જાયા છે.
માટે જ એક હાકલ કરીએ:
‘જ્યોતસે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો.’
એમ.આર. ગોંડલિયા
મુ. લુણીધર. જિ.અમરેલી-365460 મો. 9725016197
———————————————-
પ્રતિસાદ આપો