ગીતાધ્વનિ: અધ્યાય:ત્રીજો

ગીતાધ્વનિ/કિશોલાલ મશરૂવાળા

અધ્યાય:3

કર્મ સિદ્ધાંત

અર્જુન બોલ્યા—

જો તમે માનતા એમ, કર્મથી બુદ્ધિ તો વડી,

તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ મને?….1

મિશ્રશાં વાક્યથી, જાણે, મૂંઝવો મુજ બુદ્ધિને;

તેજ એક કહો નિશ્ચે, જે વડે શ્રેય પામું હું…2

                  *

શ્રીભગવાન બોલ્યા—

બે જાતની કહી નિષ્ઠા આ લોકે પૂર્વથી જ મેં;

સાંખ્યની જ્ઞાનયોગે ને યોગીની કર્મયોગથી….3

કર્મ ના આદરે  તેથી નિષ્કર્મી થાય ના જન;

ન તો  કેવળ  સંન્યાસે મેળવેપૂર્ણ સિદ્ધિને….4

રહે ક્ષણેય ના કોઈ ક્યારે કર્મ કર્યા વિના;

પ્રકૃતિના ગુણે સર્વે અવશે કર્મ આચરે….5

રોકી કર્મેંદ્રિયો રાખે, ચિત્તમાં સ્મરતો રહે

વિષયોને મહામૂઢ—મિથ્યાચાર ગણાય તે….6

મનથી ઈંદ્રિયો નીમી આસક્તિ વિણ આચરે,

કર્મેંદ્રિયે કર્યોગ, તે મનુષ્ય વિશેષ છે…7

નીમેલાં કર કર્મો તું, ચડે કર્મ અકર્મથી;

ન તારી દેહ્યાત્રાયે સિદ્ધ થાય અકર્મથી….8

                       *

વિના યજ્ઞાર્થ કર્મોથી આ લોકે કર્મબંધન

માટે આસક્તિને છોડી યજ્ઞાર્થે કર્મ આચર…9

યજ્ઞ સાથ પ્રજા સર્જી બ્રહ્મા પૂર્વે વદ્યા હતા:–

“વધજો આ થકી, થાજો તમારી કામધેનુ આ…10

દેવોને રીઝવો આથી, રીઝવો તમનેય તે;

અન્યોન્ય રીઝવી એમ,પરમ શ્રેય મેળવો….11

રીઝેલા યજ્ઞથી દેવો આપશે ઈષ્ટ ભોગને;

તેઓ દે, તેમને ના દે, તેવો ખાનાર ચોર છે….12

યજ્ઞ્શેષ જમી સંતો છૂટે છે સર્વ પાપથી

પોતા માટે જ જે રાંધે , તે પાપી પાપ ખાય છે….13

                    *

 અન્નથી ઊપજે જીવો; વૃષ્ટિથી અન્ન નીપજે;

યજ્ઞથી થાય છે વૃષ્ટિ; કર્મથી યજ્ઞ ઉદ ભવે;…14

બ્રહ્મથી ઊપજ્યું કર્મ; બ્રહ્મ અક્ષરથી થયું;

સર્વવ્યાપક  તે બ્રહ્મ આમ યજ્ઞે સદા રહ્યું….15

લોકે આવું પ્રવર્તેલું ચક્ર જે ચલવે નહીં,

ઈંદ્રિયારામ તે પાપી વ્યર્થ જીવન ગાળતો….16

                 *

આત્મામાં જ રમે જેઓ, અત્માથી તૃપ્ત જે રહે,

આત્મા માંહે જ સંતુષ્ટ, તેને કો કાર્ય ના રહ્યું….17

કરે કે ન કરે તેથી તેને કો હેતુ ના જગે;

કોઈયે ભૂતમાં તેને કશો સ્વાર્થ રહ્યો નહીં…18

                  *

તેથી થઈ અનાસક્ત આચર કાર્ય કર્મને,

અસંગે આચરી કર્મ શ્રેયને પામતો નર…19

કર્મ વડે જ સંસિદ્ધિ  મેળવી જનકાદિએ;

લોક્સંગ્રહ પેખીયે તને તે કરવાં ઘટે….20

શ્રેષ્ઠ લોકો કરે જે જે, તે જ અન્ય જનો કરે;

તે જેને માન્યતા આપે, તે રીતે લોક વર્તતા…21

               *

ત્રણે લોકે મ’ને કાંઈ બાકી કાર્ય રહ્યું નથી;

અપામ્યું પામવા જેવું, તોયે હું વર્તું  કર્મમાં….22

કદાચે જો પ્રવર્તું ના કર્મે આળસને ત્યજી,

અનુસરે મનુષ્યોયે  મુજ માર્ગને…23

પામે વિનાશ આ સૃષ્ટિ જો હું કર્મ ન આચરું;

થાઉં સંકરનો કર્તા, મેટનારો  પ્રજા તણો…24

                *

જેમ આસક્તિથી કર્મ  અજ્ઞાની પુરષો કરે;

તેમ જ્ઞાની અનાસક્ત, લોક્સંગ્રહ ઈચ્છતો….25

કર્મે આસક્ત અજ્ઞોનો કરવો બુદ્ધિભેદ ના;

જ્ઞાનીએ આચરી યોગે શોધવાં સર્વ કર્મને….26

                *

પ્રકૃતિના ગુણોથી જ સર્વે કર્મો સદા થતાં,

અહંકારે બની મૂઢ માને છે નર, ‘હું કરું’….27

ગુણકર્મ વિભાગોના તત્ત્વને  જાણનાર તો

‘ગુણોવર્તે ગુણો માંહી’—જાણી આસક્ત થાય ના…28

પ્રકૃત્તિના ગુણે મૂઢ ચોંટે છે ગુણ કર્મમાં;

તેવા અલ્પજ્ઞ મંદોને જ્ઞાનીએ ન ચળાવવા…29

                    *

મારામાં સર્વ કર્મોને અર્પી અધ્યાય્મ બુદ્ધિથી,

આશા ને મમતા છોડી, નિર્વિકાર થઈ લડ….30

                    *

મારા આ મતને માની વર્તે જે માનવો સદા,

શ્રદ્ધાળુ, મન નિષ્પાપ, છૂટે તેઓય કર્મથી….31

મનમાં પાપ રાખી જે મારા મતે ન વર્તતા,

સકલજ્ઞાનહીણા તે અબુદ્ધિ નાશ પામતા…..32

                  *

જેવી પ્રકૃત્તિ પોતાની જ્ઞાનીયે તેમ વર્તતો;

સ્વભાવે જાય છે પ્રાણી, નિગ્રહે કેટલું વળે ?…33

ઈંદ્રિયોને સ્વઅર્થોમાં રાગ ને દ્વેષ જે રહે,

તેમને વશ્થાવું ના, દેહીના વાટ્શત્રુ તે….34

                  *

રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી.

સ્વધર્મે મૃત્યુયે શ્રેય,પરધર્મ ભયે ભર્યો…35

                *

અર્જુન બોલ્યા—

તો પછી નર કોનાથી પ્રેરાઈ પાપ આચરે–

ન ઈચ્છતાંય, જાણે કે હોય જોડાયેલો બળે ?…36

                  *

શ્રીભગવાન બોલ્યા—

એ તો કામ તથા ક્રોધ, જન્મ જેનો રજોગુણે,

મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે….37

ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ,

ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કામથી…38

કામરૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહીં કદી,

તેનાથી જ્ઞાન ઢંકાયુ, જ્ઞાનીનો નિત્યશત્રુ તે….39

ઈંદ્રિયો,મન ને બુદ્ધિ, કામનાં સ્થાન સૌ કહ્યાં;

તે વડે જ્ઞાન ઢાંકી  તે પમાડે મોહ જીવને…40

તે માટે નિયમે પહેલાં લાવીને ઈંદ્રિયો બધી,

જ્ઞાંવિજ્ઞાનઘાતી તે પાપીને કર દૂર તું….41

ઈંદ્રિયોને કહી સૂક્ષ્મ, સૂક્ષ્મ ઈંદ્રિય્થી મન,

મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ,બુદ્ધિથી સૂક્ષ્મ તે રહ્યો….42

એમ બુદ્ધિપરો જાણી, આપથી આપ નિગ્રહી,

દુર્જય કામરૂપી આ વેરીનો કર નાશ તું….43

—————————————-

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 597,064 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
જાન્યુઆરી 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: